Jay Bhim : જય ભીમ ફિલ્મ વિવાદોમાં સપડાઈ, કોર્ટે આપ્યો નિર્માતાઓ સામે FIRનો આદેશ
Jay Bhim : જય ભીમ ફિલ્મ વિવાદોમાં સપડાઈ, કોર્ટે આપ્યો નિર્માતાઓ સામે FIRનો આદેશ
જય ભીમ ફિલ્મ વિવાદ
વન્નિયર (Vanniyar Community) સંગમના પ્રદેશ અધ્યક્ષ ટી અરુલમોઝીએ (T Arulmozhi) ચિદમ્બરમ કોર્ટમાં જય ભીમ (Jai Bhim) ના નિર્માતાઓ વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો. એમેઝોન પ્રાઇમ વિડિયો (Amazon Prime Video) પર જય ભીમનું ડિજિટલ રિલીઝ થયું હતું.
કોર્ટે જય ભીમ ફિલ્મમાં વન્નિયર સમુદાયને ખોટી રીતે રજૂ (wrongly representing the Vanniyar Community) કરવા બદલ એક્ટર સુર્યા, તેની પત્ની જ્યોતિકા અને ડિરેક્ટર ટી.જે જ્ઞાનવેલ વિરુદ્ધ FIR નોંધવાનો (FIR Against Film Jay Bhim) આદેશ આપ્યો છે. રાજકીય પક્ષ પટ્ટલી મક્કલ કચ્છી (PMK) ના સભ્યોની મૂળ સંસ્થા વન્નિયર સંગમે (Vanniyar Sangam) આરોપ લગાવ્યો હતો કે જય ભીમના નિર્માતાઓએ તેમના સમુદાયને ખરાબ રીતે દર્શાવ્યો છે. જે બાદ કોર્ટે આ આદેશ જાહેર કર્યો છે.
વન્નિયર સંગમના પ્રદેશ અધ્યક્ષ ટી અરુલમોઝીએ (T Arulmozhi) ચિદમ્બરમ કોર્ટમાં જય ભીમના નિર્માતાઓ વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો. આ ફરિયાદમાં પ્રોડક્શન બેનર 2ડી એન્ટરટેઈનમેન્ટ પ્રાઈવેટ લિમિટેડ, સુર્યા, તેની પત્ની જ્યોતિકા અને પ્લેટફોર્મ એમેઝોન પ્રાઇમ વીડિયોનું નામ હતું. એમેઝોન પ્રાઇમ વિડિયો પર જય ભીમનું ડિજિટલ રિલીઝ થયું હતું.
‘જય ભીમ પ્રશંસાને પાત્ર નથી’
વન્નિયર સંગમ અનુસાર, જય ભીમ કોઈ પ્રશંસાને પાત્ર નથી. વન્નિયર સંગમના સભ્યોએ કહ્યું કે, અમુક સીક્વન્સ ફિલ્મમાં જાણીજોઈને કોઈ ચોક્કસ સમુદાયને બદનામ કરવા માટે નાખવામાં આવ્યા હતા. ટી અરુલમોઝીના જણાવ્યા મુજબ, જય ભીમનો હેતુ વન્નીયર અને અન્ય સભ્યો વચ્ચે સાંપ્રદાયિક વિખવાદ ઉભો કરવાનો હતો. વન્નિયાર સંગમની ફરિયાદ ફોજદારી પ્રક્રિયા કોડની કલમ 199 (6) 200 હેઠળ દાખલ કરવામાં આવી હતી. ભારતીય દંડ સંહિતા, 1860 ની કલમ 153, 153A (1), 499, 500, 503 અને 504 હેઠળ ગુનાઓની સૂચિબદ્ધ કરવામાં આવી હતી.
એક સીનના કારણે સર્જાયો વિવાદ
જય ભીમમાં એક સીન અને નામના કારણે આખો વિવાદ છેડાયો હતો. સીન વિશે વાત કરીએ તો ફિલ્મમાં અગ્નિ કુંડમ સાથેનું કેલેન્ડર જોવા મળ્યું હતું. નામની વાત કરીએ તો પીડિતા પર અત્યાચાર કરનાર પોલીસ સબ ઇન્સ્પેક્ટર ગુરુમૂર્તિ હતા. ગુરુમૂર્તિ વન્નિયર સમુદાયના લોકપ્રિય નેતા હતા. અરુલમોઝીના જણાવ્યા મુજબ, તે સબ-ઇન્સ્પેક્ટરનું સાચું નામ એન્થોનીસામી હતું. અરુલમોઝીએ કહ્યું કે સબ-ઇન્સ્પેક્ટર વન્નિયર સમુદાયના નથી. અરુલમોઝીના જણાવ્યા મુજબ, તે સમુદાયો વચ્ચે સાંપ્રદાયિક વિખવાદ ઉભો કરવાનો ઇરાદાપૂર્વકનો પ્રયાસ હતો.
જો વિવાદોને સાઇડ પર રાખીને જોઇએ તો જય ભીમ એક ખૂબ જ સફળ ફિલ્મ રહી છે અને ઘણા પુરસ્કારો પણ જીત્યા હતા. સુર્યા શ્રેષ્ઠ અભિનેતાની શ્રેણીમાં નોઇડા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ એવોર્ડ મેળવ્યો હતો. જ્યારે લિજો મોલ જોસને પણ શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ મળ્યો હતો.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર