Jaya Bachchan On Navya Naveli Nanda: બોલિવૂડની દિગ્ગજ અભિનેત્રી જયા બચ્ચન (Jaya Bachchan) પૌત્રી નવ્યા નવેલી નંદા (Navya Naveli Nanda) સાથે ખાસ બોન્ડ ધરાવે છે. જયા ઘણી વાર નવ્યા વિશે પોતાના અભિપ્રાયો જાહેરમાં શેર કરતી જોવા મળે છે. હવે જયા બચ્ચને પોતાની પૌત્રીને આવી જ કેટલીક રિલેશનશિપની સલાહ (jaya Bachchan gives relationship advice to navya) આપી છે, જેની હાલ ખૂબ જ ચર્ચા થઇ રહી છે. આખરે જયા બચ્ચને એવું તો શું કહ્યું?
જયાએ આપી બોલ્ડ એડવાઇસ
જયા બચ્ચને દોહિત્રીના પોડકાસ્ટ વોટ ધ હેલ નવ્યા સાથે વાત કરતા પોતાની નવ્યા નવેલી નંદાને ખૂબ જ બોલ્ડ રિલેશનશિપ એડવાઇસ આપી હતી. જયા બચ્ચને કહ્યું હતું કે લાંબા સમય સુધી કોઇ પણ સંબંધને ચલાવવા માટે શારીરિક આકર્ષણ ખૂબ જરૂરી છે. જયાએ એમ પણ કહ્યું હતું કે, પોતાના સમયમાં તે આ એક્સપરિમેન્ટ કરી શકી નહોતી.
‘નવ્યા લગ્ન વગર માં બને તો પણ વાંધો નથી’
જયા બચ્ચને કહ્યું છે કે, સંબંધમાં ફિઝીકલ રીલેશનશિપ હોવી ખૂબ જરૂરી છે. જયાએ કહ્યું હતું કે, કોઈ પણ સંબંધ માત્ર પ્રેમ, તાજી હવા અને એડજસ્ટમેન્ટ પર જ ચાલતો નથી. જયાએ વધુમાં જણાવ્યું કે જો નવ્યા નવેલી જો લગ્ન વગર પણ માતા બને છે તો તેનાથી પણ કોઇ પ્રોબ્લેમ નથી.
ફિઝીકલ રીલેશનશિપ વગર સંબંધ ટકવો મુશ્કેલ
જયા બચ્ચને રીલેશનશિપ પર પોતાનું મંતવ્ય આપતા કહ્યું કે, મેં આવું કહ્યું છે તો તેના પર ઘણા લોકોને સમસ્યા હશે. પરંતુ ફિઝીકલ અટ્રેક્શન અને કમ્પેટિબિલિટી બંને ખૂબ જરૂરી છે. અમારા સમયમાં અમે એક્સપરીમેન્ટ કરી શક્યા નહોતા. પરંતુ આજની જનરેશન કરે છે અને શા માટે ન કરે? જો ફિઝીકલ રીલેશનશિપ નહીં હોય તો કોઇ પણ સંબંધ લાંબા સમય સુધી ટકી શકશે નહીં. તમે માત્ર પ્રેમ, ફ્રેશ એર અને એડજસ્ટમેન્ટના ભરોસે સંબંધ ચલાવી શકશો નહીં. મારું માનવું છે કે તે ખૂબ જ જરૂરી છે.
યંગ જનરેશનને આપી રીલેશનશિપ એડવાઇસ
જયાએ યંગ જનરેશનને રીલેશનશિપ એડવાઇસ આપતા જણાવ્યું કે, ‘અમે આવું કરી શકતા નહોતા. તેના વિશે વિચારી પણ શકતા નહોતા. પરંતુ મારા પછી યંગ જનરેશન, શ્વેતાની જનરેશન, નવ્યાની જનરેશન અલગ છે. આજના રીલેશનશિપમાં ઇમોશન્સ અને રોમાન્સની ખામી હોય છે. મને લાગે છે કે તમારે તમારા બેસ્ટ ફ્રેન્ડ સાથે લગ્ન કરવા જોઇએ. તમારા મિત્રો સારા હોવા જોઇએ. તમે તમારા મિત્રો સાથે આ વાતની ચર્ચા કરી શકો છો. તમારે તમારા મિત્રને કહેવું જોઇએ કે -હું ઇચ્છું છું કે આપણું બાળક હોય, કારણ કે હું તને પસંદ કરું છું. મને લાગે છેકે તું યોગ્ય છે. તો લગ્ન કરી શકીએ છીએ. કારણ કે સમાજનું પણ આ જ કહેવું છે. મને કોઇ સમસ્યા નથી જો લગ્ન વગર પણ આપણું બાળક થાય.’
જયા બચ્ચને રીલેશનશિપને લઇને પોતાના વિચારો દોહિત્રી નવ્યા અને પુત્રી શ્વેતા બચ્ચન સાથે શેર કરી હતી. નાનીની આ એડવાઇસને નવ્યા કેટલી ફોલો કરે છે તે તો ખબર નથી, પરંતુ જયા બચ્ચનની રીલેશનશિપને લઇને આટલી બોલ્ડ વિચારસરણી અંગે ફેન્સમાં અનેક ચર્ચાઓ થઇ રહી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર