Home /News /entertainment /મની લોન્ડરિંગ મામલે જેક્લીન ફર્નાન્ડિઝની ED દ્વારા 5 કલાક ચાલી પૂછપરછ

મની લોન્ડરિંગ મામલે જેક્લીન ફર્નાન્ડિઝની ED દ્વારા 5 કલાક ચાલી પૂછપરછ

ED દ્વારા જેક્લિનની પાંચ કલાક ચાલી પૂછપરછ

મની લોન્ડરિંગ કેસમાં જેકલીન ફર્નાન્ડિઝનું (Jcqueline Fernandez) નિવેદન લેવાયું હતું. આ કેસ કોનમેન સુકેશ ચંદ્રશેખર સાથે જોડાયેલો છે. સુકેશ પર મની લોન્ડરિંગ (Money Laundering Case) હેઠળ કેસ કરવામાં આવ્યો હતો.

  એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: બોલિવૂડ એક્ટ્રેસ જેકલીન ફર્નાન્ડિઝની (Jacqueline Fernandez) ગત રોજ 30 ઓગસ્ટના દિલ્હીમાં પાંચ કલાકથી ED (એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ) પૂછપરછ કરી રહ્યું છે. મની લોન્ડરિંગ કેસમાં (Money Laundering Case)જેકલીનનું નિવેદન લેવાયું હતું. આ કેસ કોનમેન સુકેશ ચંદ્રશેખર સાથે જોડાયેલો છે. સુકેશ પર મની લોન્ડરિંગ હેઠળ કેસ કરવામાં આવ્યો હતો. 20 ઓગસ્ટથી તિહાર જેલમાંથી અત્યાર સુધીની સૌથી મોટી ખંડણી (200 કરોડ) વસૂલ કરનારો આરોપ સુકેશ ચંદ્રશેખર તથા ફિલ્મ એક્ટ્રેસ લીના પોલના ચેન્નઇ સ્થિત બંગલામાં EDએ દરોડા પાડ્યા હતા. ED ઇસ્ટે કોસ્ટ રોડ પર આવેલા સુકેશના બંગલામાં દરોડા પાડી ભારે માત્રામાં રોકડા અને 15 લક્ઝૂરિયસ કાર જપ્ત કરી છે. આટલું જ નહીં જે બંગલામાં રેઇડ પાડવામાં આવી હતી તે ની કિંમત પણ કરોડોમાં હોવાનું અનુમાન છે.

  આ પણ વાંચો-પતિને છૂટાછેડા આપવાનું વિચારે છે શિલ્પા શેટ્ટી, બાળકોને પણ સંપત્તિથી દૂર કરવાની ઇચ્છા- મિત્રનો દાવો

  સોર્સિસ મુજબ, જેકલીન છેલ્લાં થોડાં સમયથી જુહૂ તથા બાંદ્રાની વચ્ચે સી ફેસિંગ ઘર શોધતી હતી. અને બાદમાં તેણે પ્રિયંકા ચોપરાનો સી ફેસિંગ એપાર્ટમેન્ટ ખરીદ્યું હોવાનું સામે આવ્યું હતું. રિપોર્ટ પ્રમાણે, અનેક ઘર જોયા બાદ જેકલીન તથા તેના બોયફ્રેન્ડે જુહૂમાં એક સી ફેસિંગ બંગલો ભાડેથી લીધો છે. બંને ટૂંક સમયમાં અહીંયા રહેવા જશે. આ ઘરનું ઇન્ટિરિયરનું કામ ફ્રાંસના એક ડિઝાઈનરને આપવામાં આવ્યું છે.  તે જેકલીનના કહ્યાં પ્રમાણે આખો બંગલો સજાવશે. આ ઘર માટે જેકલીને એડવાન્સ ડિપોઝીટની રકમ આપી છે.

  આ પણ વાંચો-જાણો, સલમાન ખાન માટે છાતી પર ગોળી ખાનારી તેની પહેલી હીરોઇન રેનૂ આર્યા હવે ક્યાં છે?

  સોર્સિસની માનીયે તો, જેકલીન પ્રેમી સાથેના સંબંધો અંગે એકદમ ગંભીર છે. બંને વીડિયો કોલ પર વાત કરતાં રહેતા હોય છે. ઘર અંગે પણ બંનેએ વીડિયો કોલના માધ્યમથી જ વાત કરી હતી. આ ઘરમાં બોયફ્રેન્ડની ઓફિસ પણ હશે. તે ટૂંક સમયમાં મુંબઈ શિફ્ટ થવાનો છે.

  આ પણ વાંચો-શું ગર્ભવતી છે ઐશ્વર્યા રાય બચ્ચન? વીડિયો જોઇ યુઝર્સે કહ્યું- 'હવે તેનું બેબી બમ્પ સ્પષ્ટ દેખાય છે'

  હાલમાં જ સુકેશે તિહાર જેલની અંદરથી એક મોટા બિઝનેસમેનની પત્ની પાસેથી 200 કરોડ રૂપિયાની ખંડણી લીધી હતી, જેમાં RBL (ધ રત્નાકર બેંક) બેંકના અધિકારીઓ સહિત તિહાર જેલના કેટલાંક અધિકારીઓની ધરપકડ કરવામાં આવી હતી.

  આ પણ વાંચો-Taarak Mehta...: જુઓ નટૂ કાકાની લેટેસ્ટ તસવીરો, કેન્સરથી ઓછા થયા વાળ, ચહેરા પર છે સોજા

  સુકેશની નિકટની સાથે લીનાની પણ EDએ પૂછપરછ કરી હતી. સુકેશની સ્પેશિયલ સેલે ખંડણી કેસમાં ધરપકડ કરી હતી. હાલમાં તે EOW (ઇકોનોમિક્સ અફેન્સ વિંગ)ની કસ્ટડીમાં છે. ઉલ્લેખનીય છે કે સુકેશ રાજકીય નેતા સિંબલના કેસનો આરોપી છે અને લાંબા સમયથી જેલમાં છે.
  Published by:Margi Pandya
  First published:

  Tags: Entertainment news, Jacqueline Fernandez, Money Laundering Case

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन