Home /News /entertainment /

James bond સીરિઝની ફિલ્મ ‘No Time To Die’ એક પણ કટ વગર સેન્સર બોર્ડમાં પસાર!

James bond સીરિઝની ફિલ્મ ‘No Time To Die’ એક પણ કટ વગર સેન્સર બોર્ડમાં પસાર!

જેમ્સ બોન્ડ ફાઈલ તસવીર

James Bond movie No Time To Die:2015માં જેમ્સ બોન્ડ સીરિઝની ફિલ્મ (Film from the James Bond series) ‘સ્પેક્ટર’ (Specter) રિલીઝ થઈ તેના પહેલા ભારતમાં (film in India) આ ફિલ્મના કેટલાક સીન કટ કરી દેવામાં આવ્યા હતા.

    Hollywood news: જેમ્સ બોન્ડની ફિલ્મ (james bond movie) ‘નો ટાઈમ ટુ ડાઈ’ (No Time To Die) સમગ્ર વિશ્વની સાથે ભારતમાં પણ ગુરુવારે પણ રિલીઝ થવા જઈ રહી છે. અગાઉ છ વર્ષ પહેલા બોન્ડ સીરિઝની ફિલ્મ ‘સ્પેક્ટર’ રિલીઝ થઈ હતી. ઘણા લાંબા સમય બાદ જેમ્સ બોન્ડની ફિલ્મ રિલીઝ થવા જઈ રહી છે. આ છ વર્ષની અંદર જેમ્સ બોન્ડનું પાત્ર ભજવનાર અભિનેતાઓ (actor) રોજર મૂર (roger moore) અને શૉન કૉનરીનું (sean connery) નિધન થયું છે. ભારતીય ફિલ્મ પ્રમાણન બોર્ડ (Indian Film Certification Board) સેન્સર બોર્ડે (Sensor Board) જેમ્સ બોન્ડની ફિલ્મ ‘નો ટાઈમ ટુ ડાઈ’ કોઈપણ કટ વગર પસાર કરી છે.

    2015માં જેમ્સ બોન્ડ સીરિઝની ફિલ્મ ‘સ્પેક્ટર’ રિલીઝ થઈ તેના પહેલા ભારતમાં આ ફિલ્મના કેટલાક સીન કટ કરી દેવામાં આવ્યા હતા. આ સીન કટ કરવાને કારણે ખૂબ જ હંગામો થયો હતો. તે સમયે સેન્સર બોર્ડના અધ્યક્ષ પહલાજ નિહલાનીએ અંતરંગ દ્રશ્યો અંગે આપત્તિ વ્યક્ત કરી હતી. જેના કારણે સોશિયલ મીડિયા પર ખૂબ જ હંગામો થયો હતો. આ વર્ષે પણ જેમ્સ બોન્ડ સીરિઝની 25મી ફિલ્મ અંગે પણ ફેન્સમાં આશંકા જોવા મળી રહી હતી.

    જેમ્સ બોન્ડ અભિનેતા ડેનિયલ ક્રેગની ફિલ્મ ‘નો ટાઈમ ટુ ડાઈ’ અંતિમ ફિલ્મ છે. આ ફિલ્મમાં એક્શનની સાથે સાથે કેટલાક અંતરંગ દ્રશ્યો પણ બતાવવામાં આવે છે. સેન્સર બોર્ડે આ ફિલ્મમાં કોઈપણ પ્રકારની સીન કટ કર્યા નથી. 2 કલાક અને 43 મિનિટની ફિલ્મ ‘નો ટાઈમ ટુ ડાઈ’ને કોઈપણ પ્રકારના કટ વગર UA સર્ટીફિકેટ સાથે પાસ કરવામાં આવી છે.

    ફિલ્મ ‘નો ટાઈમ ટુ ડાઈ’ પહેલી એવી બોન્ડ ફિલ્મ છે, જે થ્રીડીમાં રિલીઝ કરવામાં આવશે. આઈમેક્સ ફોર્મેટમાં શૂટ થયેલ આ પહેલી ફિલ્મ છે. ભારતમાં આ ફિલ્મનું એડવાન્સ બુકીંગ કરવામાં આવ્યું છે. ગુરુવારે સવારે 9 વાગ્યાથી આ ફિલ્મના શોઝ શરૂ થશે. માર્વેલ સ્ટુડિયોની એવેન્જર્સ સીરિઝ અને સ્ટાર વોર્સની ફિલ્મ બાદ બોન્ડ ફ્રેન્ચાઈઝી કમાણી કરવાના મામલે ત્રીજા નંબર પર રહી છે.

    જેમ્સ બોન્ડ સીરિઝની ફિલ્મોની લાઈબ્રેરી સહિત બનાવનાર કંપની એમજીએમ હવે એમેઝોનની થઈ ગઈ છે. આ સોદો 8.45 અરબ ડોલરનો હોવાનું જાણવા મળી રહ્યું છે. મારકસ લોએ અને લુઈસ બી મેયરે 17 એપ્રિલ 1924ના રોજ એમજીએમ સ્ટુડિયોની સ્થાપના કરી હતી. આ વર્ષે મે મહિનાના અંતિમ સપ્તાહમાં એમેઝોને આ કંપનીને અધિગ્રહણ કરવાની ઘોષણા કરી હતી.
    First published:

    Tags: Hollywood Movie, Hollywood News, James Bond

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन