Home /News /entertainment /Video: નવા બોયફ્રેન્ડ સાથે પાર્ટીમાં પહોંચી જ્હાન્વી કપૂર, કેમેરા જોતા જ શરમથી થઇ ગઇ લાલ
Video: નવા બોયફ્રેન્ડ સાથે પાર્ટીમાં પહોંચી જ્હાન્વી કપૂર, કેમેરા જોતા જ શરમથી થઇ ગઇ લાલ
પાપારાઝીને જોઇને જ્હાન્વી મોઢુ છુપાવતી જોવા મળી
જ્હાન્વી કપૂર (Janhvi Kapoor) આજકાલ પોતાના રૂમર્ડ બોયફ્રેન્ડ શિખર પહાડિયા સાથે ઘણો સમય પસાર કરી રહી છે. થોડા દિવસો પહેલાં જ બંનેને પાર્ટીમાં એક સાથે સ્પોટ કરવામાં આવ્યા હતા. તેવામાં હવે જ્હાન્વી કપૂર શિખર પહાડિયા સાથે રિયા કપૂરની બર્થ ડે પાર્ટી અટેન્ડ કરવા પહોંચી હતી. જ્હાન્વીને પાપારાઝીએ જોઇ તો તે શરમાઇને પોતાનું મોઢુ છુપાવવા લાગી હતી.
જ્હાન્વી કપૂર (Janhvi Kapoor)ની પર્સનલ લાઇફ પાછલા ઘણા સમયથી ફેન્સનું ધ્યાન આકર્ષી રહી છે. હકીકતમાં તે અલગ અલગ ઇવેન્ટ્સમાં ઘણી વખત તેના રૂમર્ડ બોયફ્રેન્ડ શિખર પહાડિયા સાથે સ્પોટ થઇ છે. હવે તેને પાપારાઝીઓએ રિયા કપૂરની બર્થ ડે પાર્ટીમાંથી બહાર આવતા સ્પોટ કરી હતી. તેમાં ખાસ વાત એ હતી કે તે તેના રૂમર્ડ બોયફ્રેન્ડ સાથે જોવા મળી હતી.
શિખર પહાડિયા રેન્જ રોવર કાર ડ્રાઇવ કરી રહ્યો હતો, જ્યારે જ્હાન્વી તેની બાજુમાં આરામથી બેઠી હતી. પાપારાઝીને જોઇને જ્હાન્વી મોઢુ છુપાવતી જોવા મળી હતી. પાપારાઝીઓની નજરમાં આવ્યા બાદ બંને એકબીજા તરફ જોવા લાગે છે. જ્હાન્વી હસતી જોવા મળી હતી, જ્યારે શિખર સહજ દેખાવાનો પ્રયાસ કરી રહ્યો હતો.
રિયા કપૂરની બર્થડે પાર્ટીમાં સૌકૌઇની નજર જ્હાન્વી પર અટકી ગઇ
રિયા કપૂરે તેના બર્થ ડે પર એક શાનદાર પાર્ટીનું આયોજન કર્યું હતું. કપૂર પરિવારના ઘણા લોકો ત્યાં પહોંચ્યા હતા. જેમાં અર્જુન કપૂર, મલાઈકા અરોરા, ખુશી કપૂર, અંશુલા કપૂર, હર્ષવર્ધન કપૂર, મોહિત મારવાહ જેવા લોકો સામેલ છે.
બધાની નજર જ્હાન્વી કપૂર અને તેના બોયફ્રેન્ડ પર ટકેલી હતી. બંને એક જ કારમાં આવ્યા હતા. આ દરમિયાન જ્હાન્વી કપૂર શરમાતી જોવા હતી. જાહ્નવી કપૂરે વ્હાઇટ સ્વેટ શર્ટ અને કેઝ્યુઅલ પેન્ટ પહેર્યું હતું.
જણાવી દઇએ કે શિખર પહાડિયા પોલીટિકલ ફેમિલી બેકગ્રાઉન્ડ ધરાવે છે. મીડિયા રિપોર્ટ અનુસાર, મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી સુશીલ કુમાર શિંદે તેના ગ્રાન્ડફાધર છે. જ્હાન્વી કપૂર છેલ્લે ફિલ્મ 'મિલી'માં જોવા મળી હતી. હવે તે 'બવાલ'માં વરુણ ધવન અને રાજકુમાર રાવ સાથે 'મિસ્ટર મિસેસ માહી'માં જોવા મળશે.
Published by:Bansari Gohel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર