Home /News /entertainment /

યુલિયા વંતૂરે કથિત બોયફ્રેન્ડ સલમાન ખાનની સાથે બર્થ ડે સેલિબ્રેટ કર્યો, મેચિંગ આઉટફિટ્સમાં જોવા મળ્યું કપલ

યુલિયા વંતૂરે કથિત બોયફ્રેન્ડ સલમાન ખાનની સાથે બર્થ ડે સેલિબ્રેટ કર્યો, મેચિંગ આઉટફિટ્સમાં જોવા મળ્યું કપલ

સલમાન ખાનની કથિત ગર્લફ્રેન્ડ અને સિંગર યુલિયા વંતૂરે રવિવારે એટલે કે 24 જુલાઈએ પોતાનો 42મો બર્થ ડે સેલિબ્રેટ કર્યો છે. આ ખાસ પ્રસંગે સલમાન પણ તેની પાર્ટીમાં હાજર હતો.આ પાર્ટીમાં સલમાનની સાથે તેનો ભાઈ સોહેલ ખાન, બ્રધર ઈન લો આયુષ શર્મા અને મ્યુઝિક કમ્પોઝર સાઝિદ પણ હતો

સલમાન ખાનની કથિત ગર્લફ્રેન્ડ અને સિંગર યુલિયા વંતૂરે રવિવારે એટલે કે 24 જુલાઈએ પોતાનો 42મો બર્થ ડે સેલિબ્રેટ કર્યો છે. આ ખાસ પ્રસંગે સલમાન પણ તેની પાર્ટીમાં હાજર હતો.આ પાર્ટીમાં સલમાનની સાથે તેનો ભાઈ સોહેલ ખાન, બ્રધર ઈન લો આયુષ શર્મા અને મ્યુઝિક કમ્પોઝર સાઝિદ પણ હતો

વધુ જુઓ ...
    સલમાન ખાનની કથિત ગર્લફ્રેન્ડ અને સિંગર યુલિયા વંતૂરે રવિવારે એટલે કે 24 જુલાઈએ પોતાનો 42મો બર્થ ડે સેલિબ્રેટ કર્યો છે. આ ખાસ પ્રસંગે સલમાન પણ તેની પાર્ટીમાં હાજર હતો.
    આ પાર્ટીમાં સલમાનની સાથે તેનો ભાઈ સોહેલ ખાન, બ્રધર ઈન લો આયુષ શર્મા અને મ્યુઝિક કમ્પોઝર સાઝિદ પણ હતો, તેમજ સલમાનનો બોડીગાર્ડ શેરા, સિંગર પાયલ દેવ અને કોસ્ચ્યુમ એશલે રેબેલો સહિત ઘણા અન્ય લોકો સામેલ થયા હતા. યુલિયાએ બર્થ ડે સેલિબ્રેશન અને કેક કટિંગનો વીડિયો શેર કર્યો છે, તેમજ આયુષ શર્માએ પણ બર્થ ડે પાર્ટીમાંથી એક ગ્રુપ ફોટો પોતાની ઈન્સ્ટા સ્ટોરી પર શેર કર્યો છે.

    યુલિયાએ શેર કર્યો વીડિયો

    યુલિયાએ કેક કટિંગ સેરેમનીનો ફોટોઝ અને વીડિયોઝ સોશિયલ મીડિયા પર શેર કર્યા છે. તેના કેપ્શનમાં તેને લખ્યું, ભાઈ લવલીજ. હું આજે ઘણી ખુશ છું. તમે લોકોએ મને આટલો પ્રેમ આપ્યો, મને ઘણું સારું લાગ્યું. મને આ પ્રેમને શેર કરવાની ઈચ્છા થાય છે. હું મારી લાઈફમાં તમારા જેવા સારા લોકો હોવાથી હું ઘણી ભાગ્યશાળી છું. તમે લોકો મારા ફ્રેન્ડ્સ અને ફેમિલી બંને છો. તમે તે છો જેના પર હું વિશ્વાસ કરું છું. મારા બર્થ ડેને આટલો સ્પેશિયલ બનાવવા માટે આભાર.








    View this post on Instagram






    A post shared by Iulia Vantur (@vanturiulia)






    બર્થ ડેની શુભેચ્છાઓ બદલ આભાર

    યુલિયાએ આગળ લખ્યું, કોઈ પ્લાનિંગ નથી..બસ દિલ..દોસ્તી અને...મસ્તી! મારી લાઈફ તમારા લોકોના કારણે સારી છે. કદાચ કાલ રાત્રે મારા બધા નજીકના મિત્રો અને પરિવાર મારી સાથે હોત, કંઈ નહીં ફરીથી ક્યારેક આવો પ્લાન કરીશું. તમારા બધાના મેસેજ, પ્રેમ, શુભેચ્છાઓ અને સપોર્ટ માટે થેંક્યુ. તમને બધાને ઘણો બધો પ્રેમ.

    આયુષ શર્માએ ફોટો શેર કરી યુલિયાને બર્થ ડે શુભેચ્છા પાઠવી

    આયુષ શર્માએ બર્થ ડે સેલિબ્રેશનનો એક ફોટો સોશિયલ મીડિયા સ્ટોરી પર શેર કર્યો છે. જેના પર આયુષે લખ્યું, હેપ્પી બર્થ ડે ટૂ યુ યુલિયા. તમે હંમેશાં હસતા રહો. યુલિયા આ ફોટોમાં વન શોલ્ડર બ્લેક ડ્રેસમાં જોવા મળી રહી છે. તેમજ સલમાન પણ બ્લેક શર્ટ અને ટ્રાઉઝરમાં જોવા મળ્યો હતો.



    સલમાન-યુલિયાએ રિલેશનશિપ હજી ઓફશિયલ નથી કર્યું

    સલમાન અને યુલિયાના રિલેશનશિપની અફવાઓ ઘણા વર્ષોથી થઈ રહી છે, પરંતુ ક્યારેય બંનેએ આ વિશે મગનું નામ મરી નથી પાડ્યું. બંને હંમેશાં પાર્ટીઝમાં એક સાથે જોવા મળે છે. એટલે સુધી કે યુલિયા, સલમાનની ફેમિલીની સાથે ઘણા ખાસ પ્રસંગે પણ સેલિબ્રેશનમાં સામેલ થાય છે.
    Published by:Priyanka Panchal
    First published:

    Tags: સલમાન ખાન

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन