Javed Akhtar B'day: 27 પૈસા લઈને મુંબઈ આવ્યા હતા જાવેદ અખ્તર, આ રીતે પત્નીને કર્યું હતું પ્રપોઝ
Javed Akhtar B'day: 27 પૈસા લઈને મુંબઈ આવ્યા હતા જાવેદ અખ્તર, આ રીતે પત્નીને કર્યું હતું પ્રપોઝ
જાવેદ અખ્તર જન્મદિવસ
Javed Akhtar Birthday : જાવેદ અખ્તરે (Javed Akhtar) પોતાનો અભ્યાસ ભોપાલથી કર્યો છે. જ્યારે વર્ષ 1964માં જાવેદ પહેલીવાર મુંબઈ પહોંચ્યા ત્યારે તેમના ખિસ્સામાં માત્ર 27 પૈસા હતા. જીહા! તમે બરાબર સાંભળ્યું છે.... જાવેદ અખ્તર માત્ર 27 પૈસા લઈને મુંબઈ પહોંચ્યા હતા. એટલું જ નહીં મુંબઈમાં રહેવા માટે ઘર નહોતું અને ખાવા માટે રોટલી પણ નહોતી.
મુંબઈ: જાવેદ અખ્તર (Javed Akhtar) શાયરીની જેટલી પ્રશંસા થાય તેટલી ઓછી છે, જેણે લખેલી ફિલ્મો (Films)ની સ્ક્રીપ્ટ (Script) આજે પણ યાદગાર છે, જેના લખેલા ગીતો આજે પણ લોકોના મોઢે સાંભળવા મળે છે તેવા બોલીવુડ (Bollywood)ના ગીતકાર અને પૂર્વ રાજ્યસભા સાંસદ (MP) જાવેદ અખ્તરનો આજે, 17 જાન્યુઆરીએ જન્મદિવસ (Javed Akhtar Birthday) છે. 70 અને 80 ના દાયકામાં જાવેદ અખ્તરે 'યાદો કી બારાત', હાથી મેરે સાથી', 'જંજીર', 'અંદાજ', શોલે અને 'દીવાર' સહિત ઘણી સુપરહિટ (Super Hit) ફિલ્મોની સ્ક્રિપ્ટ લખી છે.
જાવેદ અખ્તરનું નામ સાંભળતા લોકોના લોચન સામે એ હસતો ચહેરો તરી આવે છે, આ સાથે અનોખા અવાજમાં પોતાની શાયરી તેમજ વાતો રજૂ કરતા જાવેદ અખ્તરને વધુ ઓળખની જરૂર નથી. જાવેદ અખ્તરને સૌકોઈ જાણે છે, પરંતુ બહુ ઓછા લોકો તેનું વાસ્તવિક નામ જાણતા હશે. જાવેદ અખ્તરનું સાચું નામ જાદુ છે. તેમના પિતા જાન નિસાર અખ્તર એક મહાન કવિ (શાયર) છે. તેમની એક કવિતા 'લમ્હા-લમ્હા કિસી જાદુ કા ફસાના હોગા' પંક્તિમાંથી જાદુ નામ લેવામાં આવ્યું હતું. થોડા સમય પછી તેનું નામ બદલીને જાવેદ રાખવામાં આવ્યું. આ નામ પણ જાદુ નામ સાથે ખુબ મેળ ખાતું નામ છે. જાવેદ અખ્તરે બે લગ્ન કર્યા છે. જેમાં પ્રથમ પત્ની હની ઈરાની પછી જાવેદ અખ્તરે શબાના આઝમી સાથે લગ્ન કર્યા હતા.
આ રીતે પહેલી પત્નીએ પ્રપોઝ કર્યું હતુ
જાવેદ અખ્તર તેની પ્રથમ પત્ની હની ઈરાનીનો જન્મદિવસ એક સાથે જ આવે છે. માહિતી મુજબ જાવેદ અખ્તર અને હની ઈરાનીની પહેલી મુલાકાત 1972માં આવેલી ફિલ્મ સીતા ઔર ગીતા દરમિયાન થઈ હતી. હની ઈરાનીએ જણાવ્યું કે, એક વખત જાવેદ અખ્તરનું પત્તાની રમતમાં હારી રહ્યા હતા. મેં જાવેદનું કહ્યું લાવો હું તમારા માટે કાર્ડ કાઢું છું. જાવેદ અખ્તરે કહ્યું કે, જો આ પત્તા સારા નીકળ્યા તો હું તારી સાથે લગ્ન કરી લઈશ. નસીબજોગે પત્તુ સારું નીકળ્યું. ત્યારે જાવેદે કહ્યું, ચાલો હવે લગ્ન કરી લઈએ.
જાવેદ અખ્તરે (Javed Akhtar) પોતાનો અભ્યાસ ભોપાલથી કર્યો છે. જ્યારે વર્ષ 1964માં જાવેદ પહેલીવાર મુંબઈ પહોંચ્યા ત્યારે તેમના ખિસ્સામાં માત્ર 27 પૈસા હતા. જીહા! તમે બરાબર સાંભળ્યું છે.... જાવેદ અખ્તર માત્ર 27 પૈસા લઈને મુંબઈ પહોંચ્યા હતા. એટલું જ નહીં મુંબઈમાં રહેવા માટે ઘર નહોતું અને ખાવા માટે રોટલી પણ નહોતી. આ સ્થિતિ હોવા છતાં તેમણે હાર ન માની. તેઓ પોતાની આવડતનો નમૂનો દરેક સામે પ્રસ્તુત કરતા ગયા. જોતજોતામાં મુંબઈમાં બે વર્ષ પસાર થઈ ગયા પછી પણ તેમને કોઈ ખાસ કામ મળી શક્યું ન હતું. આ પછી જાવેદ અખ્તરને ફિલ્મોમાં ક્લેપર બોય તરીકે કામ મળ્યું. આ પછી જાવેદ અખ્તરની જોડી સલમાન ખાનના પિતા સલીમ ખાન સાથે બની હતી. બંનેએ દીવાર, શોલે, ડોન જેવી ફિલ્મો સાથે લખી હતી.
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર