Home /News /entertainment /

શું સુકેશ ખરેખર જેક્લિન સાથે રૂ. 500 કરોડની સુપરહીરો ફિલ્મ બનાવવા માંગતો હતો?

શું સુકેશ ખરેખર જેક્લિન સાથે રૂ. 500 કરોડની સુપરહીરો ફિલ્મ બનાવવા માંગતો હતો?

જેકલીન ફર્નાન્ડિઝ સુકેશ ચંદ્રશેખર ડીલ થઈ હતી?

કોનમેન સુકેશ ચંદ્રશેખર ( conman Sukhesh Chandrasekhar) ના કેસ અંગે દરરોજ નવી નવી વિગતો સામે આવી રહી છે, ત્યારે બોલિવૂડ અભિનેત્રી જેકલીન ફર્નાન્ડિઝ (Jacqueline Fernandez) સુકેશ સાથે તેના સંબંધોને લઈને સતત હેડલાઇન્સમાં છવાયેલી રહે છે

વધુ જુઓ ...
  કોનમેન સુકેશ ચંદ્રશેખર ( conman Sukhesh Chandrasekhar) ના કેસ અંગે દરરોજ નવી નવી વિગતો સામે આવી રહી છે, ત્યારે બોલિવૂડ અભિનેત્રી જેકલીન ફર્નાન્ડિઝ (Jacqueline Fernandez) સુકેશ સાથે તેના સંબંધોને લઈને સતત હેડલાઇન્સમાં છવાયેલી રહે છે. IndiaToday.inના એક અહેવાલ પ્રમાણે સુકેશ જેક્લિનને લક્ઝુરિયસ વસ્તુઓ ભેટ આપવા ઉપરાંત જેકલીનને લીડમાં રાખી ફિલ્મોનું નિર્માણ કરવા વિશે પણ વાત કરતો હતો. સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર જાણવા મળ્યું છે કે સુકેશે અભિનેત્રી જેક્લિનને વાયદો કર્યો હતો કે તે વુમન સુપરહીરો (woman superhero) સીરીઝનું નિર્માણ કરશે અને 500 કરોડના આ પ્રોજેક્ટની ત્રણેય સીરીઝમાં જેક્લિનને લીડ રોલ આપશે.

  સામે આવી રહ્યું છે કે સુકેશએ વાતથી સારી રીતે વાકેફ હતો કે જેક્લિન બોલિવૂડમાં કામ શોધી રહી છે. હાલમાં જેક્લિન પાસે ફિલ્મોની ઓફર પણ નહતી અને તેણે વધુ ફિલ્મો સાઈન પણ કરી નથી. સુકેશે તેની આ વાતનો ઉપયોગ કર્યો અને તેને પોતાના જાળમાં ફસાવી. ઉલ્લેખનીય છે કે આવી જ એક વાતચીત દરમ્યાન સુકેશે જેક્લિનને વાયદો કર્યો હતો કે તે જોક્લિન સાથે ભારતનો પ્રથમ વુમન સુપરહીરો પ્રોજેક્ટ બનાવશે, જેમાં હોલીવુડના VFX એક્સપર્ટ્સને પણ શામેલ કરાશે સાથે જ આ સીરીઝ વૈશ્વિક સ્તરે શૂટ કરવામાં આવશે. તેણે જેક્લીનને કહ્યું કે તે હોલીવુડ અભિનેત્રી એન્જેલિના જોલી જેવી છે અને તેની સુપરહીરો સીરીઝના પાત્રને લાયક છે.

  સુત્રોનું માનીએ તો પીન્ચ ઓફ સોલ્ટ (pinch of salt) સાથેની વાતચીત દરમ્યાન જેક્લિને પણ આ પ્રોજક્ટ વિશે સહમતી દર્શાવી હતી. કોનમેન સુકેશ ફિલ્મના બજેટ અને પ્રોડક્શન પર કામ કરી રહ્યો હોવાની વાત કરતો સાથે જ બોલીવુડના કેટલાક જાણીતા નામોનો ઉલ્લેખ કરીને જેક્લિનને પોતાની વાત જણાવતો જેથી તે સરળતાથી માની પણ જતી હતી. જણાવી દઈએ કે કરોડપતિ કોનમેન સુરેશે જેક્લિન પર અમેરિકામાં જેક્લિનની બહેનને મોકલેલા પૈસા વિશે તમામ માહિતી એન્ફેર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) (Enforcement Directorate (ED)) ને ન આપવાનો આરોપ પણ લગાવ્યો હતો.

  200 કરોડ રૂપિયાના મની લોન્ડરિંગના કેસમાં આરોપી ચંદ્રશેખરે EDને પૂછપરછ દરમ્યાન જણાવ્યું હતું કે જેક્લિને ઈડી સામે ખોટો દાવો કર્યો છે. તેણે યુએસમાં રહેતી જેક્લિન ફર્નાન્ડીઝની બહેન ગેરાલ્ડિનને $150,000ના બદલે $180,000 ટ્રાન્સફર કર્યા છે. ED દ્વારા ચંદ્રશેખરની પૂછપરછની ટ્રાન્સ્ક્રિપ્ટ્સ અને ઑડિયો ક્લિપ્સ હવે News18 દ્વારા ઍક્સેસ કરવામાં આવી છે.

  સુકેશ ચંદ્રશેખર અને લીના મારિયા પૉલની તાજેતરમાં ED દ્વારા પ્રિવેન્શન ઑફ મની લોન્ડરિંગ એક્ટ (Prevention of Money Laundering Act PMLA) હેઠળ દિલ્હીની તિહાર જેલમાં ચલાવવામાં આવી રહેલા કથિત ખંડણી રેકેટ અંતર્ગત ધરપકડ કરવામાં આવી હતી.

  આ પણ વાંચોમેરા નામ જોકર ફિલ્મ બનાવીને રાજ કપૂર આઘાતમાં સરી પડ્યા હતા, વાંચો 10 રસપ્રદ વાતો

  રેનબક્સીના પ્રમોટર (Ranbaxy promoter) શિવિન્દ્ર સિંહની પત્ની અદિતિ સિંહની ફરિયાદ બાદ આ દંપતીની ધરપકડ કરવામાં આવી હતી. જણાવી દઈએ કે આ બન્ને પહેલેથી જ દિલ્લી પોલિસની કસ્ટડીમાં હતું. અદિતીએ ફરિયાદમાં આરોપ લગાવ્યો છે કે ચંદ્રશેખરે એક સરકારી અધિકારી હોવાનું જણાવી તેના પતિ માટે જામીન આપવાના બહાને અદિતિ સાથે રૂ. 200 કરોડની ઠગાઈ કરી હતી. ચંદ્રશેખર અને પોલ પર શેલ કંપનીઓનો ઉપયોગ કરીને વિદેશમાં પૈસા જમા કરાવવાનો આરોપ છે
  Published by:kiran mehta
  First published:

  આગામી સમાચાર