Home /News /entertainment /

Jacqueline Fernandez Petition : જેકલીન ફર્નાન્ડિઝે વિદેશ જવાની પરવાનગી માંગવા દિલ્હી કોર્ટમાં અરજી કરી

Jacqueline Fernandez Petition : જેકલીન ફર્નાન્ડિઝે વિદેશ જવાની પરવાનગી માંગવા દિલ્હી કોર્ટમાં અરજી કરી

જેકલીન ફર્નાન્ડિઝે દિલ્હી કોર્ટમાં અરજી કરી.

જેકલીન ફર્નાન્ડિઝે (Jacqueline Fernandez) અબુ ધાબીમાં યોજાનારા આઈફા એવોર્ડ્સમાં હાજરી આપવા માટે દિલ્હીની કોર્ટમાં અપીલ કરી છે. આ અપીલમાં તેણે 15 દિવસ માટે વિદેશ પ્રવાસની પરવાનગી માંગી છે. આ 15 દિવસોમાં તે અબુ ધાબી, ફ્રાન્સ અને નેપાળનો પ્રવાસ કરશે.

વધુ જુઓ ...
    જેકલીન ફર્નાન્ડિઝે (Jacqueline Fernandez) અબુ ધાબીમાં (Abu Dhabi) યોજાનારા આઈફા એવોર્ડ્સમાં હાજરી આપવા માટે દિલ્હીની કોર્ટમાં અપીલ કરી છે. આ અપીલમાં તેણે 15 દિવસ માટે વિદેશ પ્રવાસની પરવાનગી માંગી છે. આ 15 દિવસોમાં તે અબુ ધાબી, ફ્રાન્સ અને નેપાળનો પ્રવાસ કરશે. સુકેશ ચંદ્રશેખર કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ના રડાર પર રહેલી જેક્લીન ફર્નાન્ડિઝે કામની પ્રતિબદ્ધતાઓ માટે વિદેશ પ્રવાસની પરવાનગી મેળવવા માટે કોર્ટમાં અરજી કરી છે.

    આ પણ વાંચો -Photos : રણવીર સિંહનો ફરી એક નવો અતરંગી લુક થયો વાયરલ, કપડાં જોઇ ફેન્સ પણ ચોંક્યા

    જેકલીન ફર્નાન્ડીઝ અબુ ધાબીમાં આઈફા એવોર્ડ સમારોહમાં હાજરી આપશે. આ પછી તે વર્ક કમિટમેન્ટ્સને કારણે પહેલા ફ્રાન્સ અને પછી નેપાળ જશે. જો કે, તેમને પરવાનગી મળી કે નહીં, આ અંગેની અપડેટ હજુ સુધી જાહેર કરવામાં આવી નથી. ઠગ સુકેશ સાથે સંબંધિત 200 કરોડની ખંડણીના કેસમાં તેની સામે સક્રિય લુક આઉટ સર્ક્યુલર છે.

    આ પણ વાંચો -Malaika Aroraનું મોર્નિંગ રુટિન છે ખૂબ જ ખાસ, 48 વર્ષની ઉંમરમાં પરફેક્ટ બોડીનું આ છે રહસ્ય

    આ કારણોસર, જેકલીન ફર્નાન્ડીઝને ગયા વર્ષે મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર થોડા સમય માટે અટકાયતમાં લેવામાં આવી હતી. તાજેતરમાં જ EDએ તેમની રૂ. 7.27 કરોડની સંપત્તિ જપ્ત કરી હતી. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ 200 કરોડ રૂપિયાના કથિત મની લોન્ડરિંગ કેસમાં ઠગ સુકેશ ચંદ્રશેખર અને તેની સાથે સંબંધિત લોકોની પૂછપરછ કરી રહ્યું છે અને આ મામલાની તપાસ કરવામાં આવી રહી છે.

    અગાઉ, 5 ડિસેમ્બર 2021 ના ​​રોજ, દેશની બહાર જવાનો પ્રયાસ કરી રહેલી અભિનેત્રીને મુંબઈ એરપોર્ટ પર રોકવામાં આવી હતી. EDએ તેની સામે લુકઆઉટ નોટિસ પણ જાહેર કરી છે. આ કેસમાં EDની ટીમે અભિનેત્રીની 3 વખત પૂછપરછ કરી છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા જેકલીન ફર્નાન્ડિસની તિહાર જેલમાં બંધ ઠગ સુકેશ ચંદ્રશેખર સાથેના તેના સંબંધો અંગે પણ પૂછપરછ કરવામાં આવી છે.

    એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના નજીકના સૂત્રોના જણાવ્યા અનુસાર, અભિનેત્રી જેકલીન અને કોનમેન સુકેશ ચંદ્રશેખર વચ્ચે ગાઢ સંબંધ હતો અને તે અભિનેત્રી પર પાણીની જેમ પૈસા ખર્ચતો હતો. સુકેશ ચંદ્રશેખરે અભિનેત્રીને ઇમ્પોર્ટેડ ક્રોકરી, સોના અને હીરાના દાગીના આપ્યા હતા. આ ઉપરાંત 52 લાખ રૂપિયાની કિંમતનો ઘોડો અને 9-9 લાખની કિંમતની 4 પર્શિયન બિલાડીઓ પણ ભેટમાં આપવામાં આવી હતી. સુકેશે જેકલીન માટે ઘણીવાર ચાર્ટર્ડ ફ્લાઈટ્સ બુક કરાવી હતી. EDના સૂત્રોના જણાવ્યા અનુસાર, સુકેશે અભિનેત્રી પર લગભગ 10 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો હતો.
    Published by:Bhavyata Gadkari
    First published:

    Tags: Jacqueline Fernandez

    આગામી સમાચાર