બોલિવૂડની અભિનેત્રી જૈકલીન ફર્નાડિસ તેમની ખૂબસુરતીને લઇને ચર્ચમાં રહે છે. તેમના કામની પણ અવગણના કરી શકાય નહીં. જૈકલીન ડાન્સ કરવામાં માહિર છે. તેમના ફેન્સ સાથે જોડાયેલ રહેવા માટે જૈકલીન સોશિયલ મીડિયા પર વીડિયો શેર કરતી રહે છે. આ દિવસોમાં તેનો એક બેલી ડાન્સ વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઇ રહ્યો છે.
આ વીડિયોમાં જૈકલીન બેલી ડાન્સ કરતી જોવા મળી રહી છે અને અત્યાર સુધી 20 લાખથી પણ વધારે આ વીડિયો જોવાઇ ચુક્યો છે. એક્ટ્રેસે વીડિયો તેમના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે. જૈકલીને ખૂબસુરત આ બેલી ડાન્સ કર્યો છે. તેમની સાથે તેમની ટ્રેનર પાછળ ડાન્સ કરતી જોવા મળી રહી છે.
આ બેલી ડાન્સ વીડિયોમાં જૈકલીને એક-એક સ્ટેપ્સ કરતી જોવા મળી રહી છે. વીડિયો જોઇને અંદાજ લગાવી શકાય છે તે જૈકલીન કોઇ પ્રોફેશનલ ડાન્સથી કંઇ ઓછી નથી. વીડિયોના કેપ્શનમાં જૈકલિને લખ્યુ છે-જસ્ટ ધ બિગ્રિનિંગ, મતલબ સાફ છે આ અભિનેત્રી કંઇક નવું કરવા જઇ રહી છે.
જૈકલીનના વર્ક ફ્રેન્ટની વાત કરીએ તો વર્ષ 2018માં તેમને મલ્ટીસ્ટારર ફિલ્મ રેસ-3માં જોવા મળી હતી .આ ફિલ્મમાં તે સલમાનની વિરુદ્ધમાં નજર આવી. આ પહેલા આ બોડી ફિલ્મ કિકમાં નજર આવી હતી. પરંતુ ફિલ્મ રેસ -3 મોટી ફ્લોપ સાબિત થઇ હતી.
જૈકલીન આ વર્ષમાં એક મોટા ફિલ્મ મેકરના ફિલ્મમાં નજર આવશે, આ એક એક્શન થ્રીલર ફિલ્મ હશે. જેમા તેમની સાથે સુશાંત સિંહ રાજપૂત મુખ્ય ભૂમિકામાં હશે.
Published by:Bhoomi Koyani
First published:March 13, 2019, 17:29 pm