Sri Lanka Crisis : આર્થિક સંકટનો સામનો કરી રહેલા શ્રીલંકાને જેકલીન ફર્નાન્ડિસે આપ્યું સમર્થન, કહ્યું- 'જજમેન્ટની જરૂર નથી'
Sri Lanka Crisis : આર્થિક સંકટનો સામનો કરી રહેલા શ્રીલંકાને જેકલીન ફર્નાન્ડિસે આપ્યું સમર્થન, કહ્યું- 'જજમેન્ટની જરૂર નથી'
આર્થિક સંકટનો સામનો કરી રહેલા શ્રીલંકાને જેકલીન ફર્નાન્ડિસે આપ્યું સમર્થન
જેકલીન ફર્નાન્ડીઝ (Jacqueline Fernandez) શ્રીલંકાની છે. ત્યાંની આર્થિક તંગી જોઈને અભિનેત્રીનું હૃદય હચમચી ગયુ છે. તેણે શ્રીલંકાની આર્થિક અને રાજકીય કટોકટી વચ્ચે તેમની મૂળ ભૂમિને સપોર્ટ કર્યો. તમને જણાવી દઈએ કે, 1 એપ્રિલના રોજ જેકલીનની ફિલ્મ 'એટેક' સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી અને આ ફિલ્મમાં તે જ્હોન અબ્રાહમ સાથે જોવા મળી રહી છે.
જેકલીન ફર્નાન્ડીઝ (Jacqueline Fernandez) ગંભીર આર્થિક સંકટ વચ્ચે પોતાના દેશ શ્રીલંકાને (Sri Lanka Economic Crisis) સમર્થન આપી રહી છે. શ્રીલંકા આઝાદી પછીના સૌથી ખરાબ આર્થિક સંકટનો સામનો કરી રહ્યું છે. જેના કારણે દેશ નાદારીની આરે પહોંચી ગયો છે. વધતી કિંમતો, જીવનજરૂરી ચીજવસ્તુઓની અછતને કારણે શ્રીલંકાના રાષ્ટ્રપતિએ સમગ્ર દેશમાં ઈમરજન્સી જાહેર કરી છે.
મુશ્કેલ સમયમાં જેકલીને સોશિયલ મીડિયા (Social Media) પર જઈને દેશની સ્થિતિ પર પોતાના વિચારો વ્યક્ત કર્યા. શ્રીલંકાના ધ્વજની તસવીર શેર કરતા તેણે લખ્યું, 'એક શ્રીલંકન તરીકે, મારો દેશ અને દેશવાસીઓ કેટલા ખરાબમાંથી પસાર થઈ રહ્યા છે તે જાણીને મારુ હ્રદય હચમચી ઉઠ્યુ છે.
તેણે આગળ લખ્યુ કે, 'જ્યારથી આ બધું શરૂ થયું છે ત્યારથી મને વિવિધ અભિપ્રાયો આપવામાં આવી રહ્યા છે. હું કહીશ, ન્યાય કરવા માટે ઉતાવળ કરશો નહીં. જે બતાવવામાં આવી રહ્યુ છે તેના આધારે કોઈપણ જૂથને બદનામ કરશો નહીં. વિશ્વ અને મારા લોકોને અન્ય કોઈ નિર્ણયની જરૂર નથી, તેમને સહાનુભૂતિ અને સમર્થનની જરૂર છે. પરિસ્થિતિને સંપૂર્ણ રીતે સમજ્યા વિના ટિપ્પણી કરવાને બદલે બે મિનિટની પ્રાર્થના તેમને તમારી નજીક લાવશે.
જેકલીન દેશવાસીઓ માટે પ્રાર્થના કરે છે
દેશવાસીઓ પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરતાં જેક્લીન કહે છે, 'મારા દેશ અને દેશવાસીઓના હિત માટે હું આશા રાખું છું કે આ સ્થિતિ જલ્દીથી શાંતિપૂર્ણ રીતે સમાપ્ત થાય. આ પરિસ્થિતિઓ સાથે સંઘર્ષ કરી રહેલા લોકોના ભલા માટે પ્રાર્થના.
શ્રીલંકાના રાષ્ટ્રપતિએ નાણાં પ્રધાનને બરતરફ કર્યા છે અને વિપક્ષી દળોને એકતા કેબિનેટમાં સામેલ થવા આમંત્રણ આપ્યું છે, જેથી આર્થિક કટોકટીમાંથી ઊભી થતી મુશ્કેલીઓ સામેના લોકોના ગુસ્સાને શાંત કરી શકાય. તમને જણાવી દઈએ કે, જેકલીનની ફિલ્મ 'એટેક' 1 એપ્રિલના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી અને આ ફિલ્મમાં તે જ્હોન અબ્રાહમ સાથે જોવા મળી રહી છે.
Published by:Bhavyata Gadkari
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર