મા શ્રીદેવીનાં મોત પર જાહ્નવીનું ચોકાવનારું નિવેદન

News18 Gujarati
Updated: July 26, 2018, 11:01 AM IST
મા શ્રીદેવીનાં મોત પર જાહ્નવીનું ચોકાવનારું નિવેદન
ફેબ્રુઆરીમાં શ્રીદેવીનાં મોત બાદ તેમનાં પરિવારને ઘણાં કપરાં સમયમાંથી પસાર થવું પડ્યું છે ખાસ કરીને દીકરી જાહ્નવી અને ખુશીને

ફેબ્રુઆરીમાં શ્રીદેવીનાં મોત બાદ તેમનાં પરિવારને ઘણાં કપરાં સમયમાંથી પસાર થવું પડ્યું છે ખાસ કરીને દીકરી જાહ્નવી અને ખુશીને

  • Share this:
મુંબઇ: બોની કૂપર અને દિવંગત એક્ટ્રેસ શ્રીદેવીની દીકરી જાહ્નવી કપૂર બોલિવૂડમાં ડેબ્યૂ કરી ચૂકી છે. શશાંક ખૈતાનનાં ડિરેક્શનમાં તેની પહેલી ફિલ્મ 'ધડક' રિલીઝ થઇ ચૂકી છે અને લોકો તેને પસંદ પણ કરી રહ્યાં છે. આ ફિલ્મ મરાઠી ફિલ્મ 'સૈરાટ'નું એડપ્શન છે. જેમાં તેનો કો-સ્ટાર ઇશાન ખટ્ટર છે. લોકોને ઇશાન-જાહ્નવીની જોડી પસંદ પડી રહી છે. ફિલ્મનાં રિવ્યું પણ સારા છે. પણ ફિલ્મની શૂટિંગ એટલી આસાન ન હતી.

ફેબ્રુઆરીમાં શ્રીદેવીનાં મોત બાદ તેમનાં પરિવારને ઘણાં કપરાં સમયમાંથી પસાર થવું પડ્યું છે. ખાસ કરીને દીકરી જાહ્નવી અને ખુશીને. જાહ્નવીએ ઘણી વખત કબુલ્યુ છે કે ફિલ્મનાં શૂટિંગને કારણે તેને આ દુખથી ડાયવર્ટ થવામાં સહેલાઇ રહી.

ફિલ્મ રિલીઝ થયા બાદ તેણે ખુલીને વાત પણ કરી. હાલમાં જ તેણે એક ઇન્ટરવ્યુંમાં કહ્યું કે, 'મને આજે પણ આ વાત પર વિશ્વાસ નથી થતો. હવે ખબર નહીં મને સમય નથી મળ્યો કે મે મારી જાતને સમય આપ્યો નહીં. અમે કોઇ આ વાતને માનવા માટે તૈયાર નથી કે મા અમારી વચ્ચે હવે નથી.'

જાહ્નવીએ વધુમાં જણાવ્યું હતું કે, 'હું આગલા દિવસે (અંતિમ સંસ્કારનાં) જ શૂટ પર જવા ઇચ્છતી હતી. પણ શૂટ કેન્સલ થઇ ગયુ હતું.' જાહ્નવીએ તેમ પણ કહ્યું કે, જો હું કામ પર પરત ન ફરતી તો કદાચ મારું માનસિક સંતુલન ખોઇ દેતી. તે કહે છે કે, 'સાચુ કહું છુ જો ધડક ન હોતી અને મે એક્ટિંગ શરૂ ન કરી હોત તો મારું જીવનમાં આગળ વધવાનો કોઇ જ ઉદ્દેશ જ ન રહેતો.'

 
First published: July 26, 2018
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading