Home /News /entertainment /

જાવેદ અખ્તરે કંગના રનૌત સામે બિનજામીનપાત્ર વોરંટની માંગ કરી, શું કેસ છે?

જાવેદ અખ્તરે કંગના રનૌત સામે બિનજામીનપાત્ર વોરંટની માંગ કરી, શું કેસ છે?

જાવેદ અખ્તર કંગના રનૌત

જાવેદ અખ્તર  (Javed Akhtar) ના વકીલ દ્વારા શું રજુઆત કરવામાં આવી? કોર્ટે કંગના (Kangana Ranaut) ના વકીલને 4 જાન્યુઆરી સુધીમાં જવાબ દાખલ કરવાનો નિર્દેશ આપ્યો

    મુંબઈઃ પીઢ સ્ક્રિપ્ટ રાઈટર અને ગીતકાર જાવેદ અખ્તર (Javed Akhtar) અને બોલિવૂડ એક્ટ્રેસ કંગના રનૌત (Kangana Ranaut) વચ્ચેનો ઝઘડો કોઈનાથી છુપાયેલો નથી. જાવેદ અખ્તરે સોમવારે મુંબઈની એક કોર્ટમાં કંગના રનૌત વિરુદ્ધ માનહાનિના કેસ (Defamation Case) માં બિનજામીનપાત્ર વોરંટ જારી કરવાની અરજી દાખલ કરી હતી. અરજીમાં કંગના રનૌત એક અથવા બીજા કારણસર આ જ કેસમાં મુક્તિની ના હોવાનો ઉલ્લેખ છે. કંગના છેલ્લે 20 સપ્ટેમ્બરે અંધેરીના મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ આરઆર ખાન સમક્ષ હાજર થઈ હતી.

    જાવેદ અખ્તરના વકીલ દ્વારા શું રજુઆત કરવામાં આવી?

    જાવેદ અખ્તર (Javed Akhtar) વતી એડવોકેટ જય ભારદ્વાજ દ્વારા રજૂ કરવામાં આવેલી અરજીમાં કહેવામાં આવ્યું હતું કે, 'આરોપીના વર્તન પરથી સમજી શકાય છે કે, તે કોર્ટની પ્રક્રિયા શરૂ થાય તે પહેલા કાર્યવાહી ટાળવા માટે દરેક સંભવિત યુક્તિ અપનાવી રહી છે.' અરજીમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે, કંગના કોર્ટને ખોટા નિવેદનો આપે છે.

    'કેસ આગળ નહીં વધવા પર કંગના રનૌત જ જવાબદાર'

    અરજીમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે, 'કેસની શરૂઆતથી અત્યાર સુધી પ્રક્રિયા આગળ વધી નથી, જેના માટે જવાબદાર આરોપી છે. આરોપીઓની ઈરાદાપૂર્વક ગેરહાજરીને કારણે કેસમાં વિલંબ થઈ રહ્યો છે. એવો દાવો પણ કરવામાં આવ્યો છે કે, કંગના કેસને મુશ્કેલ બનાવવા અને કોર્ટને ડાયવર્ટ કરવાના તમામ પ્રયાસો કરી રહી છે.

    કોર્ટે કંગનાના વકીલને 4 જાન્યુઆરી સુધીમાં જવાબ દાખલ કરવાનો નિર્દેશ આપ્યો

    આ કેસમાં કોર્ટે કંગના (Kangana Ranaut) ના વકીલને 4 જાન્યુઆરી સુધીમાં જવાબ દાખલ કરવાનો નિર્દેશ આપ્યો છે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે, કંગનાએ દાવો કર્યો હતો કે, તે બીમાર હતી, પરંતુ 15 નવેમ્બરના તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ અપડેટ દર્શાવે છે કે, તે તેની આગામી ફિલ્મોના શૂટિંગમાં "સક્રિયપણે સામેલ" હતી.

    આ પણ વાંચોરસપ્રદ સ્ટોરી : બિકીની પહેરનાર પ્રથમ ભારતીય અભિનેત્રી હતી શર્મિલા ટાગોર, લગ્ન પહેલા છુપાવી હતી આ વાત

    અરજીમાં કહેવામાં આવ્યું છે કે, કંગનાએ હજુ સુધી મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ (સીએમએમ) કોર્ટના આદેશને પડકારતી કોઈ અરજી દાખલ કરી નથી. તાજેતરમાં, કંગના રનૌત તેના 'ભીખ માંગવા'ના નિવેદન માટે હેડલાઇન્સમાં હતી, જેના પર જાવેદ અખ્તરે પણ પ્રતિક્રિયા આપી હતી.
    Published by:kiran mehta
    First published:

    Tags: Bollywood Latest News, Javed Akhtar, Kangna Ranaut

    આગામી સમાચાર