Home /News /entertainment /

શ્રીદેવીની પુત્રી જ્હાન્વીએ કંઇક આવી રીતે મનાવ્યો જન્મદિવસ, તસવીર VIRAL

શ્રીદેવીની પુત્રી જ્હાન્વીએ કંઇક આવી રીતે મનાવ્યો જન્મદિવસ, તસવીર VIRAL

વૃદ્ધાશ્રમમાં બર્થડે મનાવી રહેલી જ્હાન્વી

હકીકતમાં જ્હાન્વી આ પ્રસંગે એક વૃદ્ધાશ્રમમાં ગઈ હતી. સાદા કપડામાં અહીં આવી પહોંચેલી જ્હાન્વીએ પોતાના પરિવારથી દૂર રહીને વૃદ્ધોના આશીર્વાદ લીધા હતા અને તેમની સાથે સમય વિતાવ્યો હતો.

    બોલિવૂડમાં પ્રવેશ કરવા માટે તૈયાર શ્રીદેવીની મોટી પુત્રી જ્હાન્વીએ મંગળવારે તેનો 21મો જન્મદિવસ મનાવ્યો હતો. તાજેતરમાં જ માતાની છત્રછાયા ગુમાવી દેનાર જ્હાન્વીએ પોતાના અલગ જ અંદાજમાં જન્મદિવસની ઉજવણી કરી હતી. તેની ઉજવણીથી દરેક લોકો પ્રભાવિત થયા છે અને તેની પ્રશંસા પણ કરી રહ્યા છે.

    હકીકતમાં જ્હાન્વી આ પ્રસંગે એક વૃદ્ધાશ્રમમાં ગઈ હતી. સાદા કપડામાં અહીં આવી પહોંચેલી જ્હાન્વીએ પોતાના પરિવારથી દૂર રહીને વૃદ્ધોના આશીર્વાદ લીધા હતા અને તેમની સાથે સમય વિતાવ્યો હતો. માનસિક રીતે તેની માટે આ ખૂબ જ સારો દિવસ રહ્યો હતો. તેના ચહેરા પર આ વાત તમે સારી રીતે જોઈ શકો છો. જ્હાન્વીએ આ 'અનોખા ઉત્સવ'ની તસવીર સોશિયલ મીડિયામાં શેર કરી હતી.

    જ્હાન્વીએ આ પ્રસંગે પોતાની માતાને યાદ કરતા એક પોસ્ટ પણ લખી છે. જેમાં તેણે લખ્યું છે કે, 'મેં અને ખુશીએ માતાને ગુમાવી, પરંતુ પપ્પા પોતાની જાન ખોઈ ચુક્યા છે. તે ફક્ત એક અભિનેત્રી, માતા, પત્ની જ નહીં પરંતુ તેનાથી ખૂબ વધારે હતી. તે પોતાના દરેક રોલમાં ઉત્તમ અને અજોડ હતી. તેના જીવનમાં પ્રેમ આપવો અને મેળવવનું ખૂબ મહત્વન હતું. લોકો માટે તે ખૂબ સારી અને દયાળુ હતી, ક્યારેક નિરાશ ન થતી, ઈર્ષા કે અદેખાઈ શું હોય છે તેની તેને સમજણ જ ન હતી. એટલા માટે તે જેવી હતી તેને એવી જ રીતે પ્રેમ કરો.'

    'આ વાત કદાચ તેને તેના મોત પછી પણ ખુશ રાખી શકે છે. તેને પણ એવું લાગે કે તેણે ક્યારેક તમને કંઈક આપ્યું હતું. મોત બાદ પણ તેને ખુશ કરવા માટે ફક્ત પ્રેમ આપો. છેલ્લા થોડા દિવસોથી અમને ખૂબ પ્રેમ અને સહકાર આપવા માટે તમારો આભાર. આનાથી અમને આશા અને તાકાત મળે છે, અમે તમારો જેટલો આભાર માનીએ એટલો ઓછો છે.'


    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Boney kapoor, Janhvi Kapoor, Shridevi, દીકરી

    આગામી સમાચાર