Home /News /entertainment /Jacqueline Fernandez : જેકલીન ફર્નાન્ડિઝે એકલતા દૂર કરવા આ પગલું ભર્યું, અભિનેત્રીએ હવે કર્યો મોટો ખુલાસો

Jacqueline Fernandez : જેકલીન ફર્નાન્ડિઝે એકલતા દૂર કરવા આ પગલું ભર્યું, અભિનેત્રીએ હવે કર્યો મોટો ખુલાસો

જેકલીન ફર્નાન્ડીઝ

જેકલીન ફર્નાન્ડીઝે (Jacqueline Fernandez) શોમાં પોતાના અંગત જીવનના ઘણા રહસ્યો જાહેર કર્યા, વર્ષ 2020માં પ્રથમ લોકડાઉન દરમિયાન તે તેનાથી પીડાઈ રહી હતી. તેણે જણાવ્યું કે, કેવી રીતે મુશ્કેલ સમયમાંથી પસાર થઈ

    જેકલીન ફર્નાન્ડીઝ (Jacqueline Fernandez) હંમેશાથી સકારાત્મક વિચારસરણી ધરાવતી અભિનેત્રી રહી છે, પરંતુ તેના જીવનમાં એક સમય એવો આવ્યો જ્યારે તેને એકલતાના કારણે માનસિક તણાવ (mental stress) નો સામનો કરવો પડ્યો. વર્ષ 2020માં પ્રથમ લોકડાઉન દરમિયાન તે તેનાથી પીડાઈ રહી હતી. અભિનેત્રી તાજેતરમાં જ શિલ્પા શેટ્ટી કુન્દ્રા (Shilpa Shetty Kundra) ના ટોક શોમાં જોવા મળી હતી.

    જેક્લિને શોમાં પોતાના અંગત જીવનના ઘણા રહસ્યો જાહેર કર્યા હતા. જેક્લિને એ પણ ખુલાસો કર્યો કે, તેણે ડૉક્ટર પાસે જવું પડ્યું, જ્યાં થેરાપી સેશન્સે તેને મુશ્કેલ સમયમાંથી પસાર થવામાં ખરેખર મદદ કરી. આ વિષય પર તેના મંતવ્યો શેર કરતા, અભિનેત્રીએ દાવો કર્યો હતો કે, એવા ઘણા લોકો છે જેઓ એકલા રહે છે, જ્યારે તેમનો પરિવાર તેમનાથી દૂર છે. તેથી તેમની સાથે વાત કરવા માટે કોઈ નથી હોતુ.

    જેકલીન માટે પણ એવું જ હતું, કારણ કે તે પોતાની સમસ્યાઓ વિશે જણાવીને લોકોને પરેશાન કરવા માંગતી ન હતી. તે મિત્રો અથવા પરિવાર સાથે ક્યારેય ઉદાસીનતાથી વાત કરતી નથી, કારણ કે તે એવી વ્યક્તિ નથી કે જે લોકોને કહે કે તે સંઘર્ષ કરી રહી છે અથવા ઉદાસ અને એકલી છે.

    જેકલીન એક અદ્ભુત થેરેપિસ્ટને મળી

    જેકલીનને મુશ્કેલ પરિસ્થિતિમાંથી બહાર આવવા માટે થેરાપિસ્ટની મદદ લેવી પડી હતી. તેણી એક અદ્ભુત ચિકિત્સકને મળી. તેનાથી થોડા સમય પછી અદ્ભુત પરિણામો મળ્યા. તેણે શિલ્પાને આગળ કહ્યું કે, ઘણા લોકોને લાગે છે કે થેરાપી કામ કરતી નથી, પરંતુ એવું નથી.

    જેક્લિને ખરાબ અનુભવોને પોતાના પર હાવી થવા ન દીધા

    તે ટ્રોલ્સને કેવી રીતે હેન્ડલ કરે છે તે વિશે વાત કરતાં, જેક્લિને કહ્યું કે તે હવે શીખી ગઈ છે કે, ખરાબ અનુભવોને ખરાબ વ્યક્તિત્વમાં ફેરવવા ન દેવા જોઈએ. કેટલીકવાર આપણે કંઈક અવ્યવસ્થિત રીતે લખેલું જોઈએ છીએ અને તે સમજાવવા માટે કોઈ નથી. આ કારણે વ્યક્તિની અંદર માનસિક યુદ્ધ શરૂ થઈ જાય છે જે તેના પર ખરાબ અસર કરે છે.

    આ પણ વાંચોValimai Box Office Collection: અજીત સ્ટારર વલીમાઈએ માત્ર 10 દિવસમાં કરી 200 કરોડની કમાણી

    સુકેશ ચંદ્રશેખર સાથે નામ જોડાયું હતું

    બોલિવૂડ અભિનેત્રી કહે છે કે, તે લોકોને ખરાબ વ્યક્તિમાં ફેરવી શકે છે. આથી, તેણે ઑનલાઇન બુલિંગ છતાં પણ પોતાની જાતને સકારાત્મક રાખવાનું શીખી લીધુ છે. જેકલીનનું નામ ત્યારે વિવાદમાં આવ્યું જ્યારે તે ઠગ સુકેશ ચંદ્રશેખરના 200 કરોડ રૂપિયાના મની લોન્ડરિંગ કેસમાં સંડોવાયેલી હતી. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, અભિનેત્રી અક્ષય કુમારની 'બચ્ચન પાંડે' અને જ્હોન અબ્રાહમની 'અટેક'ની રિલીઝની આતુરતાથી રાહ જોઈ રહી છે.
    Published by:kiran mehta
    First published:

    Tags: Bollywood Latest News, Bollywood News in Gujarati, Jacqueline Fernandez

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन