Home /News /entertainment /

Koffee With Karan Season 7: પૂર્વ CM સુશીલ કુમાર શિંદેના દૌહિત્રને ડેટ કરી ચૂકી છે સારા અને જ્હાન્વી

Koffee With Karan Season 7: પૂર્વ CM સુશીલ કુમાર શિંદેના દૌહિત્રને ડેટ કરી ચૂકી છે સારા અને જ્હાન્વી

સારા અને જ્હાન્વી પૂર્વ સીએમ સુશિલ કુમાર શિંદે દૌહિત્રોને ડેટ કરી ચૂકી છે

જ્હાન્વી કપૂર અને સારા અલી ખાન બે સગા ભાઈઓને ડેટ કરી ચૂકી છે. આ બંને ભાઈ એક અમીર અને રાજનીતિક પરિવારમાંથી આવે છે. નાના મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી સુશીલ કુમાર શિંદે છે. તેમના પિતા સંજય પહારિયા છે, જે બિઝનેસમેન છે.

    કોફી વિથ કરણ 7નો બીજો એપિસોડ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે. આ એપિસોડમાં બોલિવૂડની યંગ ડીવા સારા અલી ખાન અને જ્હાન્વી કપૂરે ઘણી મસ્તી કરી છે. આ એપિસોડ દરમિયાન બંને મિત્રોએ પોતાની પહેલી મુલાકાત વિશે પણ જણાવ્યું. સાથે બંનેએ પર્સનલ લાઈફ અને ટ્રાવેલ વિશે પણ વાત કરી.

    જ્હાન્વી-સારા બે સગા ભાઈઓને ડેટ કરી ચૂકી છે

    જ્હાન્વી કપૂર અને સારા અલી ખાન બેસ્ટ ફ્રેન્ડ્સ છે. બંને સાથે બે ટ્રિપ પર પણ ગઈ છે. પોતાના શોમાં કરણ જોહરે ખુલાસો કર્યો કે, બંને એક્ટ્રેસિસ 2 ભાઈઓને ડેટ કરી ચૂકી છે. કરણે કહ્યું કે, કોવિડ પહેલાની વાત છે કે, મને નથી ખબર કે આજે તમારી મિત્રતા કયા લેવલ પર છે, પરંતુ તમે બંનેએ ભૂતકાળમાં 2 ભાઈઓને ડેટ કર્યા છે. આપણા ત્રણ વચ્ચે જે પણ બોન્ડ છે તે એટલા માટે છે કેમ કે તે બંને યુવક મારી જ બિલ્ડિંગમાં રહેતા હતા. કરણની વાત સાંભળી સારા અને જ્હાન્વી આશ્ચર્યચકિત થઈ ગઈ હતી.

    સોશિયલ મીડિયા પર જ્હાન્વી કપૂર અને સારા અલી ખાનની પહારિયા બ્રધર્સની સાથે ફોટોઝ વાઈરલ થઈ ગઈ છે. વીર પહારિયાને સારા ડેટ કરી રહી હતી, જ્યારે જ્હાન્વી શિખર પહારિયાની સાથે રિલેશનશિપમાં હતી. જો કે બંને એક્ટ્રેસિસે ક્યારેય આ વિશે મગનું નામ મરી નથી પાડ્યું.








    View this post on Instagram






    A post shared by veersara (@veerandsara)






    આ બંને ભાઈ એક અમીર અને રાજનીતિક પરિવારમાંથી આવે છે. તેમના નાના મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી સુશીલ કુમાર શિંદે છે. તેમના પિતા સંજય પહારિયા છે, જે બિઝનેસમેન છે. તેમની માતાનું નામ સ્મૃતિ પહારિયા છે જે સુશીલ કુમાર શિંદેની દીકરી છે, જેમને 2008માં સંજય પહારિયાની સાથે છૂટાછેડા લઈ લીધા હતા.

    વીરની ઉંમર 28 વર્ષ છે અને તેણે દુબઈમાં પોતાનો અભ્યાસ પૂરો કર્યો છે. શિખરની ઉંમર 23 છે. વીર લાઈમલાઈટમાં ત્યારે આવ્યો હતો જ્યારે સારાએ ઈન્સ્ટાગ્રામ પર વીરને બોયફ્રેન્ડ તરીકે ટેગ કર્યો હતો. જો કે અત્યારે સારાએ અત્યારે આ પોસ્ટને ડિલીટ કરી દીધી છે. તે સિવાય શિખર પહારિયાએ પોતાનો અભ્યાસ ધીરુભાઈ અંબાણી ઈન્ટરનેશનલ સ્કૂલ અને બોમ્બે સ્કોટિશિ સ્કૂલમાંથી કર્યો છે. તેના પછી તેણે લંડનમાં આગળનો અભ્યાસ પૂરો કર્યો. બંને ભાઈઓએ વર્ષ 2018માં ઈન્ડિયા વિન, એક ગેમિંગ અને એન્ટરટેઈનમેન્ટ બિઝનેસ શરૂ કર્યો હતો. બંનેનું બાળપણ મોટાભાગે દિલ્હીમાં વિતવ્યું છે કેમ કે તેમની માતાએ છૂટાછેડા લીધા પછી પોતાના પિતા ઘરે દિલ્હી જતી રહી હતી.

    આ ફિલ્મોમાં જોવા મળશે એક્ટ્રેસિસ

    વર્ક ફ્રન્ટની વાત કરીએ તો જ્હાન્વી કપૂર પોતાની ફિલ્મ ગુડ લક જેરીની રિલીઝની રાહ જોઈ રહી છે. તેમજ સારા અલી ખાન વિક્રાંત મેસીની સાથે ગેસલાઈટ અને વિકી કૌશલની સાથે ડાયરેક્ટર લક્ષ્મણ ઉતેકરની ફિલ્મમાં જોવા મળશે.
    Published by:Priyanka Panchal
    First published:

    Tags: Sara ali khan

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन