Home /News /entertainment /

Avatar 2: જેમ્સ કેમેરોનની અવતાર-2 નું ટીઝર થયું લીક, Video વાયરલ થયા બાદ લેવામાં આવ્યું એક્શન

Avatar 2: જેમ્સ કેમેરોનની અવતાર-2 નું ટીઝર થયું લીક, Video વાયરલ થયા બાદ લેવામાં આવ્યું એક્શન

જેમ્સ કેમેરોનની અવતાર-2 નું ટીઝર થયું લીક, Video વાયરલ થયા બાદ લેવામાં આવ્યું એક્શન

જેમ્સ કેમેરોન (James Cameron) ની ફિલ્મ 'અવતારઃ ધ વે ઓફ વોટર'નું ટીઝર (Avatar 2 teaser leak) ઓનલાઈન લીક થઈ ગયું છે. લીક થયેલા ફૂટેજની લિંક અલગ-અલગ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કરવામાં આવી હતી, જે હવે દૂર કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે 'અવતારઃ ધ વે ઓફ વોટર' ('Avatar: The Way of Water') 2009માં આવેલી ફિલ્મ 'અવતાર'ની સિક્વલ છે.

વધુ જુઓ ...
    જેમ્સ કેમેરોનની ફિલ્મ 'અવતાર'ની (James Cameron's film 'Avatar') સિક્વલના નામની જાહેરાત થોડા સમય પહેલા કરવામાં આવી હતી. 'અવતાર'ની પ્રથમ સિક્વલનું નામ 'અવતારઃ ધ વે ઓફ વોટર' ('Avatar: The Way of Water') છે. માર્વેલની ફિલ્મ 'ડોક્ટર સ્ટ્રેન્જ ઇન ધ મલ્ટીવર્સ ઓફ મેડનેસ' સાથે 'અવતાર 2'નું પહેલું ટીઝર 6 મેના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાનું છે. જોકે, 'અવતારઃ ધ વે ઓફ વોટર'નું ટીઝર ઓનલાઈન લીક (Avatar 2 teaser leak) થઈ ગયું છે.

    ઘણા સોશિયલ મીડિયા યુઝર્સે 'અવતાર 2'ના ટીઝરના ઓનલાઈન લીક વિશે માહિતી આપી હતી. લીક થયેલા ફૂટેજની કેટલીક લિંક અલગ-અલગ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કરવામાં આવી હતી. હવે ટીઝરની લીક થયેલી સામગ્રીને સોશિયલ મીડિયા પરથી હટાવી દેવામાં આવી છે.

    આ પણ વાંચો: Malaika Aroraએ તેની નો-મેકઅપ તસવીરો શેર કરી, કપાળ પર ઇજાના નિશાને લોકોનું ધ્યાન ખેંચ્યુ


    ડિઝનીએ 'અવતાર 2'ના નવા ફૂટેજ પરથી પરદો ઉઠાવ્યો


    મીડિયા અહેવાલો અનુસાર, ડિઝનીએ 27 એપ્રિલે 'સિનેમાકોન' ખાતે મોસ્ટ અવેટેડ ફિલ્મના નવા ફૂટેજનું અનાવરણ કર્યું હતું. તમને જણાવી દઈએ કે 'સિનેમાકોન' મૂવી થિયેટર માલિકોની વાર્ષિક મેળાવડા છે. 'સિનેમાકોન' પર હાજર લોકોને 3D ચશ્મા આપવામાં આવ્યા હતા, જેથી તેઓ એક મિનિટ લાંબુ ટ્રેલર જોઈ શકે, જેમાં લગભગ કોઈ સંવાદ નહોતો. ફૂટેજમાં સ્થાનિક જનજાતિ વ્હેલ અને પેલિકન જેવી વિવિધ પ્રજાતિઓ સાથે વાર્તાલાપ કરતી દર્શાવવામાં આવી હતી.

    જેમ્સ કેમરોન 'અવતાર 2'ને આખરી ઓપ આપવામાં વ્યસ્ત


    'અવતારઃ ધ વે ઓફ વોટર' પ્રથમ ફિલ્મની ઘટનાના 10 વર્ષ પછી તૈયાર કરવામાં આવી છે. સિક્વલમાં જેકના પરિવારની વાર્તા કહેવામાં આવી છે. કેમેરોન 'અવતાર 2'ને ફાઈનલ કરવામાં વ્યસ્ત છે. તેઓ હજુ પણ ન્યુઝીલેન્ડમાં છે.

    આ પણ વાંચો: Bollywood : કપૂર પરિવાર કેમ છે ખાવાનો શોખીન? કરીના કપૂરના સવાલનો અનિલ કપૂરે આપ્યો જવાબ

    દર્શકો 'અવતાર 2'ની રિલીઝની રાહ જોઈ રહ્યા છે


    જેમ્સ કેમેરોન પ્રિ-રેકોર્ડેડ વિડિયોમાં એક્ઝિબિટરને ફિલ્મ વિશે કહેતા જોવા મળ્યા હતા. તેણે કહ્યું કે તેને સૌથી મોટી સ્ક્રીન અને સૌથી વધુ ઇમર્સિવ 3D ટેક્નોલોજી માટે ડિઝાઇન કરવામાં આવી છે. તેણે કહ્યું કે સિનેમા શું કરી શકે છે તેની મર્યાદા ચકાસવા માટે અમે તૈયાર છીએ.જેમ્સ કેમેરોનની ફિલ્મો દુનિયાને દિવાના છે. દર્શકો 'અવતાર 2'ની રિલીઝની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.
    Published by:Rahul Vegda
    First published:

    આગામી સમાચાર