Home /News /entertainment /B'DAY: ટાઇગર શ્રોફનાં જન્મ દિવસ પર જેકી શ્રોફે કહ્યું- 'તેણે લગ્ન કરી લીધા છે'
B'DAY: ટાઇગર શ્રોફનાં જન્મ દિવસ પર જેકી શ્રોફે કહ્યું- 'તેણે લગ્ન કરી લીધા છે'
પિતા જેકી સાથે ટાઇગર શ્રોફ
ટાઇગર શ્રોફ (Tiger Shroff) આજે તેનો 31મો જન્મ દિવસ ઉજવી રહ્યો છે. ટાઇગરનો જન્મ 2 માર્ચ 1990નાં મુંબઇમાં થયો હતો. ટાઇગર શ્રોફ, બોલિવૂડ એક્ટર જેકી શ્રોફ (Jackie Shroff)નો દીકરો અને બોલિવૂડ એક્ટર પણ છે.
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: બોલિવૂડ એક્ટર ટાઇગર શ્રોફ (Tiger Shroff) આજે તેનો 31મો જન્મ દિવસ ઉજવી રહ્યો છે. આ સમયને યાદગાર બનાવવા માટે જેકી શ્રોફે દીકરાનાં નામ વૃક્ષ વાવવાનો નિર્ણય કર્યો છે. આખી શ્રોફ ફેમિલી આ સમયે જબરદસ્ત તૈયારીઓ કરી લીધી છે. વર્કફ્રન્ટની વાત કરીએ તો ટાઇગર હોલિવૂડ ફિલ્મ 'રેમ્બો' (Rambo)ની હિન્દી રીમેકમાં નજર આવશે. અને 2014માં આવેલી તેની પહેલી ફિલ્મ 'હીરોપંતી' (Hiropanti)ની સિક્વલ 'હિરોપંતી 2' માં નજર આવશે.
એક ઇન્ટરવ્યૂ દરમિયાન જેકી શ્રોફે જણાવ્યું હતું કે, દીકરો એટલો કામમાં વ્યસ્ત છે કે તેમણે જન્મ દિવસ માટે કંઇ મોટું પ્લાનિંગ કર્યું નતી. તો ટાઇગરનાં લગ્નની વાત કરતાં જેકીએ કહ્યું હતું કે, તેણે હાલમાં તેનાં કામ સાથે લગ્ન કરી લીધા છે. અને હાલમાં તેની પાસે અન્ય કંઇ વિચારવાનો સમય નથી. ટાઇગર અંગે વાત કરતાં જેકીએ ક્હયું કે, તે બાળપણથી જ ડ્રીમર હતો. અને તેણે તેની લાઇફમાં શું કરવું છે તે જાણતો હતો. જ્યારે બાળકો તેમનાં સપના અંગે વાત કરતાં તો મને ખુશી થતી. હું તેની સખત મહેનત અને હિમ્મતનો સાક્ષી છું.
આપને જણાવી દઇએ કે, ટાઇગર શ્રોફે ફિલ્મ 'બાગી'માં શ્રદ્ધા કપૂર સાથે કામ કર્યું હતું. તેની આ ફિલ્મ પણ હિટ સાબિત થઇ. અને તે બાદ ટાઇગર શ્રોફે 'એ ફ્લાઇંગ જાટ્ટ', 'બાગી 3', 'સ્ટૂડન્ટ ઓફ ધ યર 2' અને 'વોર' જેવી ફિલ્મમાં કામ કર્યુ છે. ફિલ્મ 'વોર' ટાઇગર શ્રોફની અત્યાર સુધીનાં કરિઅરની સૌથી હિટ ફિલ્મ રહી છે. તે આ ફિલ્મમાં એક્ટર રિતિક રોશનની સાથે નજર આવ્યો હતો. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર ધમાકેદાર કમાણી કરી હતી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર