Home /News /entertainment /શ્રીલંકામાં થયેલા સીરિયલ બ્લાસ્ટ અંગે જેક્લિને કહ્યું- હિંસા રોકાવી જોઇએ

શ્રીલંકામાં થયેલા સીરિયલ બ્લાસ્ટ અંગે જેક્લિને કહ્યું- હિંસા રોકાવી જોઇએ

કોરોનાવાયરસના કારણે દેશભરમાં લોકડાઉન છે. 21 દિવસના આ લોકડાઉનમાં તમામ સેલેબ્રિટી પોતાના ઘરમાં બંધ છે. ત્યારે મૂળ શ્રીલંકાની વતની તેવી જેકલીન ફર્નાર્ડીસ (Jacqueline Fernandez) હાલ તેના પરિવાર ખૂબ જ મિસ કરી રહી છે. ઉલ્લેખનીય છે કે હાલ મોટા ભાગના દેશોએ પોતાની આંતરાષ્ટ્રીય બોર્ડર બંધ કરી દીધી છે. અને હવે તો ઘરની બહાર નીકળવું પણ મુશ્કેલ છે. ત્યારે જેકલીન તેના માતા પિતાને યાદ કરીને દુખી છે.

પવિત્ર પર્વ ઈસ્ટરના દિવસે બે ચર્ચ અને બે હોટલને નિશાન બનાવતાં 6 બોમ્બ બ્લાસ્ટ થયા છે

    ન્યૂઝ18 ગુજરાતી: શ્રીલંકાની રાજધાની કોલંબો સહિત દેશના અનેક હિસ્સાઓમાં ખ્રિસ્તીઓના પવિત્ર પર્વ ઈસ્ટરના દિવસે બે ચર્ચ અને બે હોટલને નિશાન બનાવતાં 6 બોમ્બ બ્લાસ્ટ થયા છે. સ્થાનિક મીડિયા મુજબ, આ બ્લાસ્ટ્સમાં લગભગ 160 લોકોએ જીવ ગુમાવ્યા છે.

    આ હુમલા અંગે બોલિવૂડ અભિનેત્રી અને મૂળ શ્રીલંકાની જેક્લિન ફર્નાન્ડિઝે આ ઘટના અંગે દુ:ખ વ્યક્ત કર્યો છે. જેક્લિને આ અંગે ટ્વિટ કરતાં લખ્યું કે, શ્રીલંકામાં થયેલા બ્લાસ્ટ્સના સમાચારથી દુ:ખી છું. આ પ્રકારની હિંસા રોકાવી જોઇએ.

    માત્ર જેક્લિન જ નહીં, પરંતુ તમામ લોકો આ ઘટનાની નિંદા કરી રહ્યાં છે. ઉલ્લેખનીય છે કે, જેક્લિનનો જન્મ શ્રીલંકાના કોલંબોમાં થયો હતો. જેક્લિનના પિતા શ્રીલંકન છે, જ્યારે તેની માતા મલેશિયન છે. વર્ષ 2006માં જેક્લિને મિસ શ્રીલંકા કોન્ટેસ્ટમાં ભાગ લીધો અને તે મિસ શ્રીલંકા બની હતી.

     આ પણ વાંચો: અક્ષય કુમારની પત્નીએ કેજરીવાલ સપોર્ટર્સની ઉડાવી મજાક, તસવીર વાયરલ

    ઉલ્લેખનીય છે કે, ભારતના વિદેશ મંત્રી સુષમા સ્વરાજે ટ્વિટ કરીને કહ્યું છે કે, હું કોલંબોના ભારતીય હાઇ કમિશ્નરના સતત સંપર્કમાં છું. અમે આ સ્થિતિ પર ઝીણવટભરી નજર રાખી રહ્યા છીએ.
    Published by:Azhar Patangwala
    First published:

    Tags: Jacqueline Fernandez, Sri lanka

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन