સોશિયલ મીડિયા પર હાલ ડિજીટલ ક્રિએટર એનાલી સેરેજોનો એક વીડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે બોલિવૂડ એક્ટ્રેસ તેમજ સાંસદ જયા બચ્ચનની શાનદાર મિમિક્રી કરતાં જોવા મળી રહી છે.
મુંબઈઃ સોશિયલ મીડિયા પર હાલ એક વીડિયો ધમાલ મચાવી રહ્યો છે. હકીકતમાં, વાયરલ વીડિયોમાં એક છોકરી બોલિવૂડ એક્ટ્રેસ અને સમાજવાદી પાર્ટીની સાંસદ જયા બચ્ચનની સેમ ટૂ સેમ મિમિક્રી કરતાં જોવા મળી રહી છે. પરંતુ મિમિક્રી કરતાં સમયે છોકરી જે પ્રકારે એક્સપ્રેશન્સ આપે છે, તેને જોઈને યુઝર્સ પોતોની હસી પર કંટ્રોલ નથી કરી શકતાં. આ વીડિયો એટલો જોરદાર છે કે, લોકો વારંવાર તેને જોવાનું પસંદ કરે છે. સાથે જ અમુક યુઝર્સ આ વીડિયો પર ફની કોમેન્ટ્સ પણ કરી રહ્યા છે.
વાયરલ વીડિયોમાં દેખાતી યુવતીની ઓળખ ડિજિટલ ક્રિએટર એનાલી સેરેજો તરીકે થઈ છે. વીડિયોમાં એનાલી જયા બચ્ચનની ગજબ મિમિક્રી કરતાં જોવા મળી રહી છે. મજાની વાત એ છે કે છોકરી તેણીના બોલવાના અંદાજને પણ ખૂબ જ સારી રીતે કૉપી કરી રહી છે. મિમિક્રી દરમિયાન છોકરીના હાવભાવ જોવાલાયક છે. જોકે, આ વીડિયો જોઈને ઘણાં લોકો પેટ પકડીને હસી રહ્યા છે. વીડિયોમાં જોવા મળી રહ્યુ છે કે, આ છોકરી જયા બચ્ચનની પૈપારાઝી સાથેની વાતચીતની નકલ કરી રહી છે.
એનાલી સેરેજોએ ઈન્સ્ટાગ્રામ પર વીડિયો શેર કર્યો અને લખ્યું,Just for laughs! વીડિયો જોયા બાદ ખરેખર લોકો હસી-હસીને લોટપોટ થઈ રહ્યા છે. 19 ઓક્ટોબરે શેર કરવામાં આવેલા આ વીડિયોને અત્યાર સુધીમાં 2.7 લાખથી વધુ લોકોએ લાઈક કર્યો છે. આ સંખ્યા સતત વધી રહી છે. જોકે, વીડિયો જોયા પછી લોકો કોમેન્ટ્સ કરીને તેમની ફની પ્રતિક્રિયા શેર કરી રહ્યા છે.
એક યુઝરે કોમેન્ટ કરીને લખ્યું, અરે ગજબ. કમાલ કરી દીધી. શું મિમિક્રી છે? હું મારું હસવાનું રોકી શકતો નથી. તેમજ બીજા એક યુઝરે કહ્યુ, એનાલી તમારી પાસે ગજબનું ટેલેન્ટ છે. અન્ય એક યુઝરે કહ્યુ, આ તો ઓરિજનલથી પણ જોરદાર છે. કુલ મળીને આ વીડિયો સોશિયલ મીડિયાનું સેન્ટર ઓફ અટ્રેક્શન બન્યું છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર