Home /News /entertainment /Money laundering Case: જેકલિન ફર્નાન્ડિઝ EOW ઓફિસ પહોંચી, પોલીસે પૂછપરછ શરૂ કરી

Money laundering Case: જેકલિન ફર્નાન્ડિઝ EOW ઓફિસ પહોંચી, પોલીસે પૂછપરછ શરૂ કરી

200 કરોડ રૂપિયાના મની લોન્ડ્રિંગ મામલામાં ફિલ્મ અભિનેત્રી જેકલિન ફર્નાન્ડિઝ દિલ્હી પોલીસની આર્થિક અપરાધ શાખાની ઓફિસ પહોંચી છે. જેકલિનને સમન્સ મોકલીને બોલાવવામાં આવી હતી. હવે બુધવાર સવારે 11 વાગે દિલ્હીના મંદિર માર્ગ સ્થિત આર્થિક અપરાધ શાખાની ઓફિસમાં જેકલિન હાજર થઈ છે.

વધુ જુઓ ...

    સવાલોનું લિસ્ટ તૈયાર

    દિલ્હી પોલીસે એક્ટ્રેસ માટે સવાલોનું લાંબુ લિસ્ટ તૈયાર કરીને રાખ્યું છે. જેકલિનને 200 કરોડથી વધુની ખંડણી માગનારા માસ્ટમાઇન્ડ સુકેશ કેસમાં પૂછપરછ થઈ રહી છે.

    Jacqueline Fernandez arrives at EOW office in Delhi in connection with the conman Sukesh Chandrashekhar money Laundering case https://t.co/XFDrF8xDaB pic.twitter.com/qzkIfe9Tzh

    જાણકારીના અનુસાર, જેકલિન ઉપરાંત પિંકી ઇરાનીને પણ EOWએ સમન્સ પાઠવ્યું છે. પિંકીએ જ જેકલિન તથા સુકેશ વચ્ચેની મુલાકાત કરાવી આપી હતી. સૂત્રોના મતે, જેકલિન તથા પિંકીની સામ-સામે બેસીને પૂછપરછ કરવામાં આવી શકે છે.

    સૂત્રોના અનુસાર, જેકલિનને જાણ કરવામાં આવી છે કે તેની તપાસ થોડા દિવસ માટે અથવા બેક ટૂ બેક હોય શકે છે, એટલા માટે દિલ્હીમાં રોકાવાની યોજના કરવામાં આવી છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ તેની ચાર્જશીટમાં સુકેશ સાથે સંકળાયેલા મની લોન્ડરિંગ કેસમાં જેકલિનનું નામ લીધું છે. EDની ચાર્જશીટમાં જણાવાયું છે કે જેકલિનને સુકેશની ગુનાહિત કેસોમાં સંડોવણીની જાણ હતી, પરંતુ તેણે તેના ગુનાહિત ભૂતકાળની અવગણના કરવાનું પસંદ કર્યું અને તેમ છતાં તે તેની સાથે નાણાકીય વ્યવહારોમાં સામેલ થઈ ગઈ.જેકલિન માટે તૈયાર કરવામાં આવેલા પ્રશ્નો નોરા ફતેહીને પૂછવામાં આવેલા પ્રશ્નો કરતા વધુ અને અલગ હોઈ શકે છે. નોરા ફતેહીને પહેલા બોલાવવામાં આવી હતી.

    આર્થિક અપરાધ શાખા એ પણ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે આ મામલામાં સામેલ બંને એક્ટ્રેસિસ એક-બીજાને આપવામાં આવેલી ગિફ્ટ વિશે અજાણ હતી. આ પહેલા EDએ પોતાની જાણકારી આપતા પહેલા કહ્યું હતું કે જેકલિન ફર્નાન્ડિઝનું નિવેદન 30 ઓગસ્ટ અને 20 ઓક્ટોબર 2021ના રોજ નોંધવામાં આવ્યું હતું, જ્યારે તેને ચંદ્રશેખર પાસેથી ગિફ્ટની વાત સ્વીકારી હતી. કર્ણાટકમાં બેંગલુરુનો મૂળ રહેવાસી સુકેશ ચંદ્રશેખર વર્તમાનમાં દિલ્હીની તિહાડ જેલમાં બંધ છે અને તેની વિરુદ્ધ 10થી વધુ ગુનાહિત કેસ નોંધાયેલા છે. ઠગ ચંદ્રશેખર પર રોહિણી જેલમાં બંધ હતો તે દરમિયાન 200 કરોડ રૂપિયાનું ખંડણીનું રેકેટ ચલાવવાનો આરોપ છે.

    કોણ સવાલ કરી રહ્યું છે?

    • EOWના જોઇન્ટ કમિશ્નર છાયા શર્મા

    • સ્પેશિયલ કમિશ્નર રવિન્દ્ર યાદવ

    • આ ઉપરાંત 5-6 ઓફિસર પણ છે.

    દિલ્હી પોલીસ જેકલિનની આવતીકાલે એટલે કે 15 સપ્ટેમ્બરના રોજ પણ પૂછપરછ કરી શકે છે. આ જ કેસમાં દિલ્હી પોલીસે બોલિવૂડ એક્ટ્રેસ નોરા ફતેહીની 6 કલાકથી પણ વધુ સમય પૂછપરછ કરી હતી.

    અપડેટ થાય છે...
    Published by:Priyanka Panchal
    First published:

    Tags: Entertainemt News, Jacqueline Fernandez, દિલ્હી પોલીસ

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन