બોલિવૂડની પ્રખ્યાત અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીઝ (Jacqueline Fernandez)નું 'પાની પાની' ગીત (Paani Paani Song) અત્યાર સુધી સોશિયલ મીડિયા (Social Media) પર ખુબ છવાયેલું છે, જે આ વર્ષે જૂનમાં રિલીઝ થયું હતું. આ ગીતમાં રેપર બાદશાહે (Badshah) પોતાનો અવાજ આપ્યો છે. છેલ્લી વખત બાદશાહ અને જેક્લીન 'ગેંદા ફૂલ' ગીતમાં સાથે જોવા મળ્યા હતા અને બંગાળી સુંદરી તરીકે જોવા મળતી જેકલીને બધાના દિલ જીતી લીધા હતા. તો, 'પાણી પાની' ગીતનો ક્રેઝ એટલો વધી ગયો કે, યુટ્યુબ (Youtube) પર ઘણા લોકોએ આ ગીત પર તેમના ડાન્સ વીડિયો અપલોડ કરવાનું શરૂ કર્યું.
આ ક્રમમાં, આજે અમે તમને આવો જ એક વાયરલ વીડિયો બતાવવા જઈ રહ્યા છીએ, જેમાં સુચિસ્મિતા સરકાર નામની છોકરીએ આ ગીત પર જોરદાર ડાન્સ કર્યો છે. સુચિસ્મિતા સરકારે પોતાની યુટ્યુબ ચેનલ પર તેનો આ વીડિયો અપલોડ કર્યો હતો, જે અત્યાર સુધીમાં 27 લાખથી વધુ વખત જોવામાં આવી ચુક્યો છે, તેમજ લોકો આ વિડીયો પર સતત કોમેન્ટ કરી રહ્યા છે અને સુચિસ્મિતાના ડાન્સની પ્રશંસા કરી રહ્યા છે. વીડિયોમાં સુચિસ્મિતાનો ડાન્સ જોવા મળી રહ્યો છે. તો, તેના સ્ટેપ્સ અને મૂવ્સ જોઈ, જેક્લીન પણ તેના વખાણ કરતા અચકાશે નહીં.
" isDesktop="true" id="1142537" >
ઉલ્લેખનીય છે કે, સોશિયલ મીડિયા પર કોઈનો વીડિયો ક્યારે અને કેવી રીતે વાયરલ થઈ જાય તે કહેવું થોડું મુશ્કેલ છે, કારણ કે આ બધી વસ્તુઓ ઈન્ટરનેટ યુઝર્સના હાથમાં છે, તેમને જે ગમે તે, વાયરલ થવામાં જરા પણ સમય લાગતો નથી.
સોશિયલ મીડિયાને એક પ્લેટફોર્મ માનવામાં આવે છે જે પ્રતિભાશાળી લોકો માટે કોઈ વરદાનથી ઓછું નથી. અહીં લોકો સરળતાથી પોતાની આવડત દુનિયા સામે બતાવી શકે છે અને આજના યુગમાં આવું થઈ રહ્યું છે.
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર