1000 કરોડની સંપત્તિ, જાણો જયા બચ્ચન પાસે કેટલા બંગલા અને ગાડી?

News18 Gujarati
Updated: March 22, 2018, 4:28 PM IST
1000 કરોડની સંપત્તિ, જાણો જયા બચ્ચન પાસે કેટલા બંગલા અને ગાડી?

  • Share this:
જયા બચ્ચન અત્યાર સુધીના સૌથી ધનવાન રાજ્ય સભાના સાંસદ બની શકે છે. તાજેતરમાં જ જયા બચ્ચને ચોથી વખત સમાજવાદી પાર્ટી તરફથી રાજ્ય સભાના સભ્યપદ માટે ઉમેદવારી પત્ર ભર્યું છે. આ માટે તેણે પોતાની અને પતિ અમિતાભ બચ્ચનની પ્રોપર્ટીના લેખા-જોખા અંગે એક એફિડેવિટ રજૂ કરી હતી. આ પ્રમાણે અમિતાભ અને જયા બચ્ચનની 1000 કરોડની સંપત્તિના માલિક છે. 1000 કરોડમાં તેની સ્થિર અને અસ્થિર સંપત્તિનો સમાવેશ થાય છે. જોકે, લોકોને આશ્ચર્ય થયું છે કે ગત વખતે 2012માં જ્યારે આ પદ માટે જયાએ ઉમેદવારીપત્ર ભર્યું હતું ત્યારે તેણે પોતાની સંપત્તિ 493 કરોડ બતાવી હતી. છ વર્ષમાં તેની સંપત્તિમાં 100 ટકાથી વધારે વધારો નોંધાયો છે.

જયા બચ્ચન પાસે કઈ કઈ સંપત્તિ

જયા બચ્ચનની આ સંપત્તિમાં અમિતાભ બચ્ચનના તમામ ઘર, જમીન, ગાડી, ઘડિયાળો, ખેતર અને પ્લોટ્સનો ઉલ્લેખ છે. 1000 કરોડની કુલ સંપત્તિમાં 460 કરોડની સ્થિર અને 460 કરોડની અસ્થિર સંપત્તિનો સમાવેશ થાય છે.

અસ્થિર સંપત્તિ (460 કરોડ)

મુંબઈમાં જલસા અને પ્રતિક્ષા સહિત પાંચ બંગલા ઉપરાંત અમિતાભ અને જયા પાસે અમદાવાદ, ભોપાલ, ગાંધીનગર, નોઇડા અને પૂણેમાં જમીન આવેલી છે. બંનેએ ફ્રાંસના બ્રિનયુગાન પ્લેઝમાં 3,175 સ્કવેર મીટર જમીન ખરીદી હતી. આનો ઉલ્લેખ પણ જયા બચ્ચને પોતાની એફિડેવિટમાં કરી હતી.

આ ઉપરાંત જયા પાસે કાકોરી લખનઉ પાસે 1.22 હેક્ટરનું ખેતર પણ છે, જેની કિંમત 2.2 કરોડ રૂપિયા છે. એવી જ રીતે બારાબંકીમાં અમિતાભ પાસે ત્રણ એકરમાં ફેલાયેલો રૂ. 5.7 કરોડનો પ્લોટ છે. આ તમામ જમીન અમે ઘરોની કિંમત 460 કરોડ રૂપિયા છે.2012માં જ્યારે જયા બચ્ચને પોતાની પ્રોપર્ટી બતાવી હતી ત્યારે તેમની અસ્થિર સંપત્તિની કિંમત રૂ. 152 કરોડ હતી. તેના બાદમાં વર્ષ 2013માં મુંબઈમાં એક બંગલા ઉપરાંત તેણે અમુક જમીનો ખરીદી હતી.

અસ્થિર સંપત્તિ (540 કરોડ)

અમિતાભ બચ્ચને ગાડીઓના શોખીન છે. તેમના અને તેમની પત્ની જયા બચ્ચન પાસે 12 ગાડી છે. આ ગાડીઓમાં ટાટા નેનો અને એક ટ્રેક્ટર ઉપરાંત 13 કરોડથી વધારે કિંમતની ત્રણ મર્સિડિઝ, એક રેન્જ રોવર, એક પોર્શ અને એક રોલ્સ રોયસનો સમાવેશ થાય છે.

અમિતાભ બચ્ચન ઘડિયાળ પહેરવાના ખૂબ જ શોખીન છે. જયા અને તેમની પાસે કુલ મળીને ચાર કરોડ રૂપિયાની ઘડિયાળો છે. જેમાંથી 3.4 કરોડ રૂપિયાની ઘડિયાળ અમિતાભ બચ્ચન પાસે છે. જયા બચ્ચન પાસે રૂ. 51 લાખની ઘડિયાળ છે. બિગ બી પેનના પણ ખૂબ શોખીન છે. તેમની પાસે નવ લાખ કરતા વધારે કિંમતની એક પેન છે.

જયા બચ્ચન જ્વેલરીના પણ ખૂબ જ શોખીન છે. બચ્ચન દંપતી પાસે કુલ 62 કરોડ રૂપિયાનું સોનુ અને ઘરેણા છે. 2012માં તેમની પાસે કુલ 40 કરોડ રૂપિયાના ઘરેણા હતા.

કેવી રીતે 100 ટકાથી વધારે અમિર થઈ ગયા બચ્ચન?

એક રિપોર્ટના જણાવ્યા પ્રમાણે અમિતાભે અભિષેક સાથે મળીને બિટકાઈનના માધ્યમથી 112 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. જેની અસર તેની કુલ સંપત્તિ પર પડી હતી. આ ઉપરાંત 2012 પછી અમિતાભની કારકિર્દી ફરી પાટે ચડી ગઈ હતી. તીન, પિંક, સત્યાગ્રહ અને વઝીર જેવી ફિલ્મોએ બચ્ચનને બિગ બીનો દરજ્જો અપાવ્યો હતો.
First published: March 22, 2018, 4:18 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading