Home /News /entertainment /Jacqueline Fernandez Bail: 200 કરોડના મની લોન્ડ્રિંગ કેસમાં જેકલિનને મોટી રાહત, કોર્ટે મંજૂર કર્યા વચગાળાના જામીન

Jacqueline Fernandez Bail: 200 કરોડના મની લોન્ડ્રિંગ કેસમાં જેકલિનને મોટી રાહત, કોર્ટે મંજૂર કર્યા વચગાળાના જામીન

જેકલિનને મોટી રાહત મળી

200 કરોડની છેતરપિંડી કેસમાં બોલિવૂડ અભિનેત્રી જેકલિન ફર્નાન્ડિઝને મોટી રાહત મળી છે. અભિનેત્રીને પટિયાલા હાઉસ કોર્ટમાંથી 50 હજારના અંગત બોન્ડ પર જામીન મળ્યા છે.

    200 કરોડની છેતરપિંડી કેસમાં બોલિવૂડ અભિનેત્રી જેકલિન ફર્નાન્ડિઝને મોટી રાહત મળી છે. અભિનેત્રીને પટિયાલા હાઉસ કોર્ટમાંથી 50 હજારના અંગત બોન્ડ પર જામીન મળ્યા છે. તાજેતરમાં, દિલ્હી પોલીસની આર્થિક અપરાધ શાખાએ અભિનેત્રીની 15 કલાક સુધી પૂછપરછ કરી હતી. EDની પૂછપરછ બાદ, સુકેશ અને જેક્લિન વચ્ચે સંબંધ હોવાનો મજબૂત બન્યો, જેના પછી પટિયાલા કોર્ટે પણ આ મામલે હસ્તક્ષેપ કરવો પડ્યો અને જેકલિનને કોર્ટમાં રજૂ કરવા માટે સમન્સ પાઠવવામાં આવ્યું. જેના પછી જેકલિન આજે કોર્ટમાં હાજર થઈ હતી.

    આ પણ વાંચોઃ- Money laundering Case: જેકલિન ફર્નાન્ડિઝ EOW ઓફિસ પહોંચી, પોલીસે પૂછપરછ શરૂ કરી

    17 ઓગસ્ટે EDએ ચાર્જશીટ દાખલ કરી હતી જેમાં 200 કરોડની રિકવરી કેસમાં જેકલિન પણ આરોપી હોવાનું જાણવા મળ્યું છે. જે બાદ જેકલિનની મુશ્કેલીઓ વધી ગઈ હતી. જો કે હવે જેકલિનને કોર્ટમાંથી રાહત મળી છે. તેને વચગાળાના જામીન મળી ગયા છે.

    Delhi | Actor Jacqueline Fernandez has arrived at the Patiala House Court. She has been summoned by the court in connection with Rs 200 Cr money laundering case


    જેકલિનની સ્ટાઈલિસ્ટની પૂછપરછ થઈ


    જેકલિન ફર્નાન્ડિઝની ડ્રેસ ડિઝાઈનર લિપાક્ષીની દિલ્હીની ઈકોનોમિક ઓફેન્સ વિંગે 21 સપ્ટેમ્બરે સાત કલાક સુધી પૂછપરછ કરી હતી. જેમાં લિપાક્ષીએ સુકેશ અને જેકલિન વિશે ઘણા ખુલાસા કર્યા હતા. તેણે કબૂલાત કરી છે કે જેકલિનને કપડાં અને ભેટ આપવા માટે સુકેશે તેને ત્રણ કરોડ રૂપિયા આપ્યા હતા. લિપાક્ષી ઈલાવાડીએ એમ પણ કહ્યું હતું કે ચંદ્રશેખરની ધરપકડના સમાચાર પછી, જેકલિન ફર્નાન્ડિઝે તેની સાથે દરેક સમયે સંબંધ તોડી નાખ્યો હતો.

    મની લોન્ડ્રિંગ કેસમાં જેકલિન ફર્નાન્ડિઝની ઘણી વખત પૂછપરછ કરવામાં આવી છે. જેકલિન ઉપરાંત નોરા ફતેહીની પણ થોડા સમય પહેલા પૂછપરછ કરવામાં આવી હતી. આ કેસમાં જેકલિન અને નોરા સિવાય ઘણી અભિનેત્રીઓના નામ પણ સામે આવ્યા હતા.
    Published by:Priyanka Panchal
    First published:

    Tags: Bollywood actress, Jacqueline Fernandez, Money Laundering Case

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन