અક્ષય કુમારની 'રામ સેતુ'માં જોવા મળશે જેકલિન ફર્નાન્ડિસ અને નુસરત ભરુચા, રોલ થયો ફાઇનલ

અક્ષય કુમારની 'રામ સેતુ'માં જોવા મળશે જેકલિન ફર્નાન્ડિસ અને નુસરત ભરુચા, રોલ થયો ફાઇનલ
(Instagram @Jacqueline Fernandez/Nushrratt Bharuccha)

ગયા વર્ષે દિવાળી પર અક્ષર કુમારે (Akshay Kumar) તેની ફિલ્મ “રામ સેતુ”ના નામની જાહેરાત કરી હતી. ફિલ્મનું શુટીંગ અયોધ્યામાં કરવામાં આવશે. ફિલ્મમાં લીડ એક્ટ્રેસના રોલમાં જેકલીન ફર્નાન્ડીઝ (Jacqueline Fernandez) અને નુસરત ભરૂચા (Nushrratt Bharuccha) ના નામ ફાઈનલ થઈ ગયા છે.

 • Share this:
  એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: કોરોનાની મહામારી બાદ હવે બોલિવુડ ફટાફટ ફિલ્મોની શૂટિંગ પતાવવામાં લાગી ગયુ છે. ગયા વર્ષે ઘણી ફિલ્મોની જાહેરાત કરવામાં આવી હતી, જેમાંથી એક અક્ષય કુમાર(Akshay Kumar) ની “રામ સેતુ”(Ram Setu) પણ હતી. હવે આ ફિલ્મ સાથે જોડાયેલી ખાસ ખબર એ છે કે ફિલ્મમાં લીડ એક્ટ્રેસના રોલમાં જેકલીન ફર્નાંડિઝ(Jacqueline Fernandez) અને નુસરત ભરૂચા(Nushrratt Bharuccha)નું નામ ફાઈનલ કરવામાં આવ્યું છે.

  અક્ષય કુમારે તેના સોશ્યલ મીડિયા એકાઉન્ટ પર ફિલ્મની જાહેરાત કરતા લખ્યું હતું કે ભારત રાષ્ટ્ર કે આદર્શ મહાનાયક ભગવાન શ્રી રામની પુણ્ય સ્મૃતિયોને યુગો-યુગો સુધી ભારતની ચેતનામાં સુરક્ષિત રાખવા માટે એક એવો સેતુ બનાવો જે આવનારી પેઢીઓને રામથી જોડીને રાખે. આ જ પ્રયત્નમાં અમારો એક નાનકડો સંકલ્પ છે – રામ સેતુ.


  નુસરત ભરૂચા ફિલ્મમાં પહેલીવાર અક્ષય કુમાર સાથે સ્ક્રિન શેર કરતી દેખાશે. (Instagram@Akshay Kumar)

  અક્ષય કુમાર અને જેકલીન ફર્નાન્ડિઝ પાંચમી વખત મોટી સ્ક્રિન પર સાથે દેખાશે. આ પહેલા આ જોડીને આપણે ‘હાફસફુલ 2’, ‘હાઉસફુલ 3’, ‘બ્રધર્સ’માં જોઈ છે. તો ‘બચ્ચન પાંડે’ માં પણ જેકલીન છે, જેની શુટીંગ અત્યારે જેસલમેરમાં ચાલી રહી છે. તો નુસરત ભરૂચા ફિલ્મમાં પહેલીવાર અક્ષય કુમાર સાથે સ્ક્રિન શેર કરશે.

  ભગવાન રામ પર આધારિત રામસેતુ ફિલ્મની શુટીંગને લઈને અયોધ્યાનો સંત સમાજ પર ઉત્સાહિત છે. તો સંતો એ મુખ્યમંત્રી આદિત્યનાથની પહેલનું સ્વાગત કર્યું છે. સંતોનું કહેવું છે કે અયોધ્યાના વિકાસ માટે આ એક નવો અવસર છે. ભગવાનના જીવન પર આધારિત ફિલ્મોના નિર્માણથી આવનારી પેઢીઓને એક સારો સંદેશ અને તેમના પૂર્વજો વિશે જાણકારી મળશે. તેઓ ભગવાન રામ સાથે જોડાયેલી સંસ્કૃતિ વિશે જાણી શકશે.
  Published by:Margi Pandya
  First published:March 04, 2021, 15:25 IST

  ટૉપ ન્યૂઝ