મહારાષ્ટ્રની રાજનીતિ પર આ એક્ટરે કહ્યું, શું હું ચૂંટણી પછી મારો મત બદલી શકું?

News18 Gujarati
Updated: November 26, 2019, 12:45 PM IST
મહારાષ્ટ્રની રાજનીતિ પર આ એક્ટરે કહ્યું, શું હું ચૂંટણી પછી મારો મત બદલી શકું?
જાવેદ જાફરી

27 નવેમ્બર સાંજે 5 વાગ્યા સુધીમાં મહારાષ્ટ્રમાં ફ્લોર ટેસ્ટ આપવાનો સુપ્રિમ કોર્ટનો આદેશ છે.

  • Share this:
મહારાષ્ટ્રના રાજકારણમાં દરરોજ નવા નવા વળાંક આવી રહ્યા છે. હવે 27 નવેમ્બર સાંજે 5 વાગ્યા સુધીમાં મહારાષ્ટ્રમાં ફ્લોર ટેસ્ટ આપવાનો સુપ્રિમ કોર્ટનો આદેશ છે. ત્યારે દેવેન્દ્ર ફડણવીસ સરકાર માટે આવનારો સમય કટોકટીનો છે. ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી થઇ ત્યારથી આજ દિવસ સુધી પહેલા કોની સરકાર બનશે અને હવે સરકાર બની છે તો ટકી રહશે તે મુદ્દે એક પછી એક ઘટસ્ફોટ સામે આવી રહ્યા છે. આ તમામ રાજનૈતિક દાવપેચની વચ્ચે

બોલિવૂડ એક્ટર જાવેદ જાફરીએ ટ્વિટ કરીને નેતાઓ પર જોરદાર કટાક્ષ કર્યો છે.
જાવેદ જાફરીએ સોશિયલ મીડિયામાં ટ્વિટ કરીને સૈમુઅલ એલ.જેક્શનની એક તસવીર મૂકી ટિપ્પણી કરી છે. જેમાં લખ્યું છે કે "જો આપણે નેતાઓ ના બદલે શિક્ષકોને વધુ પૈસા આપી શકતા તો ભવિષ્યમાં વધુ સ્માર્ટ લોકો હશે અને ઓછા અજીબો ગરીબ કાનૂન હશે" આ સાથે જ કેપ્શનમાં જાવેદ લખ્યું "કુછ કહ ગયે જનાબ" ઉલ્લેખનયી છે કે જાવેદની આ ટ્વિટ રાજનીતિને સંદર્ભ તરીકે રજૂ કરી છે. વધુમાં જાવેદે સૈમુઅલની વાતને અહીં થોડી ટ્વિસ્ટ કરીને મૂકી હતી.


આ બાદ જાવેદ અન્ય એક ટ્વિટમાં લખ્યું "હું ચૂંટણી પછી મારો વોટ બદલવા માગું છું, હું શું કરી શકું છું, મને જણાવો? જો ના તો ચૂંટણી પછી નેતા પોતાની પાર્ટી કેવી રીતે બદલી શકે? આ પોસ્ટ સાથે જાવેદ કેપ્શનમાં લખ્યું હતું "તેવા સવાલ જેનો કોઇ જવાબ નથી"  નોંધનીય છે કે જાવેદ જાફરી હંમેશાથી દેશની સમસ્યાઓ પર મુક્ત મને પોતાના વિચારો કહેતા આવ્યા છે. અને તે સોશિયલ મીડિયા પર પણ આ મામલે એક્ટિવ છે.
First published: November 26, 2019, 12:15 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading