Home /News /entertainment /

Janhvi Kapoor : જ્યારે શ્રીદેવીએ પોતાની દીકરી જાહ્નવીને ટ્રોલ કરી હતી, જુઓ કેવી મજાક ઉડાવી હતી - Video

Janhvi Kapoor : જ્યારે શ્રીદેવીએ પોતાની દીકરી જાહ્નવીને ટ્રોલ કરી હતી, જુઓ કેવી મજાક ઉડાવી હતી - Video

જાહ્નવી કપૂર જન્મદિવસ

Janhvi Kapoor Birthday : આજે જાહ્નવી કપૂર (Janhvi Kapoor) નો જન્મદિવસ છે, ત્યારે તેનો અને માતા શ્રીદેવી (Sridevi) નો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં જાહ્નવીને હિન્દી બોલવામાં તકલીફ પડતા માતાએ જ તેની મજાક ઉડાવી તેને ટ્રોલ કરી હતી.

વધુ જુઓ ...
    Janhvi Kapoor Birthday : દિવંગત અભિનેત્રી શ્રીદેવી (Sridevi) ની પુત્રી બોલિવૂડ અભિનેત્રી જાહ્નવી કપૂર (Janhvi Kapoor) નો આજે 25મો જન્મદિવસ છે. જાહ્નવી તેની માતા શ્રીદેવીની ખૂબ જ નજીક હતી. ઘણીવાર તે તેમની સાથે જોવા મળી હતી. આવી સ્થિતિમાં જાહ્નવી કપૂર જન્મદિવસ (Janhvi Kapoor Birthday) ના અવસર પર દિવંગત અભિનેત્રી શ્રીદેવી સાથે જોડાયેલો એક વીડિયો ફરીથી સોશિયલ મીડિયા પર છવાયેલો છે. વીડિયોમાં શ્રીદેવી પોતાની દીકરી એટલે કે જ્હાન્વી કપૂરની બધાની સામે મજાક ઉડાવતી જોઈ શકાય છે. સોશિયલ મીડિયા પર છવાયેલો આ થ્રોબેક વીડિયો એક પ્રેસ કોન્ફરન્સનો છે, જેમાં જાહ્નવી માતા શ્રીદેવી સાથે હાજર રહી હતી.

    પીપલ મેગેઝિન દ્વારા આયોજિત આ પ્રેસ કોન્ફરન્સમાં જ્યારે જાહ્નવીને સવાલ કરવામાં આવ્યો તો તેણે તે તૂટી-ફૂટી હિન્દીમાં જવાબ આપવાનો પ્રયાસ કર્યો. આ જોઈને શ્રીદેવી સહિત બધા હસી પડ્યા. આટલું જ નહીં, શ્રીદેવી બધાની સામે પોતાની દીકરીની નકલ કરવા લાગે છે તે જોઈને બધા હસવા લાગે છે. આ જોઈને જાહ્નવી પણ હસી પડી.



    આ વીડિયો 2012નો છે, જ્યારે જ્હાન્વી 15 વર્ષની હતી. વાસ્તવમાં, પત્રકારો જાહ્નવીને તેની ભાવિ યોજનાઓ વિશે પૂછે છે અને હિન્દીમાં કંઈક કહેવાની વિનંતી કરે છે. જેના જવાબમાં જ્હાન્વી કહે છે- 'હિન્દીમાં? મને અત્યારે ખબર નથી, હું અત્યારે સ્કૂલમાં અભ્યાસ કરું છું અને..." આ દરમિયાન, શ્રીદેવી તેની પાસેથી માઈક લઈ લે છે અને મીડિયાને કહે છે કે, તેની દીકરીને હિન્દીમાં વાત કરવાનું ન કહે.

    આ પણ વાંચોJanhvi Kapoor : ઇન્સ્ટાગ્રામ પર જાહ્નવી કપૂરે શેર કરી Hot તસવીરો, કાતિલ અંદાજમાં ઉડાવ્યા ફેન્સના હોંશ

    તેણી કહે છે- 'હિન્દીમાં વાત કરવા માટે તેને બુલી કરવામાં આવશે, પરંતુ તે શું કરી શકે.' શ્રીદેવીએ ત્યારબાદ પુત્રીની તૂટી-ફૂટી હિન્દીની નકલ કરીને બધાને હસાવ્યા. પોતાની માતાની આ હરકતો જોઈને જાહ્નવી પોતે પણ હસવાનું રોકી ન શકી. આ પછી તેણે સાચી હિન્દી ન બોલી શકવા બદલ માફી પણ માંગી. ત્યાર બાદ જ્હાન્વીની હિન્દીમાં ઘણો સુધારો થયો છે. ધડક ટુ રૂહીમાં તે શાનદાર હિન્દી બોલતી જોવા મળી છે.
    Published by:kiran mehta
    First published:

    Tags: Birthday Special, Birthday જન્મદિવસ, Celebrities Birthday, Janhvi Kapoor, Janhvi kapoor dress, Janhvi kapoor hot photo

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन