Jacqueline Fernandez was about to flee India: EDએ બોલિવૂડ ફિલ્મ સ્ટાર જેકલીન ફર્નાન્ડીઝના જામીનનો વિરોધ કર્યો છે. EDએ કોર્ટને જણાવ્યું કે તપાસ દરમિયાન એક્ટ્રેસ દેશ છોડીને ભાગી જવાનો પ્રયાસ કરી રહી હતી.
Jacqueline Fernandez was about to flee India: બોલિવૂડ ફિલ્મ એક્ટ્રેસ જેકલીન ફર્નાન્ડીઝની મુસીબતો ઓછી થવાનું નામ નથી લઈ રહી. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે મહાઠગ સુકેશ ચંદ્રશેખરના 200 કરોડ રૂપિયાના છેતરપિંડીના કેસમાં ફસાયેલી એક્ટ્રેસ જેકલીન ફર્નાન્ડિસના જામીનનો વિરોધ કર્યો છે.
22 ઓક્ટોબરે એક્ટ્રેસ કોર્ટમાં હાજર થઇ હતી. જે બાદ તેની જામીન 22 નવેમ્બર સુધી લંબાવવામાં આવી છે. મની લોન્ડરિંગ કેસની તપાસ કરી રહેલા EDએ જેકલીન ફર્નાન્ડિસના જામીનનો વિરોધ કરતા કોર્ટમાં દલીલ કરી હતી કે એક્ટ્રેસ દેશ છોડીને ભાગી જવાનો પ્રયાસ કરી રહી છે. તેથી તેને જામીન ન આપવા જોઈએ.
EDએ જેકલીન ફર્નાન્ડીઝના જામીનનો વિરોધ કરતા કહ્યું કે તે 200 કરોડના મની લોન્ડરિંગ કેસને પ્રભાવિત કરી શકે છે. EDએ કોર્ટમાં આપેલા તેના જવાબમાં કહ્યું કે જેકલીને તપાસ દરમિયાન પુરાવા સાથે છેડછાડ કરી હતી. તેણે મોબાઈલમાંથી ડેટા પણ રિલિઝ કર્યો હતો.
આટલું જ નહીં તપાસ દરમિયાન તે દેશ છોડવાનો પ્રયાસ પણ કરી રહી હતી. પરંતુ એલઓસીના કારણે તે આમ કરી શકી નહીં. એટલું જ નહીં, EDએ કોર્ટને કહ્યું કે આ કેસમાં તપાસ દરમિયાન પણ એક્ટ્રેસ જેકલીન ફર્નાન્ડિસે ક્યારેય તપાસ એજન્સીને સહકાર આપ્યો ન હતો.
હાલમાં એક્ટ્રેસ જેકલીન ફર્નાન્ડીઝને 10 નવેમ્બર સુધી રાહત મળી છે. આ કેસની આગામી સુનાવણી હવે 10 નવેમ્બરે થશે. જેકલીન ફર્નાન્ડીઝ મહાઠગ સુકેશ ચંદ્રશેખરની નજીક હતી. તેના પર સુકેશ ચંદ્રશેખર પાસેથી કરોડો રૂપિયાની મોંઘી ભેટ લેવાનો આરોપ છે. એક્ટ્રેસ પર છેતરપિંડીના પૈસા વિશે જાણતી હોવા છતાં તેનો લાભ લેવાનો આરોપ છે. જ્યારે એક્ટ્રેસે પોતાનો પક્ષ રજૂ કરતાં કહ્યું કે તે પણ સુકેશ ચંદ્રશેખરની છેતરપિંડીનો શિકાર બની છે.
જેકલીન ફર્નાન્ડીઝ સુકેશ ચંદ્રશેખરના પ્રેમમાં હતી
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સુકેશ ચંદ્રશેખરે કહ્યું હતું કે તે જેકલીન ફર્નાન્ડીઝના પ્રેમમાં છે. પ્રેમમાં હોવાને કારણે તે તેને મોંઘી ભેટો આપતો હતો. જ્યારે એક્ટ્રેસ જેક્લીન ફર્નાન્ડિસ પણ તેના પ્રેમમાં હતી અને લગ્નના સપનાઓ જોવા લાગી હતી.
Published by:Bansari Gohel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર