હોસ્પિટલમાં દાખલ છે ARJUN KAPOORની બહેન અંશુલા, જોવા પહોંચી JANHVI KAPOOR

હોસ્પિટલમાં દાખલ છે ARJUN KAPOORની બહેન અંશુલા, જોવા પહોંચી JANHVI KAPOOR
PHOTO: Instagram

વ્હાઇટ ટીશર્ટ, ટ્રેક પહેરીને હાથમાં ફાઇલ્સ લઇ જાહ્નવીની તસવીર સામે આવી હતી. ત્યારે ફેન્સને તેની ચિંતા થવા લાગી હતી. જાહ્નવી કપૂરે બાદમાં તેનાં પિતા બોની કપૂરનીપણ ઝલક જોવા મળી હતી. જે અંશુલાને જોવા હોસ્પિટલ પહોચ્યા હતાં

 • Share this:
  એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: બોલિવૂડ એક્ટ્રેસ જાહ્નવી કપૂર (Janhvi Kapoor) લોકોની વચ્ચે ઘણી જ પોપ્યુલર થઇ ગઇ છે. આ કારણે જ તે જ્યાં પણ જાય છે તેની તસવીરો કેમેરામાં કેદ થઇ જાય છે. પણ હાલમાં જ્યારે તે મુંબઇની હિન્દુજા હોસ્પિટલમાં ગઇ હતી તો ફેન્સને તેની ચિંતા થવા લાગી હતી. જોકે, તે અહીં અર્જુન કપૂરની (Arjun Kapoor) બહેન અને નિર્માતા બોની કપૂરની દીકરી (Bony Kapoor)ની દીકરી અને તેની સાવકી બહેન અંશુલા કપૂર (Anshula Kapoor)ને ગત શનિવારે 5 જૂનનનાં મોડી રાત્ર હોસ્પિટલમાં દાખલ કરી કતી. હાલમાં પણ તે મુંબઇની હિન્દુજા હોસ્પિટલમાં દાખલ છે. જાહ્નવી જ્યારે હોસ્પિટલ પહોંચી તો પેપરાઝીએ તેને કેમેરામાં કેદ કરી લીધી હતી. આ દરમિયાન જાહ્નવી તેની રેન્જ રોવર કાર માથી ઉતરી ખુબજ જલ્દીમાં નજર આવી હતી.

  વ્હાઇટ ટીશર્ટ, ટ્રેક પહેરીને હાથમાં ફાઇલ્સ લઇ જાહ્નવીની તસવીર સામે આવી હતી. ત્યારે ફેન્સને તેની ચિંતા થવા લાગી હતી. જાહ્નવી કપૂરે બાદમાં તેનાં પિતા બોની કપૂરનીપણ ઝલક જોવા મળી હતી. જે અંશુલાને જોવા હોસ્પિટલ પહોચ્યા હતાં. આપને જણાવી દઇએ કે, બોલિવૂડનાં દિગ્ગજ એક્ટર દિલીપ કુમાર પણ હાલમાં આ જ હોસ્પિટલમાં દાખલ છે. તેઓ ઓક્સીજનનાં સપોર્ટ પર છે અને તેમની હાલત સ્થિર છે.

  આપને જણાવી દઇએ કે, અંશુલા કપૂરની તબિયત સારી છે. તેને તેનું બ્લડ પ્રેશર અને શુગર લેવલ ચેક કરાવવું હતું. આ એક નિયમિત ચેકઅપ છે. અને આજકાલમાં તેને રજા મળી જશે.

  મહામારીનાં આ સમયમાં અંશુલા કપૂરે તેનાં ફેન કાઇન્ડ ફાઉન્ડેશનાં માધ્યમથી ગત દિવસોમાં જરુરિયાતમંદોની મદદ કરી હતી. આ પહલમાં તેનાં ભાઇ અર્જુન કપૂરે તેને સાથ આપ્યો હતો.
  Published by:Margi Pandya
  First published:Invalid date

  ટૉપ ન્યૂઝ