Home /News /entertainment /જ્હાન્વી કપૂરે વર્ક આઉટ માટે પહેરી લીધો હદથી નાનો ડ્રેસ, લોકો કરવા લાગ્યા ન કરવાની કમેન્ટ્સ

જ્હાન્વી કપૂરે વર્ક આઉટ માટે પહેરી લીધો હદથી નાનો ડ્રેસ, લોકો કરવા લાગ્યા ન કરવાની કમેન્ટ્સ

ફોટો ક્રેડિટ : @janhvikapoor ઇન્સ્ટાગ્રામ

જાન્હવી તેની એક્ટિંગની સાથે સાથે તેની ખૂબસૂરતી અને ફિટનેસ માટે પણ ફેમસ છે. તાજેતરમાં, એક્ટ્રેસ તેના વર્કઆઉટ સેશન પછી જોવા મળી હતી, જેના વિશે લોકો સોશિયલ મીડિયા પર સતત રિએક્શન આપી રહ્યા છે.

    Janhvi Kapoor Latest Pic: બોલિવૂડ એક્ટ્રેસ જાહ્નવી કપૂરે વર્ષ 2018માં સુશાંત સિંહ રાજપૂત સાથેની ફિલ્મ 'કેદારનાથ'થી પોતાના ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી. આ પછી એક્ટ્રેસે ક્યારેય પાછું વળીને જોયું નથી. જાન્હવી તેની એક્ટિંગની સાથે સાથે તેની ખૂબસૂરતી અને ફિટનેસ માટે પણ ફેમસ છે.

    તાજેતરમાં, એક્ટ્રેસ તેના વર્કઆઉટ સેશન પછી જોવા મળી હતી, જેના વિશે લોકો સોશિયલ મીડિયા પર સતત રિએક્શન આપી રહ્યા છે.



    આ પણ વાંચો :  મારા પ્રાઇવેટ પાર્ટ્સને ઘૂરતો રહ્યો અને કહ્યું તારા બ્રેસ્ટની સાઇઝ....સાજિદ ખાન પર વધુ એક એક્ટ્રેસનો ગંભીર આરોપ

    બોલિવૂડ એક્ટ્રેસ જાહ્નવી કપૂર હંમેશા તેના લુક માટે ફેન્સની ફેવરિટ રહી છે. તે જ સમયે, આપણે બધા જાણીએ છીએ કે તે તેની ફિટનેસને લઈને કેટલી એલર્ટ રહે છે. જાહ્નવી કપૂર ઘણીવાર તેના હોટ અને સિઝલિંગ વર્કઆઉટ વેરમાં જોવા મળે છે. જો કે, આ વખતે એક્ટ્રેસ ફરીથી તેના જિમ સેશનમાંથી બહાર નીકળતી જોવા મળી હતી, પરંતુ આ વખતે જાહ્નવીનો અંદાજ એકદમ અલગ હતો.

    જાહ્નવી કપૂરની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે જેમાં તે શોર્ટ પ્રિન્ટેડ વ્હાઇટ અને પિંક કલરનો ડ્રેસ પહેરેલી જોવા મળી રહી છે. એક્ટ્રેસે ખુલ્લા વાળ, ન્યૂડ મેકઅપ અને વ્હાઇટ સ્નીકર્સ સાથે તેના કેઝ્યુઅલ લુકને કમ્પ્લીટ કર્યો.



    આ પણ વાંચો :  શૉકિંગ! 'લાલ સિંહ ચઢ્ઢા' ફ્લોપ થયા બાદ આમિર ખાન નહીં કરે એક્ટિંગ, લીધો કરિયરનો સૌથી મોટો નિર્ણય

    ઈન્ટરનેટ પર જાહ્નવી કપૂરની આ તસવીરો સામે આવતાં જ લોકોએ તેમના પર પોતાનો અભિપ્રાય આપવાનું શરૂ કરી દીધું હતું. એક્ટ્રેસની તસવીરો પર કોમેન્ટ કરતાં એક યુઝરે લખ્યું- 'તમે જિમ કરી રહ્યા હતા કે પાર્ટી?'



    આ સિવાય અન્ય એક સોશિયલ મીડિયા યુઝરે જાહ્નવીની તસવીરો પર કોમેન્ટ કરતાં લખ્યું- 'તમે આ કપડાંમાં વર્કઆઉટ કેવી રીતે કરો છો?' જો કે, એમાં કોઈ શંકા નથી કે જાન્હવી તેની સિમ્પલ કેઝ્યુઅલ સ્ટાઈલમાં ખૂબસૂરત લાગી રહી હતી. તે જ સમયે, એક્ટ્રેસના વર્કફ્રન્ટની વાત કરીએ તો, તાજેતરમાં જ તેની ફિલ્મ 'મિલી' થિયેટરોમાં રિલીઝ થઈ હતી જેમાં તે સની કૌશલ સાથે જોવા મળી હતી.
    Published by:Bansari Gohel
    First published:

    Tags: Bollywood actress, Bollywood Latest News, Jahnvi Kapoor, Jhanvi kapoor

    विज्ञापन
    विज्ञापन