VIDEO: 'આસમાન કી પરી' ગુંજન સક્સેના- ધ કારગિલ ગર્લનું જુઓ ટ્રેલર

News18 Gujarati
Updated: August 1, 2020, 11:23 AM IST
VIDEO: 'આસમાન કી પરી' ગુંજન સક્સેના- ધ કારગિલ ગર્લનું જુઓ ટ્રેલર
જાહ્નવી કપૂર (Janhvi Kapoor)ની ગુંજન સક્સેના- ધ કારગિલ ગર્લ (Gunjan Saxena: The Kargil Girl) ઓટીટી પ્લેટફર્મ પર રિલીઝ થશે. આ ફિલ્મ નેટફ્લિક્સ પર સ્ટ્રીમ કરવામાં આવશે.

જાહ્નવી કપૂર (Janhvi Kapoor)ની ગુંજન સક્સેના- ધ કારગિલ ગર્લ (Gunjan Saxena: The Kargil Girl) ઓટીટી પ્લેટફર્મ પર રિલીઝ થશે. આ ફિલ્મ નેટફ્લિક્સ પર સ્ટ્રીમ કરવામાં આવશે.

  • Share this:
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: બોલિવૂડ એક્ટ્રેસ જાહ્નવી કપૂર (Janhvi Kapoor)ની ફિલ્મ 'ગુંજન સક્સેના- ધ કારગિલ ગર્લ' (Gunjan Saxena: The Kargil Girl)માં નજર આવશે. ફિલ્મ રિલીઝ માટે તૈયાર છે. આ ફિલ્મ 13 માર્ચ 2020નાં સિનેમાઘરમાં રિલીઝ થવાની હતી. પણ કોરોનાને કારણે ફિલ્મ હવે 12 ઓગષ્ટનાં રોજ OTT પ્લેટફર્મ પર રિલીઝ થશે. ફિલ્મ નેટફ્લિક્સ (Netflix) પર રિલીઝ થવા જઇ રહી છે. ફિલ્મનું ટ્રેલર (Trailer) આજે એક ઓગષ્ટનાં રોજ રિલીઝ કવરામાં આવ્યું છે. ફિલ્મ નેટફ્લિક્સ (Netflix) પર રિલીઝ થશે. આ ફિલ્મ અંગે ઘણી જ વાતો થઇ રહી છે.

ફિલ્મ 'ગુંજન સક્સેના- ધ કારગિલ ગર્લ'ની કહાની એક એવી યુવતીની છે જે દુનિયાની સોચથી વિપરિત જઇને ફાઇટર પાયલટ બનવાનો નિર્ણય કરે છે. એટલું જ નહીં કારગિલ યુદ્ધ રમિાયન હેલિકોપ્ટર ઉડાવીને દુનિયા આગળ મિશાલ કાયમ કરે છે.

આ જુઓ ગુંજન સક્સેના- ધ કારગિલ ગર્લનું ટ્રેલર





ગુંજનનાં સપના પૂર્ણ કરવાં તેનાં પિતા તેની મદદ કરે છે પણ ટ્રેનિંગ અને તે બાદ એક મહિલા હોવાને કારણે તેને કઇ કઇ મુશ્કેલીઓમાંથી પસાર થવું પડે છે અને કેવી રીતે આ બધાની વચ્ચે તે તેનું સપનું તુટવાં દેતી નથી.

આ ફિલ્મ શરણ શર્માએ ડિરેક્ટ કરી છે. ધર્મા પ્રોડક્શનનાં બેનર હેઠળ આ ફિલ્મ બની છે જેમાં જાહ્નવી ઉપરાંત પંકજ ત્રિપાઠી લિડ રોલમાં છે. ફિલ્મમાં ઇન્ડિયન એરફોર્સ પાયલટ ગુંજન સક્સેનાની બાયોપિક છે. ગુંજન સક્સેનાએ 1999નાં યુદ્ધમાં લડાકુ વિમાન ચલાવનારી પહેલી મહિલા પાયલટ હતી.આપને જણાવી દઇએ કે, ગુંજન સક્સેના જાહ્નવી કપૂરની બીજી ફિલ્મ છે. આ પહેલાં તે 'ધડક' ફિલ્મમાં નજર આવી હતી. જેનાંથી તેણે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એન્ટ્રી કરી હતી. આ ફિલ્મમાં તેની સાથે ઇશાન ખટ્ટર હતો.
Published by: Margi Pandya
First published: August 1, 2020, 11:22 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading