Home /News /entertainment /

Janmashtami 2022: રાધા-કૃષ્ણનાં 8 ફેમસ સોન્ગ્સ જેનાં વગર અધુરો છે જન્માષ્ટમીનો જશ્ન, જુઓ લિસ્ટ

Janmashtami 2022: રાધા-કૃષ્ણનાં 8 ફેમસ સોન્ગ્સ જેનાં વગર અધુરો છે જન્માષ્ટમીનો જશ્ન, જુઓ લિસ્ટ

જન્માષ્ટમી 2022

Happy Krishna Janmashtami 2022 : જન્માષ્ટમીનો તહેવર દર વર્ષે અષાઢ મહિનાનીકૃષ્ણ પક્ષની અષ્ટમીનાં દિવસે આવે છે. આ વર્ષે આ પર્વ 18 ઓગસ્ટ આજ રાતથી જ મનાવવામાં આવશે. તહેવારનો જશ્ન બમણો કરવાં બોલિવૂડનાં આ ગીતો ચોક્કસથી કામ લાગશે.

    Happy Krishna Janmashtami 2022: આજે (18 ઓગસ્ટ)નાં દેશ આખામાં ખુબજ ધામધૂમથી કૃષ્ણ જન્માષ્ટમીનો તહેવાર મનાવવામાં આવશે. જન્માષ્ટમીનાં આ જશ્નને બમણું કરવાં બોલિવૂડ ગીતો પણ ઘણાં મહત્વનાં છે. આ સમયે અમે આપનાં માટે એવાં ગીતો લાવ્યાં છીએ જે તમારા ઉતસ્વનો ઉત્સાહ વધારી દેશે.


    રાધા કૈસે ન જલે (લગાન)- આમિર ખાનની સુપરહિટ ફિલ્મ 'લગાન' આ ગીત રાધા કૈસે ના જલે, શ્રીકૃષ્ણ અને રાધાજીનાં પ્રેમને દર્શાવવા માટે સૌથી સટીક છે. વર્ષ 2001માં રિલીઝ થયેલી આ ફિલ્મમાં આમિર ખાન અને ગ્રેસી સિંહ છે. લતા મંગેશકર અને ઉદિત નારાયણનાં આ ગીતને ગાયુ છે જ્યારે એ. આર રહેમાને આ સુંદર ટ્રેકને મ્યૂઝિક આપ્યું છે. ગીતનાં બોલ જાવેદ અખ્તરે લખ્યા છે.



    વો કિસના હૈ (કિસના)- જન્માષ્ટમીનાં પર્વને ખાસ બનાવવા માટે બોલિવૂડ સોન્ગ 'વો કિસના હૈ' ઘણું જ પોપ્યુલર છે. ભગવાન કૃષ્ણ અને રાધાનાં પ્રેમને દર્શાવતા આ ગીતને લોકોએ ખુબજ પસંદ કર્યું છે. સુખવિંદર સિંહ દ્વારા ગાવામાં આવેલાં આ ગીતમાં વિવેક ઓબેરોય અને ઇશા શરવાની છે. ઇસ્માઇલ દરબારનાં કોમ્પોઝિશન વાળા આ ગીતનાં બોલ જાવેદ અખ્તરે લખ્યાં છે.



    'મૈયા યશોદા યે તેરા કન્હૈયા'- ફિલ્મ 'હમ સાથ સાથ હૈ' નાં ગીત 'મૈયા યશોદા' લોકોને ખુબજ પસંદ આવી રહ્યું છે. આ ગીતમાં કરિશ્મા કપૂર, સોનાલી બેન્દ્રે અને તબુએ એક્ટિંગ કરી છે. અને અલકા યાજ્ઞિક, કવિતા કૃષ્ણમૂર્તિ અને અનુરાધા પૌડવાલે તેને ગાયુ છે.



    રાધે રાધે (ડ્રીમ ગર્લ)- આયુષ્માન ખુરાના અને નુસરત ભરુચાની ફિલ્મ 'ડ્રીમ ગર્લ'નાં ફેમસ સોન્ગ 'રાધે રાધે' જન્માષ્ટમી માટે ઘણું સારુ છે. મીત બ્રધર્સ દ્વારા કોમ્પોઝ કરવામાં આવેલાં આ ગીતને અમિત ગુપ્તા અને મીત બ્રધર્સે ગાયુ છે. તેનાં બોલ કુમારે લખ્યાં છે.





    કાન્હા સો જા જરા (બાહુબલી-2) : બાહુબલી -2 હિન્દી વર્ઝન 'કાન્હા સો જા જરાં' પણ લોકોનું ફેવરેટ છે.

    કાન્હા આન પડી મઇ તેરે દ્વાર (શાગિર્દ)- 1967માં આવેલી ફિલ્મ 'શાગિર્દ'નાં પ્રખ્યાત ગીત 'કાન્હા આન પડી મઇ તેરે દ્વાર' સાંભળીને ભક્તોનાં દિલનાં તાર છેડાઇ જાય છે. લતા મંગેશકરનો અવાજ આ ગીતમાં દિલમાં ઉતરી જાય છે. આ ગીત જોય મુખર્જી અને સાયરા બાનો પર ફિલ્માવવામાં આવ્યું છે.



    યશોમતિ મૈયા સે બોલે નંદલાલ (સત્યમ શિવમ સુંદરમ)- વર્ષ 1978માં આવેલી ફિલ્મ 'સત્યમ શિવમ સુંદરમ'નું આ ગીત 'યશોમતિ મૈયા સે બોલે નંદલાલ' આ ગીત લતા મંગેશકરે ગાયું છે. આ ખુબજ ખાસ ભજન છે કારણ કે તેમાં કૃષ્ણજીની નટખટ લીલાઓ દર્શાવવામાં આવી છે. આ ભજન આજનાં સમયમાં પણ ખુબજ લોકપ્રિય છે.





    બડા નટખટ હૈ યે કિશન કન્હૈયા (અમર પ્રેમ)- વર્ષ 1972માં આવેલી ફિલ્મ અમર પ્રેમનું સુપરહિટ ગીત 'બડા નટખટ હૈ યે કિશન કન્હૈયા' આજે કૃષ્ણ ભક્તનાં મોઢે રહેશે.
    Published by:Margi Pandya
    First published:

    Tags: Bollywood Songs, Janmashtmi, Janmashtmi 2022

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन