જેકલીન પર ભારે પડ્યો 'મોહિની' અવતાર, દર્શકોએ આવી રીતે કાઢ્યો ગુસ્સો

News18 Gujarati
Updated: March 22, 2018, 3:18 PM IST
જેકલીન પર ભારે પડ્યો 'મોહિની' અવતાર, દર્શકોએ આવી રીતે કાઢ્યો ગુસ્સો

  • Share this:
ફિલ્મી પડદા પર એકવાર ફરી 'મોહિની' પાછી આવી છે. 29 વર્ષ પછી જેકલીન ફર્નાડિઝ પડદા પર મોહિની બનીને આવી છે. જોકે દર્શકોને જેકલીનનું 'મોહીની' અવતાર ગમ્યો નથી. લોકો સોશિયલ મીડિયા પર તેમની નારાજગી જાહેર કરી છે.

અત્યાર સુધી બે કરોડથી વધારે લોકોએ આ ગીત જોયું છે. જેના માટે દર્શકોનું માનવું છે કે માધુરીના 'એક દો તીન' ગીતની હત્યા છે. સોશિયલ મીડિયા હેશટેગ એક દો તીન કરીને લોકો પોતાનો ગુસ્સો કાઢી રહ્યાં છે.

ફિલ્મ 'બાગી 2' માટે વર્ષ 1980માં આવેલી ફિલ્મ તેજાબના માધુરી દિક્ષિત અભિનીત સુપર હિટ ગીત 'એક દો તીન'ને રિક્રિએટ કર્યું છે.અનેક દર્શકોએ તેમની નકારાત્મક પ્રતિક્રિયા આપી છે.

માધુરી દિક્ષિતની એક રડતી અને હેરાન તસવીર શેર કરી છે અને કેપ્શનમાં લખ્યું છે કે, જ્યારે માધુરીએ નવા 'એક દો તીન'ને જુઓ. આ ઉપરાંત પણ અનેક પ્રતિક્રિયાઓ આવી છે.

સલમાને જેકલીનને કર્યો સપોર્ટ
દર્શકોની નકારાત્મક પ્રતિક્રિયા વચ્ચે ઘેરાયેલ જેકલીનને સલમાન ખાને સપોર્ટ કર્યો છે.સલમાને ટ્વિટ કરીને કહ્યું છે કે, મને આ ગીત ગમ્યું અને જેકલીને આ ગીતને સંપૂર્ણ ન્યાય આપ્યો છે. સરોજખાનની દમદાર કોરિયોગ્રાફી અને માધુરીના ડાન્સને મેચ કરવું ઘણું મુશ્કેલ છે. જેકી અને વરૂણ બંન્નેનું પરફોર્મન્સ સારૂં છે.
First published: March 22, 2018
વધુ વાંચો
अगली ख़बर