Home /News /entertainment /'જ્યારે શ્રીદેવીને ઈટલીમાં અજાણ્યા છોકરાએ માર્યો લાફો...' જાહ્નવી કપૂરે કર્યા આશ્ચર્યજનક ખુલાસા!

'જ્યારે શ્રીદેવીને ઈટલીમાં અજાણ્યા છોકરાએ માર્યો લાફો...' જાહ્નવી કપૂરે કર્યા આશ્ચર્યજનક ખુલાસા!

ફાઇલ ફોટો

જાહ્નવી કપૂરે આ દિવસોમાં પોતાની હાલમાં રિલીઝ થયેલી ફિલ્મ મિલીને લઈને ખૂબ જ ચર્ચામાં રહી છે. તે હંમેશા પોતાના ઈન્ટરવ્યુમાં પોતાની દિવંગત માતા શ્રીદેવી વિશે અમુક રસપ્રદ વાતો શેર કરતી રહે છે. ત્યારે પોતાની માતાને લઈને જે ખુલાસો કર્યો છે તે ખૂબ જ આશ્ચર્યજનક છે.

વધુ જુઓ ...
  મુંબઈઃ જાહ્નવી કપૂર પોતાની હમણા જ રિલીઝ થયેલી ફિલ્મના કારણે ચર્ચાનો વિષય બનેલી છે. આ ફિલ્મમાં દર્શકોને જાહ્નવીની એક્ટિંગ ખૂબ જ પસંદ આવી રહી છે. આવનારા દિવસોમાં જાહ્નવ બીજી પણ ઘણી ફિલ્મોમાં જોવા મળશે. આ પહેલા જાહ્નવી કપૂરે તેની માતા શ્રીદેવી અને પિતા બોની કપૂર સાથે જોડાયેલી અમુક ઘટના વિશે ખુલાસા કર્યા છે. જેને જાણ્યા બાદ દરેક લોકોને એક ઝટકો લાગ્યો છે. શ્રીદેવી સાથે જોડાયેલી આ ઘટના ઈટલીની છે.

  હકીકતમાં, Vogueની સાથે ઈન્ટરવ્યુ દરમિયાન જાહ્નવી કપૂરે ખુલાસો કર્યો છે કે તેણીની માતા શ્રીદેવી એકવાર ફરી પોતાના ચેન્નાઈના ઘર માટે ફર્નીચરની ખરીદી કરવા માટે ઈટલી ગઈ હતી. ત્યારે એક ઈટાલિયન છોકરાએ શ્રીદેવી પર હાથ ઉપાડ્યો હતો. તે વખતે શ્રીદેવીને કંઈ સમજ ના પડી કે તેણી તે સમયે શું કરે. તે શૉક્ડ હતી. જાહ્નવીએ આગળ જણાવ્યુ કે શ્રીદેવી તે સમયે દોસ્તની સાથે યાત્રા કર રહી હતી અને છોકરાના આ વ્યવહારથી આશ્ચર્યચકિત હતી.

  આ પણ વાંચોઃ Alia Bhatt Daughter Name: આલિયા ભટ્ટ-રણબીર કપૂરે દીકરીનું નામ કરી દીધું ફાઇનલ! આ ખાસ વ્યક્તિ સાથે છે કનેક્શન

  લાલપીળા થઈ ગયા બોની કપૂર


  ત્યારબાદ શ્રીદેવીની સાથે મિત્રોએ બોની કપૂરે કૉલ કરીને પૂરી ઘટનાની વિશે જાણકારી આપી હતી. બોની પણ આ વાતને સાંભળીને ચોંકી ગયા હતાં અને એટલા લાલપીળા થઈ ગયા હતાં. તે સમયે બોની કપૂર મુંબઈમાં હતાં. એવામાં તકે બંને દીકરીઓ જાહ્નવી અને ખુશીને મુકીને ફ્લાઇટથઈ તરત જ શ્રીદેવીની પાસે ઈટલી પહોંચી ગયા હતાં.

  ચેન્નાઈવાળા ઘર સાથે જોડાયેલી યાદો કરી શેર


  જાહ્નવીએ આગળ પોતાના ચેન્નાઈવાળા ઘર વિશે જણાવતા કહ્યુ, "મને લાગે છે કે મારા મમ્મી-પપ્પાની મને સૌથી વધારે પસંદ તસવીરો મારા જન્મ પહેલાની છે. તમે તેમની શરુઆતની યાત્રા, તેમની બોન્ડિંગ જોઈ શકો છો." ઉલ્લેખનીય છે કે, ફેબ્રુઆરી, 2018માં દુબઈમાં શંકાસ્પદ પરિસ્થિતીમાં મોત થઈ ગઈ હતી.

  આ પણ વાંચોઃ બોલિવૂડમાં ફ્લોપ થતાં 'મિસ વર્લ્ડ'એ પકડ્યો સાઉથનો રસ્તો, આ એક્ટર સાથે જોવા મળશે માનુષી

  જાહ્નવી કપૂરની આવનારી ફિલ્મો


  જાહ્નવી કપૂર ફિલ્મ મિલી બાદ હવે રાજકુમાર રાવની સાથે 'મિસ્ટર અને મિસેઝ માહી'માં જોવા મળશે. ત્યાર બાદ તે વરુણ ધવન સાથે ફિલ્મ બવાલમાં પણ જોવા મળશે. આ પહેલીવાર છે જ્યારે વરુણ, જ્હાન્વી સાથે સ્ક્રીન શેર કરશે.
  Published by:Hemal Vegda
  First published:

  Tags: Entertainment news, Jahnvi Kapoor, Shridevi, બોલીવુડ, મનોરંજન

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन