Jahnavi Kapoor white saree Latest photoshoot: બોલીવુડની ખૂબસૂરત એક્ટ્રેસ જ્હાન્વી કપૂરે (Jahnavi Kapoor) ઇન્સ્ટાગ્રામ પર કેટલીક એવી તસવીરો શેર કરી છે, જેને પહેલી નજરમાં જોતા જ તમને વર્ષે પહેલી રિલિઝ થયેલી ફિલ્મ 'રામ તેરી ગંગા મૈલી'ની (Ram Teri Ganga Maili) મંદાકિનીની (Mandakani) જ યાદ આવી જશે.
1985માં આવેલી ફિલ્મ 'રામ તેરી ગંગા મૈલી' (Ram Teri Ganga Maili)ની રિલીઝે તે જમાનામાં હંગામો મચાવી દીધો હતો. આ ફિલ્મ હિટ રહી હતી, પરંતુ તેના એક સોન્ગમાં સફેદ સાડી પહેરી ઝરણા નીચે નહાતી મંદાકિનીની (Mandakani) બોલ્ડનેસે એ જમાનામાં તહેલકો મચાવી દીધો હતો. સાથે જ દિગ્દર્શક રાજ કપૂરે જે સુંદરતા સાથે મંદાકનીને કેમેરામાં કંડારી હતી તે આજે પણ યાદ કરવામાં આવે છે.
શનિવારે, એક્ટ્રેસ જાહ્નવી કપૂરે તેના ઇન્સ્ટાગ્રામ પર તેની કેટલીક એવી તસવીરો શેર કરી, જે તમને પહેલી નજરમાં વર્ષો જૂની મંદાકિનીની યાદ અપાવી દેશે.
જ્હાન્વી કપૂરે શનિવારે સાંજે તેના ઇન્સ્ટાગ્રામ પર આ તસવીરો શેર કરી હતી. જો કે તેણે આ તસવીરોને કોઈ કેપ્શન નથી આપ્યું, પરંતુ આ તસવીરો પોતાનામાં એક સ્ટોરી વ્યક્ત કરી જાય છે. સફેદ સાડી પહેરીને પાણીમાં ઉતરતી 25 વર્ષની જ્હાન્વી કપૂર ખૂબ જ સુંદર લાગી રહી છે. આ સાથે ગોલ્ડન બોર્ડરવાળી આ સાડી જ્હાન્વીના સાઉથ ઈન્ડિયન લુકને ચાર ચાંદ રહી છે.
તેના ફેન્સ અને તેના મિત્રો આ તસવીરો પર જોરદાર કોમેન્ટ કરી રહ્યા છે. જ્હાન્વીના ફ્રેન્ડ ઓરીએ પણ આ તસવીર પર કોમેન્ટ કરી છે. જ્યાં ઓરીએ જ્હાન્વીના આ લુકના વખાણ કર્યા છે, ત્યારે ઘણા ફેન્સ તેના આ અવતારથી સાઉથ ઇન્ડિયન એક્ટ્રેસની યાદ આવવાની વાત કરી રહ્યા છે.
મંદાકિનીની વાત કરીએ તો તેને ફિલ્મ 'રામ તેરી ગંગા મૈલી' માટે યાદ કરવામાં આવે છે. આ ફિલ્મના એક ગીત 'તુઝે બુલાયે યે મેરી બાહેં...'માં તે સફેદ સાડી પહેરીને ઝરણા નીચે ન્હાતી જોવા મળી હતી. આ ફિલ્મ તે સમયે ઘણી ચર્ચામાં આવી હતી.
ફિલ્મ 'રામ તેરી ગંગા મૈલી' 1985માં રિલીઝ થઈ હતી
જ્હાન્વી કપૂર ગયા વર્ષે તેની ફિલ્મ 'મિલી'ને લઈને ઘણી ચર્ચામાં હતી. આ ફિલ્મમાં જ્હાન્વીની એક્ટિંગના વખાણ થયા હતા. 'ગુડ લક જેરી' અને 'મિલી' જેવી ફિલ્મોમાં જ્યાં સ્ક્રીન પર ઓછા ગ્લેમરસ અવતારમાં જોવા મળે છે, તો બીજી તરફ જ્હાન્વી તેના સોશિયલ મીડિયા પર ખૂબ જ હોટ લુકમાં જોવા મળી છે.
Published by:Bansari Gohel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર