Home /News /entertainment /Video : જાહ્નવી કપૂર સાથે ફેને જાહેરમાં કરી આવી હરકત, સોશિયલ મીડિયા પર ભડક્યા લોકો

Video : જાહ્નવી કપૂર સાથે ફેને જાહેરમાં કરી આવી હરકત, સોશિયલ મીડિયા પર ભડક્યા લોકો

એક્ટ્રેસ ફેન સાથે પોઝ આપતી વખતે થોડી અસહજ દેખાઈ

જાહ્નવી કપૂરનો (Janhvi Kapoor)એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ (Viral Video) થઈ રહ્યો છે. વાયરલ વીડિયોમાં એક્ટ્રેસ ફેન સાથે પોઝ આપતી વખતે થોડી અસહજ દેખાઈ રહી છે.

  બોલિવૂડ એક્ટ્રેસ જાહ્નવી કપૂર (Janhvi Kapoor) આજકાલ જબરદસ્ત રીતે સમાચારોમાં છવાયેલી છે. જાહ્નવી હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની સૌથી વધુ ડિમાન્ડ ધરાવતી અભિનેત્રીઓમાંની એક બની ગઈ છે. ગત વર્ષે આ અભિનેત્રીએ અનેક ધમાકેદાર પર્ફોમન્સ આપ્યા હતા, જેના કારણે તેના જોરદાર વખાણ પણ થયા હતા.

  ફિલ્મો ઉપરાંત જાહ્નવી પોતાના સ્ટાઈલ અને ગ્લેમરસ અંદાજ માટે પણ જાણીતી છે. સોશિયલ મીડિયા પર જાહ્નવી કપૂરના ફોટા અને વિડીયો આવતા જ વાયરલ થઈ જાય છે. આ બધાની વચ્ચે હવે ફરી એકવાર અભિનેત્રીનો આવો જ એક વિડીયો જોરશોરથી શેર કરવામાં આવી રહ્યો છે. જો કે આ વખતે જાહ્નવી આ વિડીયોમાં થોડી અનકમ્ફર્ટેબલ દેખાઈ રહી હતી.

  આ પણ વાંચો :  Namrata Mallaના ડાન્સ મૂવ્સ દિલમાં ઉતરી જશે, 'જિગરમાં બડી આગ હૈ'નો Video જોઈ ફેન્સ થયા મદહોશ

  શું છે સમગ્ર મામલો?


  તાજેતરમાં જ અભિનેત્રી જાહ્નવીને જીમની બહાર સ્પોટ કરવામાં આવી હતી. આ દરમિયાન દર વખતની જેમ આ વખતે પણ પૈપારાઝીએ તેમને ઘેરી લીધા હતા. અભિનેત્રી ત્યાં જ પોઝ આપી રહી હતી કે અચાનક એક વ્યક્તિ ભીડમાંથી બહાર આવ્યો અને જાહ્નવીની નજીક તેના ફોટોઝ ક્લિક કરવા લાગ્યો. અહીં, જાહ્નવી થોડી અસહજ થઈ જાય છે, જ્યારે તે વ્યક્તિની તેની આટલી નજીક હતો ત્યારે તે તેનાથી દૂર રહેવા પાછળ મૂકેલા કુંડાને પકડી લે છે.
  વિડીયોને જોઈને સ્પષ્ટ કહી શકાય કે જાહ્નવીને આ સારું નથી લાગી રહ્યું. આ જ કારણ હતું કે આ પછી તે સહેજ પણ રોકાયા વિના પોતાની કારમાં બેસીને ત્યાંથી નીકળી ગઈ હતી.

  આ પણ વાંચો :  Dipika Chikhlia: 'રામાયણ'ની સીતાએ કેમેરા સામે જ બદલી નાંખ્યા કપડા, આ અંદાજ જોઇને લોકો ચોંક્યા

  હવે આ વિડીયો સામે આવ્યા બાદ યૂઝર્સ તેના પર અલગ અલગ રિએક્શન આપી રહ્યા છે. આ વિડીયો પર કમેન્ટ કરતા એક યુઝરે લખ્યું કે, 'ફોટોના કારણે કોઈ છોકરીને અનકમ્ફર્ટેબલ ન કરો', તો બીજાએ લખ્યું કે, 'જો કોઈ પણ અજાણ્યો વ્યક્તિ તેની આટલી નજીક આવી જશે તો કોઈ પણ છોકરી અનકમ્ફર્ટેબલ થશે જ. ફેન્સને ફોટો લેતી વખતે એ પણ ખબર હોવી જોઈએ કે તેઓ ક્યાં સુધી જઈ રહ્યા છે.

  આ તમામ વચ્ચે કેટલાક લોકો એક્ટ્રેસને ટ્રોલ કરતા પણ નજરે પડ્યા. આમાં જ એક યૂઝર લખ્યું કે, 'તે એટલો નજીક પણ નથી ગયો જેટલું તે રિએક્ટ કરી રહી છે. અન્ય એક યુઝરે લખ્યું, "જ્યારે તેઓ એક્ટર્સની નજીક જઈ શકે છે, તો શા માટે તેઓ તેમના ફેન્સની નજીક નથી આવી શકતા, જેમણે તેમને બનાવ્યા છે. મને આ માણસ માટે ખરાબ લાગે છે."  વર્ક ફ્રન્ટની વાત કરીએ તો જાન્હવી કપૂર પોતાની આગામી ફિલ્મ મિસ્ટર એન્ડ મિસિસ માહી (Mr. And Mrs. Mahi)ની તૈયારી કરી રહી છે. આ ફિલ્મમાં જાહ્નવી એક મહિલા ક્રિકેટરના રોલમાં જોવા મળવાની છે. આ ઉપરાંત અભિનેત્રી નિતેશના નિર્દેશનમાં બની રહેલી ફિલ્મ 'બવાલ' માં જોવા મળશે.
  First published:

  Tags: Jahnvi Kapoor, Janhvi Kapoor, Janhvi Kapoor bold photos, Janhvi kapoor hot photo, Janhvi Kapoor latest photos

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन