Home /News /entertainment /Jaya Bachchan In KBC: જયા બચ્ચને KBCમાં કરી સરપ્રાઇઝ એન્ટ્રી, પત્નીએ કંઈ કહ્યુ 'ને બિગ બીની આંખો છલકાઈ ગઈ!

Jaya Bachchan In KBC: જયા બચ્ચને KBCમાં કરી સરપ્રાઇઝ એન્ટ્રી, પત્નીએ કંઈ કહ્યુ 'ને બિગ બીની આંખો છલકાઈ ગઈ!

શોના પ્રોમોમાં અમિતાભ જયા બચ્ચનને ભેટી પડે છે અને રડવા લાગે છે તે જોઈ શકાય છે.

Jaya Bachchan In KBC: 11મી ઓક્ટોબરનો ‘કોન બનેગા કરોડપતિ’ શોનો પ્રોમો સોની LIVના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે. તેમાં જયા બચ્ચને લોકો સામે બિગ બીના જીવન સાથે જોડાયેલું રહસ્ય જણાવ્યું હોવાનું અને તે સાંભળ્યા બાદ બિગ બી પોતાના આંસુ રોકી ન શક્યા હોવાનું જોવા મળે છે.

વધુ જુઓ ...
    બોલિવૂડ ડેસ્કઃ લોકપ્રિય ટીવી શો કેબીસી (TV Show KBC)ના મંચ પર ઘણી વખત શો હોસ્ટ અમિતાભ બચ્ચન (Amitabh Bachchan Liestyle) પોતાના જીવન વિશે અવનવા ખુલાસા કરતા જોવા મળે છે. પરંતુ 11 ઓક્ટોબરે તેમની પત્ની અને અભિનેત્રી જયા બચ્ચન (Jaya Bachchan) પુત્ર અભિષેક બચ્ચન (Abhishek Bachchan) સાથે શોમાં આવવાના છે. આ એપિસોડનો પ્રોમો હાલમાં જ સોની LIVના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે. આ પ્રોમોમાં જયા બચ્ચને લોકો સામે બિગ બીના જીવન સાથે જોડાયેલું રહસ્ય (jaya Bachchan opens secrets on amitabh) જણાવ્યું હોવાનું અને તે સાંભળ્યા બાદ બિગ બી પોતાના આંસુ રોકી ન શક્યા હોવાનું જોવા મળે છે.

    દર્શકોને જોવી પડશે 11 ઓક્ટોબર સુધી રાહ


    11 ઓક્ટોબર, 2022ના રોજ રાત્રે 9 વાગ્યે 'કોન બનેગા કરોડપતિ 14'ના સેટ પર શું ખુલાસો થવાનો છે? આખરે જયા બચ્ચને બિગ બી વિશે લોકોને એવું તે શું કહ્યું કે, જેનાથી તેમની આંખોમાં આંસુ આવી ગયા? આ સવાલનો જવાબ જાણવા માટે તમારે થોડા દિવસ સુધી રાહ જોવી પડશે. આ એપિસોડ અમિતાભ બચ્ચન બર્થ ડે સ્પેશ્યિલ હશે. આ એપિસોડમાં જયા બચ્ચન અને અભિષેક બચ્ચન ગેસ્ટ તરીકે આવશે.

    આ પણ વાંચોઃ સેલ્ફી માટે અભિષેકને મહિલાઓએ ઘેરી લેતા બગડ્યા લેડી બચ્ચન

    પોતાના આંસુઓને રોકી ન શક્યા બીગ બી


    અમિતાભ બચ્ચન પોતાના જીવનના 80 વર્ષ પૂરાં કરવા જઈ રહ્યા છે. 80 વર્ષ પૂર્ણ થતાં સેલિબ્રેશનનો માહોલ છે. આથી કેબીસીના નિર્માતાઓએ દર્શકોને મોટી ભેટ આપવાનો નિર્ણય કર્યો છે. આ શોમાં જયા બચ્ચન પહેલીવાર આવી રહી છે. શોમાં કંઈક એવું થવા જઈ રહ્યું છે કે, જેનાથી અમિતાભ ભાવુક થઈ ગયા છે. અમિતાભ પોતાના આંસુ રોકી શકતા નથી. તે વારંવાર રૂમાલથી પોતાના આંસુ લૂછતાં જોવા મળી રહ્યા છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર હાલ ખૂબ વાયરલ થઇ રહ્યો છે.

    આ પણ વાંચોઃ અમિતાભ બચ્ચનને KBCના સેટ પર અભિષેકે આપી સરપ્રાઈઝ

    એવું તે જયા બચ્ચને શું કહ્યું?


    પ્રોમોમાં જોવા મળે છે કે, અમિતાભ જેવી ફાસ્ટેસ્ટ ફિંગર ફર્સ્ટ માટે ઊભા થાય છે કે તરત જ હૂટર વાગે છે. જેના પર અમિતાભનું કહે છે કે, આજે શો ખૂબ જ ઝડપથી પૂરો થયો. હૂટર વાગવાથી તમામ સ્પર્ધકો ચોંકી જાય છે. ત્યારે હોટસીટ પર બેઠેલા અભિષેક બચ્ચન કહે છે, 'સરપ્રાઈઝ, બોલાવી લઇએ જે સંબંધમાં મારી માતા છે'. ત્યારબાદ જયા બચ્ચન હાથ જોડીને સ્ટેજ પર એન્ટ્રી કરે છે. તેને જોઇને અમિતાભ બચ્ચન પણ હેરાન થઇ જાય છે. બિગ બીના આંખોમાં આંસુ આવી જાય છે. તે પોતાની પત્નીને વેલકમ કરે છે અને ગળે મળે છે. આ દરમિયાન બિગ બીની આંખોમાં ખુશીના આંસુ સ્પષ્ટ જોઇ શકાય છે.



    આ દરમિયાન જયા બચ્ચન પોતાના પતિ અમિતાભ બચ્ચન વિશે કંઈક એવું જણાવે છે, જેને જોઈને અમિતાભ ભાવુક થઈ ગયા હતા. તે પોતાનાં આંસુ રોકી ન શક્યા. હવે શો ટેલિકાસ્ટ થયા બાદ જ ખબર પડશે કે જયા બચ્ચને એવું તે શું કહ્યું કે તેમની આંખોમાં આંસુ આવી ગયા હતા.
    Published by:Vivek Chudasma
    First published:

    Tags: Aamitabh Bachchan, Jaya bachchan, Kaun Banega Crorepati, KBC

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन