Home /News /entertainment /શરમ નથી આવતી? સેલ્ફી માટે અભિષેકને મહિલાઓએ ઘેરી લેતા બગડ્યા લેડી બચ્ચન, VIDEO વાયરલ

શરમ નથી આવતી? સેલ્ફી માટે અભિષેકને મહિલાઓએ ઘેરી લેતા બગડ્યા લેડી બચ્ચન, VIDEO વાયરલ

ફેન્સ પર બગડ્યા જયા બચ્ચન

જયા બચ્ચન તેમના ગુસ્સા માટે જાણીતા છે. તાજેતરમાં BHOPAL ખાતે અભિષેક સાથે સેલ્ફી ખેંચતી મહિલાઓને તેમણે તતડાવી નાખી હતી. જુઓ VIDEO

ભોપાલ: જયા બચ્ચન (Jaya Bachchan) ને ફેન્સ સાથે ફોટોઝ ક્લિક કરાવવા પસંદ નથી. જયા બચ્ચન અનેક બાબતોને લઈને ખૂબ જ સ્પષ્ટ છે, તેમને કોઈક બાબત પસંદ આવે છે, તો કોઈક બાબત પસંદ આવતી નથી. અનેક એવા ઉદાહરણ સામે આવ્યા છે, જેમાં જો કોઈ વ્યક્તિ તેમના પ્રોટોકોલનું પાલન ના કરે તો તેમને સાંભળવું પડ્યું છે. તાજેતરમાં આવો જ કિસ્સો સામે આવ્યો છે. જયા બચ્ચને તેમના ફેન્સને ખૂબ જ સંભળાવ્યું છે. આ ફેન્સ અભિષેક બચ્ચન (Abhishek Bachchan) સાથે સેલ્ફી લેવાની કોશિશ કરી રહ્યા હતા.



જયા બચ્ચન અને તેમના પુત્ર અભિષેક બચ્ચન મહાકાળીના મંદિરમાં દુર્ગા પૂજા સમારોહમાં શામેલ થવા માટે ભોપાલ ગયા હતા. માં-દીકરાની જોડી પરિસરમાં પહોંચી તો તેમના ફેન્સ તેમની સાથે સેલ્ફી લેવા માટે આવી પહોંચ્યા હતા અને તેમને ઘેરી લીધા હતા. જૂનિયર બચ્ચને તેમના ફેન્સને આ પ્રકારની હરકત કરવાની ના પાડી દીધી હતી, તો જયા બચ્ચને બૂમો પાડીને તેમને દૂર રહેવા માટે કહ્યું છે. બેકગ્રાઉન્ડમાં તેઓ કહી રહ્યા છે કે, આંખો પર લાઈટ આવી રહી છે. શું કરો છો તમે? થોડીક તો શરમ કરો, નહીંતર તે ક્યારેય ફરી તેમના પિયર નહીં આવે. જયા બચ્ચનના આ પ્રકારના વર્તનનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

આ પણ વાંચો: એક સમયે ‘સેક્સી સંન્યાસી’ કહેવાતા અભિનેતા બની ગયા ઓશોના અનુયાયી, ટોયલેટ પણ જાતે સાફ કરતા

મહત્વપૂર્ણ બાબત એ છે કે, જયા બચ્ચન મૂળરૂપે ભોપાલના રહેવાસી છે. આ વાયરલ થયેલ વિડીયોમાં જયા બચ્ચને લીલા કલરનો ડ્રેસ પહેર્યો છે અને અભિષેક બચ્ચને લાલ કલરની હુડી પહેરી છે.



થોડા દિવસ પહેલા જયા બચ્ચન તેમની દોહિત્રી નવ્યા નવેલી નંદાના પોડકાસ્ટ ‘વ્હોટ ધ હેલ’માં જોવા મળી હતી. તેમણે કરણ જોહરની આગામી ફિલ્મ ‘રોકી ઓર રાની કી પ્રેમ કહાની’નું શુટીંગ પણ પૂરું કર્યું છે. નવા જમાનાની રોમેન્ટીક ફિલ્મ ગણાતી આ ફિલ્મમાં રણવીર સિંહ, આલિયા ભટ્ટ, ધર્મેન્દ્ર અને શબાના આઝમી મુખ્ય ભૂમિકા ભજવી રહ્યા છે. ઓગસ્ટ 2021માં આ ફિલ્મનું શુટીંગ શરૂ કરી દેવામાં આવ્યું હતું. મુંબઈ, દિલ્હી અને મોસ્કોમાં આ ફિલ્મનું શુટીંગ કરવામાં આવ્યું છે. આ ફિલ્મ 10 ફેબ્રુઆરી 2023ના રોજ રિલીઝ થશે, જે હિટ થવાની સંભાવના છે.
Published by:Mayur Solanki
First published:

Tags: Abhishek bacchan, Bhopal News, Bollywod, Jaya bachchan, Viral videos

विज्ञापन
विज्ञापन