Home /News /entertainment /શું ટાઇગર શ્રોફ- દિશા પટનીનાં રિલેશનશિપ પર જેકી શ્રોફે લગાવી દીધી મોહર? 'તો 25ની ઉંમરથી ડેટ કરી રહ્યાં છે'
શું ટાઇગર શ્રોફ- દિશા પટનીનાં રિલેશનશિપ પર જેકી શ્રોફે લગાવી દીધી મોહર? 'તો 25ની ઉંમરથી ડેટ કરી રહ્યાં છે'
(PHOTO-@dishapatani)
હાલમાં જ દિશા પટની (Disha Patani)એ તેનાં બર્થ ડે પર ટાઇગર શ્રોફે પરિવાર સાથે જ ઉજવ્યો હતો. એવામાં એક વખત ફરી બંનેનાં રિલેશનશિપમાં હોવાની ખબરે જોર પકડ્યું હતું. હવે ટાઇગર શ્રોફનાં પિતા, જેકી શ્રોફ (Jackie Shroff)એ તેની રુમર્ડ રિલેશનશિપ પર પ્રતિક્રિયા આપી છે.
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: બોલિવૂડ એક્ટ્રેસ ટાઇગર શ્રોફ (Tiger Shroff) અને દિશા પટની (Disha Patani)નાં વચ્ચે લાંબા સમયથી રોમેન્ટિક સંબંધોમાં થનારી અટકળો લગાવવામાં આવી રહી છે. આ વચ્ચે રિલેશનશિપ અંગે બી ટાઉનમાં લાંબા સમયથી ચર્ચાઓ છે. દિશ પટનીને ઘણી વખત ટાઇગરની મા આયશા અને બહેન કૃષ્ણા શ્રોફ (Krishna Shroff)ની સાથે સમય વિતાવતા જોવા મળે છે. હાલમાં એક્ટ્રેસે તેનાં બર્થ ડે પર ટાઇગર શ્રોફ અને તેનાં પરિવારની સાથે ઉજવ્યો હતો. એવામાં એક વખત ફરી બંનેનાં રિલેશનશિપમાં હોવાનાં સમાચાર સામે આવ્યાં છે. ટાઇગર શ્રોફનાં પિતા, જેકી શ્રોફ (Jackie Shroff)એ તેનાં દીકરાને રુમર્ડ રિલેશનશિપ પર પ્રતિક્રિયા આપી છે.
જેકી શ્રોફે ટાઇગર અને દિશાનાં રિલેશનશિપ અંગે વાત કરતાં ખુલાસો કર્યો છે કે, ટાઇગરે પહેલી વખત 25 વર્ષની ઉંમરે ડેટીંગ કરવાનું શરૂ કર્યું હતું. તેણે કહ્યું કે, 'મારા દીકરાએ 25 વર્ષની ઉંમરે ડેટિંગ શરૂ કરી દીધુ હતું અને તેઓ વાસ્તવમાં ખુબજ સારા મિત્રો છે. મને નથી ખબર કે, તેમણે તેમનાં ભવિષ્ય માટે શું નિર્ણય લીધો છે. પણ મને વિશ્વાસ છે કે, ટાઇગર તેનાં કામ માટે ખુબજ ફોકસ્ડ છે.'
બોલિવૂડ બબલ સાથે વાત કરતાં જેકી શ્રોફે કહ્યું કે, 'કોઇ નથી જોઇતું તે તેની માતા, પિતા બહેન કે પ્રેમિકા હોય, ટાઇગર માટે તેનુ કામ સૌથી વધુ મહત્વ ધરાવે છે. ટાઇગર અને તેનાં કામની વચ્ચે કોઇ નથી આવી શકતું. તે તેનાં કામ પર ખુબજ ધ્યાન આપે છે. જે સારી વાત છે.'
આ પહેલાં ટાઇગર શ્રોફની બહેન કૃષ્ણાએ પણ તેનાં ભાઇની સાથેનાં સંબંધ પર વાત કરી હતી. અને કહ્યું હતું કે, તે તેનાં નિર્ણય લેવાં કોઇનાં પર નિર્ભર નથી. કૃષ્ણાએ કહ્યું કે, 'હું મારા ભઇ માટે ઘણી પ્રોટેક્ટિવ છું. પણ તે એક એડલ્ટ છે. અને પોતાનાં નિર્ણય જાતે લઇ શકે છે. તે જાણે છે કે, તેનાં માટે શું યોગ્ય છે. મને નથી લાગતું કે મારે મારા ભઇને કોઇ સલાહ આપવાની જરૂર છે.'
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર