ન્યૂઝ18 ગુજરાતી: બોલિવૂડના એક્શન કિંગ ટાઇગર શ્રોફ અને તેની ગર્લફ્રેન્ડ અભિનેત્રી દિશા પટનીનો પ્રેમ નવો નથી. આ જોડી ઘણા વર્ષોથી સાથે છે. આ જોડીએ બોલિવૂડમાં પણ પોતાની ઓળખ બનાવી છે. હાલમાં જ ટાઇગર અને દિશાના પ્રેમ અંગે ટાઇગરના પિતા જેકી શ્રોફે મૌન તોડ્યું હતું.
જેકીએ એક ઇન્ટરવ્યુમાં બન્નેની રિલેશનશિપ અંગે કહ્યું કે, મારા પુત્રને 25 વર્ષની ઉંમરે પહેલી મિત્ર મળી છે. તે પણ એક યુવતી. બન્નેનું પેશન એક જેવું છે. બન્ને સાથે વર્કઆઉટ કરે છે. ડાન્સ કરે છે. દિશા એક આર્મી પરિવારમાંથી આવે છે. શિસ્ત શું છે, તે સારી રીતે જાણે છે. દિશા સાથે ટાઇગરના લગ્ન અંગેના સવાલ પર જેકીએ કહ્યું કે, કોણ જાણે છે કે બન્ને ભવિષ્યમાં લગ્ન કરે, બની શકે કે જીવનભર સારા મિત્ર રહે.
પરંતુ ટાઇગર શ્રોફે કરન જોહરના ચેટ શો 'કોફી વિથ કરન'માં દિશા અંગે વાત કરતાં કહ્યું કે, અમે બન્ને સારા મિત્ર છીએ. મને દિશાની કંપની બહુ પસંદ છે. અમારી ઘણી હોબી મળતી આવે છે. ઇન્ડસ્ટ્રીમાં મારા મિત્રો ઓછા છે. તે મારા એ મિત્રોમાંથી એક છે, જેમની સાથે હું રિલેક્સ મહેસૂસ કરું છું. ઉલ્લેખનીય છે કે, આ જોડી ઘણીવાર મુંબઇમાં એકસાથે જોવા મળે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર