Home /News /entertainment /Bollywood interesting Story: 'HERO'થી જેકી શ્રોફ હીરો બન્યો, સફળતા બાદ ચાલી ન છોડી, નિર્માતાઓ ચાલીમાં આવતા

Bollywood interesting Story: 'HERO'થી જેકી શ્રોફ હીરો બન્યો, સફળતા બાદ ચાલી ન છોડી, નિર્માતાઓ ચાલીમાં આવતા

હિરો ફિલ્મ જેકી શ્રોફ હિરો અને મીનાક્ષી શેષાદ્રી

જેકી શ્રોફ (Jackie Shroff) એક ચાલીમાં રહેતો હતો, જીવન જીવવા નાની મોટી નોકરી કરતો. જેકી એક દિવસ બસ સ્ટેન્ડ પર ઊભો હતો ત્યારે એક વ્યક્તિ તેની પાસે આવ્યો. તે વ્યક્તિએ કહ્યું કે, તમે મોડલિંગ કરશો? આ સાંભળીને જેકીએ પૂછ્યું આ શું હોય છે?

વધુ જુઓ ...
Bollywood Interesting Story: જે ફિલ્મથી જેકી શ્રોફ (Jackie Shroff) અને મીનાક્ષી શેષાદ્રી (Meenakshi Seshadri) રાતોરાત સુપરસ્ટાર બની ગયા હતા, તે ફિલ્મના 38 વર્ષ પૂરા થયા છે. સુભાષ ઘાઈ દ્વારા નિર્દેશિત 'હીરો' (Hero) 16 ડિસેમ્બર 1983ના રોજ રિલીઝ થઈ હતી. આ ફિલ્મથી ચાલમાં રહેતા જય કિશન શ્રોફ જેકી શ્રોફ બની ગયો. જો કે જેકીની પહેલી ફિલ્મ 'સ્વામી દાદા' હતી પરંતુ હીરો તરીકે જેકીએ ફિલ્મ 'હીરો'થી ફિલ્મ (Hero Film) ઈન્ડસ્ટ્રીમાં પગ મૂક્યો હતો. તો મીનાક્ષીની પણ આ બીજી ફિલ્મ હતી, પરંતુ આ ફિલ્મથી તેને સ્ટારડમ મળ્યું. જે ફિલ્મ કોઈ વ્યક્તિનું ભાગ્ય બદલાઈ ગયું હોય તો તેના સાથે જોડાયેલો રસપ્રદ કિસ્સો પણ હોય જ. આવો ફિલ્મના 38 વર્ષ પૂરા થવા પર કેટલીક રસપ્રદ વાતો જણાવીએ.

જ્યારે જેકી શ્રોફને મોડલિંગની ઓફર મળી

જેકી શ્રોફનું પ્રારંભિક જીવન કોઈનાથી કંઈ છુપાયેલું નથી. અભિનેતાઓ પોતે ઘણીવાર તેમના જીવન સાથે જોડાયેલી વાતો શેર કરતા હોય છે. જેકીનું શરૂઆતનું જીવન મુશ્કેલીઓથી ભરેલું હતું, પરંતુ કહેવાય છે કે, જીવનમાં કંઈક સારું થવાનું હોય તો રસ્તાઓ પણ જાતે મળી જાય છે. જેકી સાથે પણ કંઈક આવું જ થયું. મુંબઈમાં ટકી રહેવા માટે નાની-નાની નોકરી કરનાર જેકી એક દિવસ બસ સ્ટેન્ડ પર ઊભો હતો ત્યારે એક વ્યક્તિ તેની પાસે આવ્યો. જેકી ઊંચા અને સારી પર્સનાલીટી ધરાવતો હતો. તે વ્યક્તિએ કહ્યું કે, તમે મોડલિંગ કરશો? આ સાંભળીને જેકીએ પૂછ્યું આ શું હોય છે?

જેકીને મોડલિંગ કરતી વખતે સુભાષ ઘાઈની તેની પર નજર પડી

જેકી શ્રોફ (Jackie Shroff) ને તે વ્યક્તિએ કહ્યું હતું કે, કંઈ નહીં, બસ તમારે ફોટો પડાવવાનો હોય છે અને તેના બદલામાં તમને પૈસા મળશે. આ સાંભળીને જેકી શ્રોફની ખુશીનો પાર ન રહ્યો. જેકી રાજી થયો અને તેને આ કામ માટે 7 હજાર રૂપિયા મળ્યા. જેકીએ તેના જીવનમાં પહેલા આટલા પૈસા એક સાથે ક્યારેય મળ્યા ન હતા. આ પછી, તે જે કામ કરતો હતો તે છોડીને તેણે મોડેલિંગ કરવાનું શરૂ કર્યું. આ દરમિયાન, ફિલ્મ ઈન્ડસ્ટ્રીના શોમેન ગણાતા દિગ્દર્શક સુભાષ ઘાઈની નજર જેકી પર પડી હતી અને તે દિવસોમાં તે ફિલ્મ 'હીરો' બનાવવાનો પ્લાન હતો. સુભાષે તેમને મુખ્ય અભિનેતા તરીકે ફિલ્મની ઓફર કરી હતી.

'હીરો'ની સફળતાએ જેકીનું ભાગ્ય બદલી નાખ્યું

જો કે જેકી શ્રોફ એક ટિપિકલ મુંબઈવાસી હતો, તે મોડલિંગ તો કરતો હતો પણ તેને એક્ટિંગ આવડતી નહોતી. આ ફિલ્મના શૂટિંગ દરમિયાન તેણે સુભાષ ઘાઈની ઘણી ઝાટકણીનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ જ્યારે 'હીરો' રિલીઝ થઈ ત્યારે તેણે સિલ્વર સ્ક્રીન પર જબરદસ્ત સફળતા મેળવી. જેકી 80ના દાયકામાં સૌથી લોકપ્રિય હીરો તરીકે ઉભરી આવ્યો હતો. બોલિવૂડના દરેક નિર્માતા-નિર્દેશક તેને પોતાની ફિલ્મમાં લેવા માંગતા હતા. પણ જેકીની નમ્રતા એ હતી કે, તેણે ફિલ્મની સફળતા છતાં ચાલ (jackie shroff chawl house) છોડી ન હતી.

મહેશ ભટ્ટ-વિધુ વિનોદ ચોપડા પણ ચાલમાં પહોંચ્યા હતા

આવી સ્થિતિમાં જેકી શ્રોફને પોતાની ફિલ્મમાં લેવા માટે મોટા-મોટા ફિલ્મ નિર્માતા-નિર્દેશકો ચાલ સુધી પહોંચવા લાગ્યા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, જેકીની લોકપ્રિયતા એટલી હતી કે, જો તે ટોયલેટમાં હોય તો ડિરેક્ટર બહાર ઉભા રહીને તેની રાહ જોતા હતા. નિર્માતા-નિર્દેશકો સુધી 1983 પહેલા પહોંચવું પણ જેકી માટે સપનું હતું, તેઓ ચાલમાં પડાવ નાખતા જોવા મળ્યા હતા. કહેવાય છે કે, વિધુ વિનોદ ચોપરા, મહેશ ભટ્ટ જેવા દિગ્ગજ દિગ્દર્શકો પણ જેકીના ઘરે ફિલ્મની ઓફર કરવા આવ્યા હતા.

આ પણ વાંચોરસપ્રદ કહાની : રાજકોટમાં શુટિંગ હતું..., ત્યારે અમિતાભ બચ્ચને ટીનુ આનંદની મોટી સમસ્યાને ચપટીમાં ઉકેલી હતી

'હીરો'નું સદાબહાર સંગીત

ફિલ્મ 'હીરો'ની સફળતામાં જેકી શ્રોફ (Jackie Shroff) અને મીનાક્ષી શેષાદ્રીના અભિનયની સાથે સાથે ફિલ્મના સંગીતનો પણ મોટો ફાળો હતો. પાકિસ્તાની સિંગર રેશ્માના અવાજમાં 'લંબી જુદાઈ' એ ઈતિહાસ રચ્યો. આ સિવાય 'ડિંગ ડાંગ', 'પ્યાર કરને વાલે', 'નિંદિયા સે જાગી બહાર', 'તુ મેરા હીરો હૈ, મેં તેરી દિલબર' જેવા ગીતોનો જમાનો આજે પણ જૂનો નથી થયો. આ ફિલ્મમાં લક્ષ્મીકાંત-પ્યારેલાલની પ્રખ્યાત જોડી દ્વારા સંગીત આપવામાં આવ્યું હતું.
First published:

Tags: Bollywood Interesting story, Bollywood Latest News, Jackie shroff