મુંબઈ : ફિલ્મોના શોખીન લોકો માટે સારી વાત આવી છે. 'ગુલાબો સિતાબ', 'શકુંતલા દેવી' પછી હવે જાહન્વી કપૂરની ફિલ્મ 'ગુંજન સક્સેના - ધ કારિગલ ગર્લ' (Gunjan Saxena: The Kargil Girl) ડિજિટલ પ્લેટફોર્મ પર રિલીઝ થવાની છે. આ ફિલ્મ OTT પ્લેટફોર્મ (OTT Platform) નેટફ્લિક્સ પર રિલીઝ કરવામાં આવશે. કોરોના વાયરસને કારણે થિયેટર્સ પણ બંધ છે જેના કારણે કોઇ નવી ફિલ્મ રિલીઝ થઇ નથી રહી. સોશિયલ મીડિયા (Social Media) પર ફિલ્મનું એક પોસ્ટર શેર કરતા એક્ટ્રેસ જાહન્વી કપૂરે ફેન્સને આ જાણકારી આપી છે.
અમિતાભ બચ્ચન-આયુષ્માન ખુરાના સ્ટારર 'ગુલાબો સિતાબો' 12 જૂનના રોજ એમેઝોન પ્રાઈમ પર સ્ટ્રીમ થશે. વિદ્યા બાલનની 'શકુંતલા દેવી' પણ એમેઝોન પ્રાઈમ પર જ સ્ટ્રીમ થશે. જોકે, આ ફિલ્મની હજી સુધી રિલીઝ ડેટ ફાઈનલ કરવામાં આવી નથી.
'ગુંજન સક્સેના - ધ કારગિલ ગર્લ' જલદી આવી રહી છે'
જાહ્નવી કપૂરે પોતાના ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં લખ્યું કે 'ગુંજન સક્સેના - ધ કારગિલ ગર્લ' જલદી આવી રહી છે નેટફ્લિકસ પર.' તને જણાવી દઇએ કે 'ગુંજન સક્સેના ધ કારગિલ ગર્લ' ફિલ્મનું પોસ્ટર સામે આવી ગયું છે. જેમાં જાહ્નવી કપૂર એક પાયલોટના લુકમાં જોવા મળી હતી, આ ઉપરાંત અત્યારે જે જાહ્નવી કપૂરએ ફિલ્મનું પોસ્ટર શેર કર્યું છે તેમાં પણ પ્લેન ઉડાવતી જોવા મળી રહી છે.
આ પણ વાંચો - Bday Special : શિલ્પા શેટ્ટીના કારણે અક્ષણ કુમાર અને રવીના ટંડનનું થયું હતું બ્રેકઅપ?
કરન જોહરે જાહેરાત કરી
કરન જોહરે સોશિયલ મીડિયામાં ફિલ્મ રિલીઝને લઈ પોસ્ટ શેર કરી હતી. કરને કહ્યું હતું, 'ગુંજન સક્સેના - ધ કારગિલ ગર્લ' પ્રેરણાદાયી સાચી ઘટના પર આધારિત એક યુવતી તથા તેના સપનાની વાત છે. આ ફિલ્મ ટૂંક સમયમાં નેટફ્લિક્સ પર આવશે. આ સાથે જ કરને એક વીડિયો શેર કર્યો હતો. આ વીડિયોમાં ગુંજન બનેલી જાહન્વી પોતાની વાત કહેતી જોવા મળે છે.
કોણ છે ગુંજન સક્સેના?
કારગિલ યુદ્ધ સમયે ઘાયલ સૈનિકોને સુરક્ષિત સ્થળ પર લાવવાની કામગીરીમાં ગુંજન સક્સેનાએ મહત્ત્વનું યોગદાન આપ્યું હતું. 1999માં બે પાઈલટ ચિતા હેલિકોપ્ટર લઈને ઉડ્યા હતાં, તેમાંથી એક હેલિકોપ્ટર ગુંજને ઉડાવ્યું હતું. ગુંજન સક્સેના ઈન્ડિયન એરફોર્સના પહેલા મહિલા પાઈલટ હતા, જેમણે યુદ્ધ સમયે કામ કર્યું હતું. ગુંજન સક્સેનાને શૌર્ય ચક્રથી નવાજવામાં આવ્યા હતાં.
આ પણ જુઓ -