જૈસલમેરમાં ક્રિતી સેનને માણી બુલેટ રાઇડ, પ્રશંસકોની સાથે શૅર કર્યો વીડિયો

ક્રિતી સેનનનો બુલેટ રાઇડનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે. (Pic instagram video)

'બચ્ચન પાંડે'નું શૂટિંગ કરવા જૈસલમેર ગયેલી ક્રિતી સેનનનો બુલેટ રાઇડનો વીડિયો થઈ રહ્યો છે વાયરલ

 • Share this:
  સિકંદર શેખ, જૈસલમેરઃ ગોલ્ડન સિટી જૈસલમેર (Golden City Jaisalmer)માં હાલમાં બોલિવૂડ સ્ટાર્સ (Bollywood Stars)નો જાણે કે મેળો લાગેલો છે. અક્ષય કુમાર (Akshay Kumar)ની ફિલ્મ બચ્ચન પાંડે (Bachchan Pandey)નું શૂટિંગ આજથી જૈસલમેરમાં શરૂ થઈ ચૂક્યું છે. તેને લઈને ફિલ્મ ક્રૂ ટીમ મંગળવારે જ જૈસલમેર પહોંચી ગઈ હતી. ફિલ્મની શૂટિંગ આજથી જૈસલમેર શહેરના હનુમાન ચાર રસ્તા પર શરૂ થયું. શૂટિંગ માટે આવેલા ફિલ્મી સ્ટાર્સ પોતાના કામની સાથોસાથ પર્યટન નગરીમાં ફરવાનો આનંદ પણ માણી રહ્યા છે.

  ફિલ્મની અભિનેત્રી ક્રિતી સેનન (Kriti Senon)એ પોતાના ઇન્ટા ્ગ્રામ એકાઉન્ટ પર જૈસલમેરના સમ રોડનો એક વીડિયો પોસ્ટ કર્યો છે. તેમાં અભિનેત્રી ક્રિતી સેનન બુલેટ ચલાવતી જોવા મળી રહી છે. સોશિયલ મીડિયામાં આ વીડિયોને ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે. ત્યારબાદ એક વીડિયોમાં નિર્માતા સાજિદ નડિયાદવાલાના દીકરાની સાથે પણ બાઇક પર ફરતો વીડિયો પોસ્ટ કર્યો છે.


  આ પણ જુઓ, ‘ઓ બેટા જી...’ ગીત પર USના આ શખ્સે દીકરા સાથે કર્યો જોરદાર ડાન્સ, Video થઈ રહ્યો છે Viral

  ફિલ્મની ટીમ જૈસલમેરના સમ રોડ સ્થિત હોટલ સૂર્યાગઢમાં રોકાયેલી છે

  ઉલ્લેખનીય છે કે, ફિલ્મ અભિનેત્રી ક્રિતી સેનન સહિત ફિલ્મીની ટીમ જૈસલમેર-સમ રોડ સ્થિત હોટલ સૂર્યાગઢમાં રોકાયેલી છે. બુધવારે ફિલ્મનું શૂટિંગ જૈસલમેર શહેરના હનુમાન ચાર રસ્તા પર શરૂ થયું છે. આ પહેલા મંગળવારે જૈસલમેર એરપોર્ટ પર સિને અભિનેતા અક્ષય કુમાર, અરશદ વારસી, પ્રતીક બબ્બર, નિર્માતા સાજિદ નડિયાદવાલા અને તેમનો પરિવાર સ્પોટ થયો હતો. તમામે પ્લેનથી એક તસવીર શૅર કરી છે. તેમાં તમામ હળવા મૂડમાં જોવા મળી રહ્યા છે.

  આ પણ જુઓ, Viral Photos: ઘરના ત્રીજા માળે ચડી ગયો હતો આખલો, 3 કલાકની મહેનત બાદ ક્રેનથી કરાયું રેસ્ક્યૂ

  પહેલા કોરોના વાયરસના કારણે ફિલ્મનું શૂટિંગ રોકવામાં આવ્યું હતું

  આ ફિલ્મ પહેલા 2020માં રિલીઝ થવાની હતી પરંતુ કોરોના વાયરસના કારણે તેનું શૂટિંગ રોકી દેવામાં આવ્યું હતું. આ ફિલ્મમાં અક્ષય કુમાર એક ગેંગસ્ટરની ભૂમિકા નિભાવી રહ્યો છે જે એક્ટર બનવા માંગ છે. બીજી તરફ ક્રિતી સેનન એક પત્રકારની ભૂમિકામા છે. તે એક નિર્દેશક બનવા માંગે છે. આ ફિલ્મનું નિર્દેશન ફરહાદ સામજી કરી રહ્યા છે.
  Published by:Mrunal Bhojak
  First published: