Home /News /entertainment /Mili Teaser: જાહ્નવી કપૂરની ફિલ્મ 'મિલી'નો ફર્સ્ટ લુક અને ટીઝર થયું રિલીઝ, ફેન્સને તેના પાત્ર વિશે આપી જાણકારી
Mili Teaser: જાહ્નવી કપૂરની ફિલ્મ 'મિલી'નો ફર્સ્ટ લુક અને ટીઝર થયું રિલીઝ, ફેન્સને તેના પાત્ર વિશે આપી જાણકારી
ફોટોઃ @janhvikapoor
જાહ્નવી કપૂરની આવનારી ફિલ્મ 'મિલી'નું ટિઝર અને પોસ્ટર થયું રિલીઝ. જાહ્નવીએ તેના સોશિયલ મીડિયા પર ફિલ્મમાં તેના પાત્રથી લઈને રિલીઝ ડેટ સુધીની આપી માહિતી.
મુંબઈઃ જાહ્નવી કપૂરે તેની આવનારી ફિલ્મ 'મિલી'નો પહેલો લુક અને ટિઝર શેર કરીને યુઝરને તેના પાત્ર સાથે પરિચય કરાવ્યો છે. તેની સાથે જ તેણે ફિલ્મના ઘણાં પોસ્ટર શેર કરીને લોકોની સામે તેની રિલીઝ ડેટની પણ જાહેરાત કરી દીધી છે. જણાવી દઈએ કે આ ફિલ્મ તેના પિતા બોની કપૂર પ્રોડ્યૂસ કરી રહ્યા છે અને આ પહેલીવાર છે જ્યારે બંને કોઈ પ્રોજેક્ટ પર સાથે કામ કરી રહ્યા છે. આ ફિલ્મ 4 નવેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થવા માટે સંપૂર્ણરીતે તૈયાર છે.
જણાવી દઈએ કે, આ ફિલ્મને મુથુકુટ્ટી જેવિયર નિર્દેશિત કરી રહ્યા છે. આ ફિલ્મ મલયાલમ ફિલ્મ 'હેલેન'ની રીમેક છે. આ ફિલ્મમાં જાહ્નવી સિવાય સની કૌશલ અને મનોજ પાહવા પણ છે. ફેન્સ ફિલ્મ વિશે વધારે અપડેટની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતાં અને હવે જાહ્નવીએ મિલીનો ફર્સ્ટ લુક પોસ્ટર શેર કરીને તેના ચાહકોને ખુશ કરી દીધાં છે.
જાહ્નવી કપૂરે તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટર શેર કરીને કેપ્શનમાં લખ્યુ, '1 કલાકમાં બદલાવાની છે તેની જીંદગી...#mili.' ત્યારે બીજા પોસ્ટરને શેર કરતાં સમયે તેમણે ફક્ત મિલી લખ્યુ છે. વળી ટિઝર શેર કરીને તેણે જણાવ્યું કે કેવી રીતે ખુશમિજાઝ મિલીની જીંદગી એક પળમાં બદલાઈ જાય છે. ટિઝરમાં આ વાત ખૂબ સારી રીતે જોવા મળી રહી છે.
પહેલાં પોસ્ટરમાં જાહ્નવી વાસ્તવમાં ખુશમિજાજ અને ખુશ જોવા મળી રહી છે. પોસ્ટમાં તે એક બેગપેક લઈને જતી જોવા મળે છે. પોસ્ટરમાં તેનો લુક ખૂબ જ સિંપલ છે. તે નેવી બ્લૂ ટૉપ પહેરેલી અને વાળમાં પોનીટેલ સાથે જોવા મળે છે. બીજા પોસ્ટરમાં તે ડરેલી અને ખામોશ જોવા મળી રહી છે. ત્રીજા પોસ્ટરમાં તેના બંને લુકને ખૂબ સારી રીતે દર્શાવવામાં આવી રહ્યુ છે.
પહેલાં પોસ્ટરમાં જણાવવામાં આવી રહ્યુ છે કે જાહ્નવી ફિલ્મમાં એક નર્સની ભૂમિકા ભજવશે. તેમજ ફિલ્મમાં તેનાં રોલની સાથે તેનું નામ મિલી નૌદિયાલ, તેની ઉંમર અને તેનું ક્વોલિફિકેશનનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. બીજા પોસ્ટરમાં ફિલ્મની રિલીઝ ડેટની જાહેરાત કરવામાં આવી છે.
જાહ્નવી ફિલ્મ 'મિલી'ની પછી જલ્દી રાજકુમાર રાવની સાથે 'મિસ્ટર એન્ટ મિસેઝ માહી (Mr And Mrs Mahi)'માં જોવા મળશે. ત્યારબાદ તે વરુણ ધવનની સાથે ફિલ્મ 'બવાલ'માં જોવા મળશે. આ પહેલીવાર હશે જ્યારે પડદાં પર વરુણ ધવન સાથે જાહ્નવી જોવા મળશે.
Published by:Hemal Vegda
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર