Home /News /entertainment /

મની લોન્ડ્રિંગ કેસમાં નવો ખુલાસો: જેક્લિનના હેરડ્રેસરે સુકેશને અભિનેત્રીનો સંપર્ક કરવામાં મદદ કરી

મની લોન્ડ્રિંગ કેસમાં નવો ખુલાસો: જેક્લિનના હેરડ્રેસરે સુકેશને અભિનેત્રીનો સંપર્ક કરવામાં મદદ કરી

હેરડ્રેસર દ્વારા સુકેશ જેકલિનને મળ્યો હતો, તિહાડ જેલમાંથી વીડિયો કોલ કરતો હતો

બોલિવૂડ એક્ટ્રેસ જેકલિન ફર્નાન્ડિઝ (Jacqueline Fernandez) માટે મુશ્કેલી ત્યારથી વધી ગઈ, જ્યારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે તેણે ગયા વર્ષે મની લોન્ડ્રિંગ કેસ (Money laundering case)માં કોનમેન સુકેશ ચંદ્રશેખર (Sukesh Chandrasekhar)ની સાથે નામ જોડાયું હતું. ત્યારથી જેકલિનને ઘણી વખત પૂછપરછ માટે બોલાવવામાં આવી હતી.

વધુ જુઓ ...
    બોલિવૂડ એક્ટ્રેસ જેકલિન ફર્નાન્ડિઝ (Jacqueline Fernandez) માટે મુશ્કેલી ત્યારથી વધી ગઈ, જ્યારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે તેણે ગયા વર્ષે મની લોન્ડ્રિંગ કેસ (Money laundering case)માં કોનમેન સુકેશ ચંદ્રશેખર (Sukesh Chandrasekhar)ની સાથે નામ જોડાયું હતું. ત્યારથી જેકલિનને ઘણી વખત પૂછપરછ માટે બોલાવવામાં આવી હતી. મની લોન્ડ્રિંગ કેસમાં સાક્ષી અને સંભવિત પાર્ટનર તરીકે ટેગ કરવામાં આવી, બંનેની ઘણી રોમેન્ટિક તસવીર પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ, જેના પછી જેકલિન ફર્નાન્ડિઝ ચર્ચામાં છે, પરંતુ શું તમે જાણો છો કે સુકેશ એક્ટ્રેસ જેકલિનના સંપર્કમાં કેવી રીતે આવ્યો?

    જેકલિન ફર્નાન્ડિઝ (Jacqueline Fernandez)અને સુકેશ ચંદ્રશેખર (Sukesh Chandrasekhar)ની પ્રેમ કહાની કથિત રીતે જાન્યુઆરી 2021માં ત્યારે શરૂ થઈ, જ્યારે ચંદ્રશેખરે તિહાડ જેલની અંદર એક્ટ્રેસને ફોન અને મેસેજ કરવાનું શરૂ કરી દીધું. ધ પ્રિન્ટના એક રિપોર્ટ અનુસાર જેલની અંદર સુકેશે જેકલિનનો સંપર્ક કર્યો હતો, પરંતુ ત્યારે એક્ટ્રેસે જવાબ નહોતો આપ્યો, ત્યારે સુકેશે એક વચેટિયાની મદદ લીધી હતી.

    હેરડ્રેસરને સુકેશે વચેટિયો બનાવ્યો હતો

    રિપોર્ટના અનુસાર, જેકલિન ફર્નાન્ડિઝે સુકેશના મેસેજનો કોઈ જવાબ ન આપ્યો, જેના પછી ચંદ્રશેખરે ફરીથી એક્ટ્રેસના હેરડ્રેસરનો કોન્ટેક્ટ કર્યો. તેના પછી તેને પોતાને એક ટીવી નેટવર્કનો માલિક અને એક જ્વેલરી તરીકે ઓળખ આપી હતી.

    જેકલિન અને સુકેશની વચ્ચે બે મુલાકાત થઈ

    ઈડીના સૂત્રોના અનુસાર, જેકલિને તપાસકર્તાઓેને જણાવ્યું કે તેણે એ વાતની જાણકારી નહોતી કે ચંદ્રશેખર તેણે જેલની અંદરથી મેસેજ અને કોલ કરી રહ્યો હતો. એક્ટ્રેસે દાવો કર્યો કે જ્યારે તે પેરોલ પર જેલમાંથી બહાર આવ્યો હતો, ત્યારે તે તેને માત્ર બે વખત મળી હતી. તેમાંથી એક મુલાકાત ચેન્નઈમાં થઈ હતી અને પછી જ્યારે પણ જેકલિને તેને ફરીથી મળવાનું કહ્યું તો તેણે હંમેશાં એવું કહ્યું કે કોવિડ પ્રતિબંધના કારણે ફસાય ગયો છે.

    જેલની અંદર સુકેશ વીડિયો કોલ કરતો હતો!

    ચંદ્રશેખર કથિક રીતે વીડિયો કોલ દ્વારા જેકલિન ફર્નાન્ડિઝની સાથે સતત સંપર્કમાં હતો. તે તિહાડ જેલની અંદર બનાવવામાં આવેલી ઓફિસમાંથી તેની સાથે વાત કરતો હતો. સૂત્રોએ એવું પણ કહ્યું કે ફર્નાન્ડિઝે ઈડીના અધિકારીનો જણાવ્યું કે જ્યારે તેને ચંદ્રશેખર વિશે સમાચાર વાંચ્યા તો તેને એવું કહેવામાં આવ્યું કે તેને‘ખોટા કેસમાં ફસાવવામાં આવ્યો છે’.
    Published by:Priyanka Panchal
    First published:

    Tags: Jacqueline Fernandez, Sukesh Chandrasekhar

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन