Home /News /entertainment /જેક્લિન ફર્નાંડિસને મળ્યો ઝટકો! બીમાર માતાને મળવા બહરીન નહીં જઈ શકે
જેક્લિન ફર્નાંડિસને મળ્યો ઝટકો! બીમાર માતાને મળવા બહરીન નહીં જઈ શકે
ફોટોઃ @jacquelinef143
કોર્ટે 15 નવેમ્બરે જેક્લિન ફર્નાંડિસને નિયમિત જામીન આપી દીધી છે, જેના મામલે હજુ સુધી ધરપકડ કરવામાં આવી નથી. જોકે, ઘણીવાર તપાસ સંબંધીત જેક્લિનને પુછપરછ માટે બોલાવવામાં આવી હતી. તેણીને સપ્લીમેન્ટરી ચાર્જશીટમાં પહેલીવાર આરોપી બનાવવામાં આવી હતી.
નવી દિલ્હીઃ જેક્લિન ફર્નાંડિસની અરજીને દિલ્હીની એક કોર્ટે ફગાવી દીધી છે, જેમાં તેણીએ પોતાની બીમાર માતાને મળવા માટે બહરીન જવા માટેની પરવાનગી માંગી હતી. બાદમાં જેક્લિને પોતાની અરજી કોર્ટ પાસેથી પરત લઈ લીધી હતી. જેક્લિન 23 ડિસેમ્બરે પાંચ જાન્યુઆરી સુધી બહરીન જવા ઈચ્છતી હતી.
હકીકતમાં, કોર્ટે કથિત ઠગ સુકેશ ચંદ્રશેખરની સંડોવણીવાળા 200 કરોડ રુપિયાના મની લોન્ડરિંગ કેસમાં આરોપી અભિનેત્રી જેક્લિન ફર્નાંડિસની એક અરજી પર કોર્ટે મંગળવારે એન્ફોર્સમેન્ટ ડિપાર્ટમેન્ટ (ED) પાસે જવાબ માંગ્યો હતો, જેમાં તેણીએ પોતાની માતાને મળવા માટે બહરીન જવાની પરવાનગી આપવા વિનંતી કરી હતી.
જોકે, તપાસ સંબંધિત પુછપરછ માટે EDએ ઘણીવાર એક્ટ્રેસને બોલાવી હતી. તેણીને સપ્લીમેન્ટરી ચાર્જશીટમાં તેને પ્રથમ વખત આરોપી બનાવવામાં આવી હતી. હાલ, જેક્લિનને પરવાનગી ના મળતા તે ભારતમાં જ રહેશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર