Home /News /entertainment /

જેકલીન ફર્નાન્ડીઝની માતા કિમને હાર્ટ એટેક આવ્યો, બહેરીનની હોસ્પિટલમાં દાખલ

જેકલીન ફર્નાન્ડીઝની માતા કિમને હાર્ટ એટેક આવ્યો, બહેરીનની હોસ્પિટલમાં દાખલ

જેકલીન ફર્નાન્ડીઝની માતા કિમને હાર્ટ એટેક આવ્યો

જેકલીન ફર્નાન્ડીઝ (jacqueline fernandez) ની માતા કિમ ફર્નાન્ડીઝને હાર્ટ એટેક આવતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. તે બહેરીનની એક હોસ્પિટલમાં દાખલ છે

    જેકલીન ફર્નાન્ડીઝ (jacqueline fernandez) ની માતા કિમ ફર્નાન્ડીઝને હાર્ટ એટેક આવતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. તે બહેરીનની એક હોસ્પિટલમાં દાખલ છે. જેકલીનના માતા-પિતા બહેરીનમાં રહે છે, જ્યારે અભિનેત્રી મુંબઈમાં રહે છે. જેકલીન તેની માતા (jacqueline fernandez heart attack) ની ખૂબ જ નજીક છે. તે ઘણીવાર તેની માતા સાથે તસવીરો શેર કરતી રહે છે. ગયા વર્ષે, તે ક્રિસમસની ઉજવણી કરવા માટે તેના માતાપિતા પાસે જઈ રહી હતી, પરંતુ મની લોન્ડરિંગ કેસને કારણે, તેને એરપોર્ટ પર અટકાયતમાં લેવામાં આવી હતી.

    ઠગ સુકેશ ચંદ્રશેખર (Sukesh Chandrasekhar) પાસેથી 200 કરોડની વસૂલીના મામલામાં જેકલીન મુશ્કેલીમાં છે. મની લોન્ડરિંગ કેસમાં EDની તપાસ ચાલુ હોવાથી દરરોજ નવા ખુલાસા થઈ રહ્યા છે. હાલમાં જ જેકલીન કામના સિલસિલામાં વિદેશ જઈ રહી હતી ત્યારે EDએ તેને એરપોર્ટ પર રોકી હતી અને હવે આ કેસને કારણે અભિનેત્રી ક્રિસમસ મનાવવા માટે તેના ઘરે પણ જઈ શકી નથી.

    જેક્લિને અંગત અને વ્યાવસાયિક કારણોસર ED પાસે વિદેશ જવાની પરવાનગી માંગી હતી, પરંતુ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે તેને દેશની બહાર જવાની મંજૂરી આપી ન હતી. EDએ અભિનેત્રીને બહાર જવાની પરવાનગી આપવાનો ઇનકાર કરતા કહ્યું કે આ મામલો હજુ તપાસ હેઠળ છે અને તેને આ કેસમાં ક્લીનચીટ મળી નથી.

    જેકલીન ક્રિસમસ માટે ઘરે જઈ શકી ન હતી

    આ કારણોસર જેકલીન ફર્નાન્ડીઝ ક્રિસમસ સેલિબ્રેટ કરવા તેના ઘરે જઈ શકી ન હતી. આટલું જ નહીં, આ કેસને કારણે જેકલીન સલમાન ખાન સાથે 'ધ-બેંગ ટૂર' પર પણ જઈ શકી ન હતી. આ ઘટના પહેલા જ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે તેમને એરપોર્ટ પર રોક્યા હતા.

    જેકલીન સામે લુક આઉટ નોટિસ

    એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ અભિનેત્રી વિરુદ્ધ લુકઆઉટ નોટિસ જારી કરી હતી. જેના કારણે તેના વિદેશ જવા પર પ્રતિબંધ છે. જેકલીને EDને આ નોટિસ હટાવવાની વિનંતી કરી હતી, જેના પર EDએ અભિનેત્રીની અરજી ફગાવી દીધી હતી.

    આ પણ વાંચોઈશા ગુપ્તાની નવા વર્ષમાં બોલ્ડનેસ અદા જોઈ ફેન્સ ઘાયલ, બોયફ્રેન્ડ સાથે ખુલ્લેઆમ રોમેન્ટિક બની અને...

    આ અભિનેત્રીઓ પર પણ EDની તલવાર લટકી છે

    આ કેસમાં જેકલીનની સાથે નોરા ફતેહી, શ્રદ્ધા કપૂર, શિલ્પા શેટ્ટી અને હરમન બાવેજા જેવા કલાકારોના નામ પણ સામે આવ્યા છે. તાજેતરના દિવસોમાં નોરા ફતેહીની ચેટની પણ ચર્ચા થઈ હતી. જો કે, અભિનેત્રીએ કોઈપણ રીતે આ બાબત સાથે તેના જોડાણને નકારી કાઢ્યું છે.
    Published by:kiran mehta
    First published:

    Tags: Jacqueline Fernandez

    આગામી સમાચાર