Home /News /entertainment /Jalsa Trailer OUT: 'જલસા'ના ટ્રેલરમાં જ વિદ્યા બાલન અને શેફાલી શાહનો જોરદાર અભિનય, ફેન્સ ઉત્સુક
Jalsa Trailer OUT: 'જલસા'ના ટ્રેલરમાં જ વિદ્યા બાલન અને શેફાલી શાહનો જોરદાર અભિનય, ફેન્સ ઉત્સુક
ફિલ્મ જલસાનું ટ્રેલર રિલીઝ
Jalsa Trailer OUT 'જલસા' (Jalsa) ના ટ્રેલરમાં વિદ્યા બાલન ઉર્ફે માયા (Vidya Balan) અને શૈફાલી શાહ ઉર્ફે રૂખશાના (Shefali Shah) ના પાત્રોને રજૂ કરવામાં આવ્યા છે.
Jalsa Trailer : વિદ્યા બાલન (Vidya Balan) અને શેફાલી શાહ (Shefali Shah) ની ફિલ્મ જલસા (Jalsa) નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. ટ્રેલર રિલીઝ થતાની સાથે જ તે સોશિયલ મીડિયા પર છવાઈ ગયું છે. ટ્રેલરમાં બંને કલાકારોની શાનદાર એક્ટિંગ જોઈને ફેન્સને ખાતરી થઈ ગઈ છે. ફિલ્મમાં વિદ્યા પત્રકારની ભૂમિકામાં છે અને શેફાલી શાહ માતાની ભૂમિકામાં છે. વિદ્યા બાલન અને શેફાલી શાહ (Vidya Balan Shefali Shah) ની ફિલ્મ 'જલસા' (Film Jalsa) ની આતુરતાથી રાહ જોઈ રહેલા દર્શકો હવે આ ફિલ્મ જોવા માટે આતુર છે. ટ્રેલર જોઈને અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે, ફિલ્મ ખૂબ જ જોરદાર હશે.
ટ્રેલરની શરૂઆત એક છોકરીના અકસ્માતથી થાય છે. આ પછી, આ કેસ અંગે મીડિયા કવરેજ બતાવવામાં આવે છે. વધુમાં, કેટલાક વાસ્તવિક અને જટિલ પ્રશ્નોના કારણે, આ કેસને લઈને હોબાળો થાય છે અને ઘણા રહસ્યો સામે આવે છે. 'જલસા'ના ટ્રેલરમાં માયા (વિદ્યા બાલન) અને રૂખશાના (શેફાલી શાહ)ના પાત્રોને રજૂ કરવામાં આવ્યા છે.
ટ્રેલરમાં અરાજકતા, રહસ્ય, અસત્ય, સત્ય, છેતરપિંડી અને તેમની આસપાસની દુનિયાને હચમચાવી દેતી જીવન બદલી નાખતી ઘટનાઓથી ઘેરાયેલી દુનિયા દર્શાવવામાં આવી છે. પછી વિમોચન અને વેરનું દ્વંદ છે. ટ્રેલરમાં ટેગલાઇન છે, એક સચ જો દરેકનું રહસ્ય બની ગયું. ટ્રેલરમાં, તમને તે બધું જોવા મળશે જે નિર્માતાઓએ વિચારીને બનાવ્યું છે. ટ્રેલરમાં જ વિદ્યા અને શેફાલીનું જબરદસ્ત પરફોર્મન્સ જોવા મળ્યું હતું.
તમને જણાવી દઈએ કે, ડ્રામા-થ્રિલર 'જલસા'નું નિર્દેશન સુરેશ ત્રિવેણી કરી રહ્યા છે અને તેનું નિર્માણ ભૂષણ કુમાર, કૃષ્ણન કુમાર, વિક્રમ મલ્હોત્રા, શિખા શર્મા અને સુરેશ ત્રિવેણી કરશે. ફિલ્મમાં વિદ્યા બાલન અને શેફાલી શાહ ઉપરાંત માનવ કૌલ, રોહિણી હટ્ટંગડી, ઈકબાલ ખાન, વિધાત્રી બંદી, શ્રીકાંત મોહન યાદવ, સૂર્યા કાશીભટલા અને શફીન પટેલ જેવા કલાકારોનો અભિનય જોવા મળવાનો છે. 'જલસા' એમેઝોન પ્રાઇમ વિડિયો (Jalsa amazon prime video) પર 18 માર્ચે રિલીઝ (Jalsa Release Date) થશે.
ટ્રેલર અહીં જુઓ
" isDesktop="true" id="1187173" >
વિદ્યા, શેફાલીનો દમદાર અભિનય
'જલસા' વિશે દિગ્દર્શક સુરેશ ત્રિવેણી કહે છે, "જલસા એક થ્રિલર ડ્રામા છે. આ ફિલ્મ વિદ્યા, શેફાલી અને બાકીના કલાકારો દ્વારા શક્તિશાળી અને ભાવનાત્મક અભિનય સાથે રહસ્યો, સત્યો, વક્રોક્તિઓની આકર્ષક વાર્તા પહોંચાડવાનો પ્રયાસ કરે છે. મારો પ્રયાસ એવી ફિલ્મ બનાવવાનો છે જે આકર્ષક હોય અને દર્શકો સાથે પણ જોડાય. હું અમારા નિર્માતાઓ, ટી-સિરીઝ અને અબન્ડેન્ટિયાના વિક્રમ મલ્હોત્રાનો આભાર માનું છું, જેમણે મારા વિઝન તેમજ પ્રાઇમ વિડિયો પર વિશ્વાસ કર્યો જેથી જલસાને વૈશ્વિક દર્શકો સુધી પહોંચાડવામાં સક્ષમ બનાવી શકાય અને મને આશા છે કે ફિલ્મ તેમની સાથે જોડાશે, અને સફળ થશે.
બીજી તરફ, વિદ્યા બાલન આ ફિલ્મ વિશે કહે છે કે, જલસાની વાર્તામાં દરેક માટે કંઈક છે, માત્ર માયા કે રુક્સાના જેવી મહિલાઓ માટે જ નહીં. અલબત્ત, વાર્તા આ બે પાત્રો દ્વારા કહેવામાં આવે છે, પરંતુ આ એક સાર્વત્રિક વાર્તા છે જે દરેક વ્યક્તિ સાથે જોડાઈ શકશે, પુરુષો પણ. વિદ્યા બાલને શેફાલી શાહ સાથે કામ કરવા વિશે કહ્યું - મેં ઘણા પ્રતિભાશાળી કલાકારો સાથે કામ કર્યું છે, પરંતુ શેફાલી શાહ તેમાંથી એક છે. મેં તેની સાથે પહેલીવાર ટીવી શોમાં કામ કર્યું હતું. મને ખબર નથી કે, તેણીને યાદ છે કે નહીં, તેણી જે પણ કરે છે તે મને પ્રેરણા આપે છે. તેની ફિલ્મગ્રાફી શાનદાર છે. બીજી તરફ અભિનેત્રી શેફાલી શાહ કહે છે કે, અમારી મહેનત આટલી મોટી સંખ્યામાં દર્શકો સુધી એકસાથે પહોંચશે તે જાણીને ખૂબ આનંદ થયો અને મને ખાતરી છે કે 'જલસા' તેમની સાથે સહયોગ કરશે.
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર