Home /News /entertainment /

Jayeshbhai Jordaar Movie Review: જોરદાર રણવીર સિંહ પણ આ ઢીલી સ્ટોરીને આખરે ક્યા સુધી બચાવી શકશે?

Jayeshbhai Jordaar Movie Review: જોરદાર રણવીર સિંહ પણ આ ઢીલી સ્ટોરીને આખરે ક્યા સુધી બચાવી શકશે?

જયેશભાઇ જોરદારનો મૂવી રિવ્યૂ

રણવીર સિંઘ જયેશભાઈ જોરદાર (Jayeshbhai Jordaar) સ્ક્રીન પર પોતાની માસૂમિયતથી દિલ જીતતા જોવા મળશે. યશરાજ પ્રોડક્શન (Yash Raj Films)ની આ ફિલ્મમાં લેખક દિવ્યાંગ ઠક્કર પહેલીવાર ડિરેક્ટરની ખુરશી પર બેઠા છે. હવે અમે તમને જણાવીએ કે આ જયેશભાઈની વાર્તા સ્ક્રીન પર કેટલી જોરદાર રીતે બતાવવામાં આવી છે.

વધુ જુઓ ...
  જયેશભાઈ જોરદાર: 2.5/5
  રિલીઝ ડેટ: 13 મે, 2022
  ડાયરેક્ટર: દિવ્યાંગ ઠક્કર
  સંગીત: વિશાલ અને શેખર
  સ્ટાર કાસ્ટ: રણવીર સિંહ, શાલીની પાંડે, બોમન ઈરાની, રત્ના પાઠક શાહ, જિયા વૈદ્ય
  જોનર: કોમેડી ડ્રામા

  ફિલ્મ '83'માં કપિલ દેવની ભૂમિકા ભજવ્યા બાદ રણવીર સિંહ હવે 'જયેશભાઈ' (Ranveer Singh) બની ગયો છે, તે પણ જોરદાર અંદાજમાં. જ્યારે પણ રણવીર સ્ક્રીન પર આવે છે, ત્યારે તમે તેને ભૂલી જાવ છો અને માત્ર તેના પાત્રને જ યાદ કરો છો. રણવીરે પહેલા અલાઉદ્દીન ખિલજી બનીને દિલોમાં દહેશત પેદા કરી હતી, હવે જયેશભાઈ જોરદાર (Jayeshbhai Jordaar) સ્ક્રીન પર પોતાની માસૂમિયતથી દિલ જીતતા જોવા મળશે. યશરાજ પ્રોડક્શન (Yash Raj Films)ની આ ફિલ્મમાં લેખક દિવ્યાંગ ઠક્કર પહેલીવાર ડિરેક્ટરની ખુરશી પર બેઠા છે. હવે અમે તમને જણાવીએ કે આ જયેશભાઈની વાર્તા સ્ક્રીન પર કેટલી જોરદાર રીતે બતાવવામાં આવી છે.

  વાર્તાની વાત કરીએ તો આ ફિલ્મ ગુજરાતના એક એવા ગામની છે, જ્યાં લગ્ન પછી સૌથી મહત્વની બાબત નાનકા એટલે કે છોકરો પેદા કરી વંશ આગળ વધારવાની છે. અહીં સ્થિતી એવી છે કે જ્યારે કોઈ છોકરી સરપંચ (બમન ઈરાની) સામે છોકરાઓની છેડતીની ફરિયાદ કરે છે, ત્યારે સરપંચ સાહેબ તેના માટે સુગંધિત સાબુને જવાબદાર માને છે અને તેમના આવુ કહેવા પર આખું ગામ માથું હલાવે છે. જયેશ ભાઈ (રણવીર સિંહ) આ સરપંચનો દીકરો છે, જે સંપૂર્ણ રીતે 'સાચો મર્દ બનવાના નિયમો'થી પરે છે, પરંતુ તેના પિતાની સામે બોલવાની તે હિંમત નથી કરતો. જયેશ ભાઈને પહેલી વખત છોકરી થઈ ચૂકી છે અને આ બાદ 6 વાર ભ્રુણહત્યા કર્યા પછી હવે તેમની પત્ની મુદ્રા (શાલિની પાંડે) ફરી ગર્ભવતી છે. જયેશ ભાઈને ખબર પડી કે તેમની પત્ની ફરી એક વાર દીકરીને જન્મ આપવા જઈ રહી છે અને તેમના જયેશ ભાઈ આ જ દીકરીનો જીવ બચાવવા માટે જ પ્રયત્ન કરી રહ્યા છે.
  સૌથી પહેલા વાર્તાની વાત કરીએ તો જ્યારે આ ફિલ્મનું ટ્રેલર આવ્યું ત્યારે લાગ્યું કે આ એક જોરદાર ફિલ્મ આવવાની છે, તેમાં ફની ડાયલોગ્સ છે, કોમેડી છે અને રણવીર સિંહ છે. પરંતુ સમસ્યા ત્યારે આવે છે જ્યારે તમે ફિલ્મ જોવા આવો, કારણ કે આ ફિલ્મની તમામ મહત્વની બાબતો ટ્રેલરમાં પહેલેથી જ બતાવી દેવામાં આવી છે. ફિલ્મની મહત્વની વાતો તો આપણે અઢી મિનિટના ટ્રેલરમાં જ જોઈ લીધી. હવે આગળ શું. 2 કલાકમાં થિયેટરોમાં શું જોવું. ટ્રેલર જોઈને લાગ્યું કે આ ફિલ્મ એક નવો માણસ બતાવશે, જે રડે છે અને જેને દર્દ પણ છે. પણ નબળી વાર્તા અને ફરતા સ્ક્રિનપ્લે વચ્ચે આ 'નવા પ્રકારનો મર્દ' પણ ફિલ્મને બચાવી શકતો નથી.

  વાર્તાની વાસ્તવિક ફિલ્ડિંગ શરૂઆતના કેટલાક દ્રશ્યોમાં તૈયાર કરવામાં આવી હતી, પરંતુ જબરદસ્ત બિલ્ડઅપ પછી તમે ફરીથી વારંવાર નિરાશ થશો. ચેઝિંગ સિક્વન્સ ક્યાંથી ક્યાં જઈ રહ્યો છે તે જાણી શકાયું નથી. બાળકીઓને ગર્ભમાં મારનાર ગામની બાજુમાં જ અન્ય એક ગામ યુવતીઓ સાથે સેલ્ફી લઈને ઈનામ મેળવી રહ્યું છે. ફિલ્મમાં જે પણ ફની સીન છે, અથવા જેને તમે પંચ કહો, તે મોટાભાગે પહેલાથી જ ટ્રેલરમાં જોવા મળ્યા હતા. હા, બસ ક્લાઈમેક્સમાં 'પપ્પી' ની આસપાસ રમાયેલી આખી રમત નવી કહી શકાય. ફિલ્મના ક્લાઈમેક્સનો અર્થ શું છે? આપણે જાણીએ છીએ કે વાર્તાઓમાં કલ્પનાના ઘોડા દોડે છે, પણ આવી રીતે…

  'જયેશભાઈ જોરદાર' લેખકમાંથી દિગ્દર્શક બનેલા દિવ્યાંગ ઠક્કરનો પહેલો પ્રયાસ છે અને આ ગડબડ માટે તેમને જ જવાબદાર ગણવા પડશે. કેટલાક સિક્વન્સ એકદમ નબળાશ અને છીલાઈથી બનાવવામાં આવ્યા છે. ફિલ્મમાં એક સિકવન્સ છે, જેમાં એક સગર્ભા મહિલા અને એક નાની બાળકી બિલાડીએ રસ્તો કાપ્યા બાદ ખુલ્લા ખેતરમાં એટલી દૂર ભાગી હતી કે તેમને શોધતા આવતા 10-12 માણસો તેમને પકડી શક્યા ન હતા. આવા દ્રશ્યો પછી તમે વાર્તામાંથી તમારો વિશ્વાસ બિલકુલ ઉઠી જશે.

  આ પણ વાંચો-શું કેટરિનાને બે મહિનાની પ્રેગ્નેન્સી છે? સવાલ ઉઠતા ટીમે આપ્યો એવો જવાબ

  જો આ ફિલ્મ સિનેમા હોલમાં જોવા જઈ શકાય છે તો તેનું સૌથી મોટું કારણ રણવીર સિંહ છે. રણવીરે તેની પૂરી ઇમાનદારી સાથે અભિનય કર્યો છે અને ફરી એકવાર કમાલ કરી બતાવ્યો છે. માનવું બહુ મુશ્કેલ બની જાય છે કે આ એ જ વ્યક્તિ છે જે અલાઉદ્દીન ખિલજી કે કપિલ દેવ બન્યો હતો. રણવીર તેની પેઢીનો એક શઆનદાર અભિનેતા છે. માત્ર રણવીર જ નહીં, બોમન ઈરાની, શાલિની પાંડે અને રણવીરની દીકરીની ભૂમિકા ભજવનાર જિયા વૈદ્યએ પણ શાનદાર કામ કર્યું છે.

  જયેશભાઈ જોરદાર એક શાનદાર મેસેજ આપતી ફિલ્મ છે, જે રણવીર સિંહના અભિનય માટે એકવાર જરૂર જોવી જોઈએ. હું ઈચ્છું છું કે આ અદ્ભુત પ્લોટ એક સારી વાર્તા અને યોગ્ય ટ્રીટમેન્ટ સાથે પીરસવામાં આવ્યો હોત, તો આનો સ્વાદ કંઈક અલગ જ હોત. મારી તરફથી આ ફિલ્મને 2.5 સ્ટાર્સ.

  ડિટેઈલ્ડ રેટિંગ

  સ્ટોરી : 2.5/5
  સ્ક્રિનપ્લે: 2/5
  ડાયરેક્શન: 2/5
  સંગીત: 2.5/5
  Published by:Margi Pandya
  First published:

  Tags: Jayeshbhai Jordaar, Movie Review, Ranveer Singh

  આગામી સમાચાર