ન્યૂઝ18 ગુજરાતી: કોઈ પણ વસ્તુની લત સારી વાત નથી. બોલિવૂડ અભિનત્રી જાહન્વી કપૂરને પણ એક લત પડી ગઈ છે. પુત્રીની આ લતથી પિતા બોનૂ કપૂર ખૂબ પરેશાન છે. આ લતથી પીછો છોડાવવા માટે આજકાલ તેઓ તેને ન્યૂઝ પેપરના અલગ અલગ કટિંગ મોકલી રહ્યા છે. આ વાતનો ખુલાસો બીજા કોઈએ નહીં પરંતુ ખુદ જાહન્વી કપૂરે કર્યો છે. જાહન્વી કપૂરે ઈન્ટાગ્રામ પર તેના પિતા સાથે થયેલી વાતચીતનો સ્ક્રિન શોટ શેર કર્યો છે.
આ સ્ક્રિન શોટમાં જોઈ શકાય છે કે બોની કપૂરે જાહન્વીને એક પેપરનું કટિંગ મોકલ્યું છે. જેના પર લખ્યું છે 'શું તમને કસરત કરવાની લત છે. વધારે કસરત કરવી તમારા સ્વાસ્થ્ય માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે.' પિતાના આવા સ્ક્રિન શોટના જવાબમાં જાહન્વીએ છોકરીના માથે હાથ રાખતી ઇમોજી મોકલી છે.
પિતા અને પુત્રીની ચેટિંગથી એક વાત સ્પષ્ટ છે કે બંને અવાર નવાર આ મુદ્દા પર વાતચીત કરતા રહે છે. કંઈ પણ કહો પરંતુ જાહન્વીનો જીમ લૂક સોશિયલ મીડિયા પર છવાયેલો રહે છે. જાહન્વી અનેક વખત મલાઇક અરોરા સાથે પણ વર્કઆઉટ કરતી નજરે પડે છે. તાજેતરમાં જ તે પોતાની નાની બહેન ખુશી સાથે બ્રિટનમાં રજા માણીને પરત ફરી છે. ફિલ્મના પ્રોજેક્ટની વાત કરીએ તો હાલ તેની પાસે 'તખ્ત' ફિલ્મ છે. આ ફિલ્મનું શૂટિંગ માર્ચ મહિનામાં શરૂ થશે.
તસવીરો જુઓઃ બ્રિટનમાં વેકેશન માણી પરત ફરી જાહન્વી
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર